તેમણે ભારતીય રાજસ્વ સેવાની 69મી બેચની પાસિંગ આઉટ પરેડના સમારોહમાં સંબોધન કરતા કહ્યુ કે,છેલ્લા કેટલાક મહિનામાં હું દેશના વિભિન્ન વિસ્તારોમાં ગઈ અને મને મે ત્યાના અધિકારીઓ સાથે મુલાકાત કરી. મે તેઓને સંદેશ આપ્યો કે આપણે સહાયક છીએ. આપણા વચ્ચે એક બે લોકો ખોટા હોવાથી તેની અસર આ સંદેશ પર ન થવી જોઈએ. લોકોને એવું ન લાગવું જોઈએ કે કર અધિકારીઓ સાથે વ્યવહાર કરવો એ મુશ્કેલ છે.
ભારતીય રાજસ્વ સેવાની આ બેચમાં 101 અધિકારી છે. જેમા 24 મહિલાઓ પણ શામિલ છે. તેમણે કહ્યું કે આ યુવા અધિકારીઓ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના વહીવટને સંભાળવા માટેના ઉંબરે છે. તેમણે સરહદ પર દેશના વિવિધ કાયદા લાગુ કરવામાં અને આર્થિક મોરચે દેશની રક્ષા કરવામાં કસ્ટમ વિભાગની ભૂમિકાની પ્રશંસા કરી.