ETV Bharat / business

માર્ચથી એપ્રિલમાં ઘરેલુ હવાઈ પ્રવાસમાં 26.8 ટકાનો ઘટાડો થયોઃ DGCA - કોરોના મહામારીની બીજી લહેર

કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે માર્ચમાં હવાઈ યાત્રા કરનારા 78.22 લાખની તુલનામાં 26.8 ટકાનો ઘટાડો થયો છે. આ જાણકારી DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ને આપી હતી.

માર્ચથી એપ્રિલમાં ઘરેલુ હવાઈ પ્રવાસમાં 26.8 ટકાનો ઘટાડો થયોઃ DGCA

author img

By

Published : May 19, 2021, 10:37 AM IST

  • માર્ચ અને એપ્રિલ મહિનામાં હવાઈ યાત્રાના પ્રવાસીઓ ઘટ્યા
  • માર્ચમાં હવાઈ યાત્રા કરનારા લોકોમાં 26.8 ટકાનો ઘટાડો નોંધાયો
  • એરએશિયાથી 64 ટકા, ઈન્ડિગોથી 58.7 ટકાએ જ પ્રવાસ કર્યો હતો

નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે હવાઈ યાત્રા પણ ઘટી છે. તો કેટલાક દેશે તો ભારત આવતી તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. બીજી તરફ ભારતથી પણ અનેક દેશમાં જતી કેટલીક ફ્લાઈટ્સ હાલમાં બંધ છે. તેવામાં માર્ચમાં હવાઈ યાત્રા કરનારા 78.22 લાખની તુલનામાં 26.8 ટકાનો ઘટાડો થયો છે. આ અંગેની જાણકારી DGCAએ મંગળવારે માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ ઇઝરાઇલે ભારત સહિત સાત દેશો માટે કોવિડને લઈ જાહેર કર્યું યાત્રા પરામર્શ

ગયા મહિનાની તુલનામાં હવાઈ યાત્રા કરાનારા લોકોનએ ઓછો રસ દાખવ્યો

DGCAના આંકડા અનુસાર, ખાનગી એરલાઈન્સ સ્પાઈસજેટે એપ્રિલમાં 70.8 ટકા પ્રવાસીઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા હતા. જ્યારે એરએશિયાથી 64.0 ટકા, ઈન્ડિગોથી 58.7 ટકા અને એર ઈન્ડિયાથી 54.6 ટકા પ્રવાસીઓ પ્રવાસ કર્યો છે. એવિએશન રેગ્યુલેટરે પોતાના એપ્રિલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એપ્રિલ 2021માં ગયા મહિનાની તુલનામાં હવાઈ યાત્રા કરનારા લોકોએ ઓછો રસ દાખવ્યો છે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 મે સુધી વધારવામાં આવ્યો

ઈન્ડિગોની બજારમાં ભાગીદારી સૌથી વધુ હતી

DGCAના જણાવ્યાનુસાર, ઘરેલુ એરલાઈન્સે ફેબ્રુઆરીમાં 78.27 લાખ પ્રવાસીઓ તેમના સ્થળ પર પહોંચ્યા છે. આમાં તમામ ઈન્ડિગોની બજારમાં ભાગીદારી સૌથી વધુ હતી. કારણ કે, આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધી 54 ટકા પ્રવાસીઓએ તેમાં યાત્રા કરી હતી. ત્યારબાદ સ્પાઈસજેટમાં 12.6 ટકા અને એર ઈન્ડિયાની 11.4 ટકા ભાગીદારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.