ETV Bharat / business

સાત દિવસ બાદ ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો શું છે આજનો ડીઝલનો ભાવ - Diesel price increase

દિલ્હી અને કોલકાતામાં ડીઝલના ભાવમાં 25 પૈસા, મુંબઇમાં 22 પૈસા અને ચેન્નઈમાં 19 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનામાં પહેલીવાર ડીઝલની કિંમતમાં વધારો થયો છે, ત્યારબાદ દિલ્હીમાં અનલોક દરમિયાન ડીઝલ 11.39 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

ડીઝલના ભાવમાં ફરી તેજી
ડીઝલના ભાવમાં ફરી તેજી
author img

By

Published : Jul 7, 2020, 4:22 PM IST

નવી દિલ્હી : ડીઝલના ભાવમાં મંગળવારે 7 દિવસ બાદ ઉછાળો આવ્યો છે. પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો કર્યો છે. જોકે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત નીચે છે.

જાણકારોનું કહેવું છે કે દુનિયાભરમાં કોરોનાના પ્રકોપના લીધે ક્રૂડ ઓઇલની માગ ઘટવાની આશંકાઓ વચ્ચે કિંમતમાં દબાણ જોવા મળી રહ્યું છે. દિલ્હી અને કલકત્તામાં ડીઝલના ભાવમાં 25 પૈસા, મુંબઇમાં 22 પૈસા અને ચેન્નઈમાં 19 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનામાં પહેલીવાર ડીઝલની કિંમતમાં વધારો થયો છે, ત્યારબાદ દિલ્હીમાં અનલોક દરમિયાન ડીઝલ 11.39 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેંટલ એક્સચેંજ (ICE) પર બેંચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેંટ ક્રૂડના સપ્ટેમ્બર વાયદા કોન્ટ્રાક્ટમાં ગત સત્રમાં 0.35 ટકાની મજબૂતી સાથે 42.95 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો છે, જ્યારે તે પહેલાં સોમવારે બ્રેંટનો ભાવ કારોબાર દરમિયાન 43.09 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો હતો.

જોકે ન્યૂયોર્ક મર્કેટાઇલ એક્સચેંજ પર અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટના ઓગસ્ટ વાયદા કરારમાં ગત સત્રથી 0.66 ટકા નબળાઇ સાથે 40.38 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો, જ્યારે આ પહેલાં ભાવ 40.25 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટ્યો હતો.

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ કોઇ ફેરફાર ક્રમશ: 80.43 રૂપિયા, 82.10 રૂપિયા, 87.19 રૂપિયા અને 83.63 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલના ભાવ ચાર મહાનગરોમાં ક્રમશ: 80.78 રૂપિયા, 75.89 રૂપિયા, 79.05 રૂપિયા અને 77.91 રૂપિયા પ્રતિ લીટર છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જૂનના છેલ્લા મહિનામાં ડીઝલની કિંમતમાં 22 વખત વધારો કર્યો હતો અને પેટ્રોલની કિંમતમાં 21 વખત વધારો કરાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.