- આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ફરી એક વાર તેજી જોવા મળી છે
- આજે સતત 17મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો
- આ મહિને અત્યાર સુધી 2 વખત પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી ચૂકી છે
નવી દિલ્હીઃ આજે (22 સપ્ટેમ્બરે) સતત 17મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર છે. આજે આંતરરાષ્ટ્રીય તેલ ધોરણ બ્રેન્ટ ક્રૂડ 0.96 ટકા મજબૂત તઈને 74,63 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી, પરંતુ ઘરેલુ બજારમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અત્યારે કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે, આ મહિને પેટ્રોલ-ડીઝલમાં 2 વખત ઘટાડો થયો છે. ત્યારબાદ બંને 28-30 પૈસા પ્રતિલિટર સસ્તા થયા છે.
આ પણ વાંચો- પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે ખુલશે
જુઓ, ક્યાં શું કિંમત છે?
રાજ્ય | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
અમદાવાદ | 98.04 | 95.49 |
દિલ્હી | 101.19 | 88.62 |
મુંબઈ | 107.26 | 96.19 |
કોલકાતા | 101.62 | 91.71 |
ચેન્નઈ | 98.96 | 93.26 |
બેંગ્લોર | 104.70 | 94.04 |
ભોપાલ | 109.63 | 97.43 |
લખનઉ | 98.30 | 89.02 |
પટના | 103.79 | 94.55 |
ચંદીગઢ | 97.40 | 88.35 |
આ પણ વાંચો- કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.