ETV Bharat / business

સતત ઘટાડા પછી પણ Goldમાં આજે આવી તેજી, હજી પણ સોનું ઓલ ટાઈમ હાઈથી 10,000 રૂપિયા સસ્તું

સતત ઘટાડા પછી આજે (બુધવારે) સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પોટ કિંમતોમાં ઉચાળો જોતા આજે ઘરેલુ બજારમાં પણ સોનું વધારા સાથે ખૂલ્યું છે. તો ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો છે. આજે સવારે ઓપનિંગ દરમિયાન સોનું મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રેક્ટના ગોલ્ડમાં 0.18 ટકાના ઉછાળા સાથે 46,045 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર ખૂલ્યું હતું. જ્યારે સપ્ટેમ્બરના સિલ્વર ફ્યૂચરમાં 0.12 ટકાનો વધારો નોંધાયો છે અને ચાંદી 62,713 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર ખૂલી છે.

સતત ઘટાડા પછી પણ Goldમાં આજે આવી તેજી, હજી પણ સોનું ઓલ ટાઈમ હાઈથી 10,000 રૂપિયા સસ્તું
સતત ઘટાડા પછી પણ Goldમાં આજે આવી તેજી, હજી પણ સોનું ઓલ ટાઈમ હાઈથી 10,000 રૂપિયા સસ્તું
author img

By

Published : Aug 11, 2021, 12:30 PM IST

  • સતત ઘટાડા પછી આજે (બુધવારે) સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો
  • આંતરરાષ્ટ્રીય સ્પોટ કિંમતોમાં ઉચાળો જોતા આજે ઘરેલુ બજારમાં પણ સોનું વધારા સાથે ખૂલ્યું
  • આજે સવારે સોનામાં 0.18 ટકા તો સિલ્વર ફ્યૂચરમાં 0.12 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ એશિયાઈ બજાર (Asian Market)માં કોરોના વાઈરસના (Corona Virus) સંક્રમણના ડરને જોતા રોકાણકારો સતર્ક થયા છે. છેલ્લા કેટલાક સત્રોમાં ઘટાડાના કારણે સોનું ફરી એક વાર ઘટાડાને લઈને છેલ્લે રેકોર્ડ હાઈથી 10,000 રૂપિયા વધુ સસ્તુ થઈ ગયું છે. સતત ઘટાડાની વચ્ચે આજે (બુધવારે) સોનું ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે ઓપનિંગ દરમિયાન સોનું મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રેક્ટના ગોલ્ડમાં 0.18 ટકાના ઉછાળા સાથે 46,045 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર ખૂલ્યું હતું. જ્યારે સપ્ટેમ્બરના સિલ્વર ફ્યૂચરમાં 0.12 ટકાનો વધારો નોંધાયો છે અને ચાંદી 62,713 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર ખૂલી છે.

આ પણ વાંચોઃ પહેલા ક્વાર્ટરમાં ઝોમેટોની ખોટ વધીને 356 કરોડ રૂપિયા પર પહોંચી

સવારે 10.55 વાગ્યે MCX પર સોનામાં 0.34 ટકાનો ઉછાળો થયો

આંતરરાષ્ટ્રીય બજારમાં (International market) ભારતીય સમયાનુસાર, સવારે 10.55 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.34 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ધાતુ 1,732.90 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. તો ચાંદીમાં 0.28 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ધાતુ 23.41 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર હતી.

આ પણ વાંચોઃ આજે ત્રીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,300ને પાર

જુઓ, શું છે 22 અને 24 કેરેટ સોનાની કિંમત?

આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,628 રૂપિયા, 8 ગ્રામ પર 37,024 રૂપિયા, 10 ગ્રામ પર 46,280 રૂપિયા અને 100 ગ્રામ પર 4,62,800 રૂપિયા પર ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો 22 કેરેટ સોનું 45,280 રૂપિયા પર વેંચાઈ રહ્યું છે.

પ્રમુખ શહેરોમાં સોનાની શું કિંમત છે?
જો પ્રમુખ શહેરોની વાત કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 45,500 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 49,600 રૂપિયા ચાલી રહી છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 45,280 રૂપિયા તો 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 46,280 રૂપિયા ચાલી રહી છે. જ્યારે કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 45,700 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 47,700 રૂપિયા ચાલી રહી છે. આ ઉપરાંત ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 43,720 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 47,690 રૂપિયા ચાલી રહી છે. આ કિંમત 10 ગ્રામ સોનાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.