ETV Bharat / business

છેલ્લા ક્વાર્ટરમાં પણ વિકાસ અટક્યો, સુધારાની આશા વ્યર્થ - કોરોના વાયરસ

ગત શુક્રવારે આંકડાં જાહેર થયાં તેમાં GDPનો વૃદ્ધિદર 4.7% ટકા દર્શાવ્યો હતો. ઑક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરમાં આર્થિક સુધારો દેખાશે તેવી સાર્વત્રિક માન્યતા હતી તે સાકાર થઈ નહીં અને ધારણા પ્રમાણે જ આંકડો આવ્યો હતો. તે સાથે વૃદ્ધિદર નીચે જવાનું ચાલુ રહ્યું છે કેમ કે, ગત 2 ક્વાર્ટરના આંકડાં સરકારે સુધારીને દર વધાર્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરનો GDP દર 5.1 ટકાથી સુધારીને 5.6 ટકા કરાયો છે, જ્યારે જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરનો દર સુધારીને 4.5%માંથી 5% કરી દેવાયો છે!

ETV BHARAT
છેલ્લા ક્વાર્ટરમાં પણ વિકાસ અટક્યો
author img

By

Published : Mar 2, 2020, 11:33 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કથળી રહેલી આર્થિક સ્થિતિ અને બાહ્ય પરિબળો વચ્ચે અર્થતંત્ર માટે અસમંજસભરી સ્થિતિ

નવાઈની વાત એ છે કે, ગત વર્ષના રાષ્ટ્રીય આવકના અંદાજમાં જે સુધારો કરાયો, તેના કારણે આ વર્ષના GDPના દરમાં કેવી રીતે વધારો થઈ જાય. કેમ કે, હજીય 2019-20ના વર્ષ માટેનો વાર્ષિક વૃદ્ધિ દર તો 5% ટકાનો જ રાખવામાં આવ્યો છે. તેનો અર્થ એ થયો કે, જાન્યુઆરી-માર્ચના છેલ્લા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 4.7% જ રહેશે. જો કે, એવી શક્યતા છે બાદમાં સરકાર સમગ્ર આંકડાંને મોટો જાહેર કરી દેશે.

જુલાઈ-સપ્ટેમ્બર કરતાં ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકનો દેખાવ ખરાબ હતો, તે દર્શાવે છે કે ગ્રાહકોમાં હજીય ભરોસો જાગ્યો નથી અને વેપાર માટેનો માહોલ નીચે જ જઈ રહ્યો છે. કારના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે, કૉર્પોરેટ પરિણામો અને બીજા પરિણામો પણ નીચે જઈ રહ્યા છે, ત્યારે આવો અંદાજ નવાઈ પમાડે છે. સુધારેલા અંદાજમાં ખાનગી ઉપભોક્તા તરફથી માગ નીકળી હોવાનું પણ જણાવાયું છે! છેલ્લા ક્વાર્ટરમાં માંગને 5.9% દર્શાવાઈ છે, જે આગળના 2 સુધારેલા ક્વાર્ટરના અનુક્રમે 5.6% અને 5%થી વધુ ગણાવાઈ છે.

આમ છતાં વિકાસ માટેના વિવિધ પાસા હજીય નિરાશ કરનારા જ છે. જો સરકારી ખર્ચમાં 12%નો વિકાસ ના દેખાયો હોત, તો GDP આનાથી ઘણો નીચે માત્ર 3.5%ના દરે જ વધ્યો હોત! આ રીત દર્શાવે છે કે 2019-20 દરમિયાન સરકાર ખર્ચ કરતી રહીને GDPને આગળ વધારવા માટે કોશિશ કરતી રહી છે. જો કે, સરકારની આર્થિક હાલત સારી નથી, તેથી આવી રીત લાંબો સમય ચાલી શકે તેમ નથી. સાથે જ વિકાસ માટેના સ્વતંત્ર પરિબળો કામ કરી રહ્યા નથી તે પણ દેખાઈ આવે છે.

માગની બાબતમાં ઘટાડો થઈ રહ્યો છે. આયાત અને મૂડીરોકાણ બન્નેમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ઉત્પાદનમાં ઘટાડો થયાનો ટ્રન્ડ જળવાઈ રહ્યો છે. હકીકતમાં પુરવઠા બાજૂથી સતત મંદી માટેના ચિહ્નો મળતા રહ્યા છે. માત્ર કૃષિ અને સરકારી ખર્ચમાં જ વધારો થતો રહ્યો છે. અહીં બાંધકામ ક્ષેત્રની સ્થિતિ પડી ભાંગી છે તેના પર ધ્યાન દેવું જરૂરી છે, કેમ કે તેમાં ભાગ્યે જ કોઈ વૃદ્ધિ દેખાઈ છે. આ વર્ષના દરેક ક્વાર્ટરમાં બાંધકામ ક્ષેત્રમાં વિકાસ દર 2.6 ટકાના દરે ઘટતો રહ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહ્યું છે તે પ્રમાણે આર્થિક સ્થિતિમાં સુધારા માટેની આશા આગળના ત્રિમાસિક પર જ રાખવામાં આવશે. જો કે, ઘણા વિશ્લેષકોએ કૃષિ સિવાયના અને સરકારી ખર્ચ સિવાયના ક્ષેત્રોમાં થોડો વધારો આવ્યો છે તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ વાત સાચી પણ આ ટ્રેન્ડ આગળના ક્વાર્ટરમાં જળવાઈ રહેશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. વાસ્તવિક ભૂમિ પરના ચિહ્નો એવા છે જે નિરાશા જ દર્શાવે છે.

હકારાત્મક બાજૂની વાત કરીએ તો ભલે ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના જાન્યુઆરીના આંકડાં ના આવ્યા હોય, પણ છેલ્લા મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 2.2% વિકાસ નોંધાયો હતો. ઑગસ્ટ-નવેમ્બર 2019 દરમિયાન નેગેટિવ ગ્રોથ હતો તેની સામે આ પોઝિટિવ નિશાની છે. બીજું કે આ ફેબ્રુઆરીમાં ગત વર્ષના ફેબ્રુઆરી કરતાં GSTની આવકમાં 8.03% વધારા સાથે કુલ એક લાખ પાંચ હજાર કરોડની આવક થઈ છે.

બીજી બાજુ દેશના આર્થિક એન્જિનને બળતણ પૂરૂં પાડવાનું કામ કરતી બેન્કના ધિરાણમાં વૃદ્ધિ ખાસ આશાજનક નથી. જાન્યુઆરીમાં 8.5% દરે વિકાસ થયા પછી ફેબ્રુઆરી 2020માં તે ફરી પાછી 6.3%ના દરે આવી ગઈ છે. જાન્યુઆરીમાં વ્યક્તિગત લોનમાં સારો વધારો થયો હતો. (કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 41% અને ક્રેડિટ કાર્ડ તથા હાઉસિંગમાં પણ સારો વધારો થયો હતો.) જો કે, તેનાથી જુદા ચિહ્નો એ રીતે મળ્યા કે કારના વેચાણમાં ઘટાડો ચાલુ રહ્યો છે. કાર કંપનીઓ BS-IV વાહનોને મુદત પહેલાં વેચી દેવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને ગ્રાહકોમાં હજી વિશ્વાસ નથી જાગ્યો તેથી કારનું વેચાણ વધ્યું નથી.

છેલ્લે ફેબ્રુઆરી મહિનાનો મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ પણ આગળના જાન્યુઆરી મહિનાથી એક પોઈન્ટ જેટલો નીચે ગયો. ઓછી માંગ અને ઉત્પાદનને કારણે થોડો ઘટ્યો છે, પણ પોતાનું સ્થાન જાળવી શક્યો છે.

હવે જોવાનું રહે છે કે, રિ-સ્ટોકને કારણે થોડો સુધારો દેખાયો છે કે નક્કર સુધારાની શરૂઆત થઈ છે. જો કે, નજીકના ભવિષ્ય માટેની આશા અચાનક ધૂંધળી પડી ગઈ છે. તેની પાછળ મુખ્યત્વે બાહ્ય પરિબળ જવાબદાર છે. ચીનમાં કોરોના વાયરસના કારણે કાચા માલના પુરવઠામાં અછત સર્જાઈ છે અને ફાર્મા, ઑટો અને ઇલેક્ટ્રોનિક કંપનીઓ માટે પુરવઠો અટવાયો છે.

ચીનના કોરોના વાયરસની મુશ્કેલીને કારણે દુનિયાભરના વિકાસ દર પર અસર પડી છે અને તેના કાણે ભારતીય નિકાસને પણ અસર થયા વિના રહેશે નહીં. હજી બેએક મહિના તેની અસર રહેશે તેમ લાગે છે. તેના વિશેની અનિશ્ચિતતા હજીય છે અને તેને કારણે દુનિયાભરના બજારોમાં અને આર્થિક પ્રવૃતિઓ પર અસર પડી છે.

અર્થતંત્રમાં સુધારાને બીજો ધક્કો સરકારી ખર્ચમાં કાપ મૂકાવાને કારણે આવી શકે છે. સામાન્ય રીતે છેલ્લા ક્વાર્ટરમાં મોટા ભાગે સરકારી ખર્ચમાં કાપ આવતો હોય છે. આ વર્ષે સરકારની મહેસૂલી આવક ઘટી છે તેના કારણે ખર્ચમાં કાપ આવ્યા વિના રહેશે નહીં તેમ લાગે છે. અહેવાલો પ્રમાણે હાલમાં જ સરકારે પોતાના મંત્રાલયો અને વિભાગોને જણાવ્યું છે કે 2019-20ની બજેટ ફાળવણીમાં 10 ટકા જેટલો કાપ મૂકીને ખર્ચ કરવાનું જણાવ્યું છે. ડિસેમ્બરમાં 15% ખર્ચમાં કાપ મૂકવાની વાત જણાવાઈ હતી.

સમગ્ર રીતે ટૂંકા ગાળામાં અર્થતંત્રમાં સુધારો થાય તેવી શક્યતા લાગતી નથી. થોડી આશા RBI પર છે કે તેના દ્વારા પરંપરાથી હટીને કેટલાક સેક્ટરને ધ્યાનમાં રાખીને કેટલાંક પગલાંની જાહેરાત કરવામાં આવે. વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે અને ધિરાણ વધારવામાં આવે તેના કારણે આમ મુશ્કેલ દેખાતી સ્થિતિમાં કોઈ સુધારો દેખાય છે કે કેમ તે માટે રાહ જોવી પડશે.

-રેનુ કોહલી, અર્થશાસ્ત્રી, નવી દિલ્હી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.