નવી દિલ્હી : ડીઝલની કિંમતમાં શનિવારે લિટરના ભાવ 73 રૂપિયાની નીચે આવી ગયા હતા. જ્યારે પેટ્રોલના દરોમાં છ મહિનામાં બીજી વખત ઘટાડો જોવા મળ્યો હોવાનું સરકારી ઇંધણના રિટેલરોએ જણાવ્યું હતું.
શનિવારે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 13 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલના દરમાં 12 પૈસા ઘટાડો થયો હોવાનું રાજ્યની માલિકીની ફ્યુઅલ રિટેલરોએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 81.99થી ઘટીને 81.86 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ત્રણ દિવસમાં આ બીજો ઘટાડો જોવા મળ્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ છ મહિનામાં પ્રથમ વખત પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે દરમાં 9 પૈસા પ્રતિ લિટર ઘટાડો કરવામાં આવ્યો હતો.
જ્યારે ડીઝલનો ભાવ રૂ .73.05 થી ઘટીને 72.93 રૂપિયા થયો છે. ત્યારે ડીઝલના દરમાં માર્ચથી લઇને સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ વખત ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે દરમાં 63 પૈસાનો ઘટાડો થયો છે.