- LPG સિલિન્ડરના ભાવમાં સિલિન્ડર દીઠ 10 રૂપિયાનો ઘટાડો
- નવી કિંમત 1 એપ્રિલ 2021થી લાગુ કરવામાં આવશે
- ગયા મહિને LPGના ભાવમાં સિલિન્ડર દીઠ રૂપિયા 125નો વધારો થયો હતો
નવી દિલ્હી : સામાન્ય માણસને રાહત આપતા LPG સિલિન્ડરના ભાવમાં સિલિન્ડર દીઠ 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી ઈન્ડિયા ઓઇલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી. નવી કિંમત 1 એપ્રિલ 2021થી લાગુ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત નરમ
જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ બુધવારે LPGના ભાવમાંં સિલિન્ડર દીઠ રૂપિયા 10નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત નરમ થયા બાદ કંપનીઓએ આ પગલું ભર્યું છે. ગયા મહિનાની શરૂઆતમાં LPGના ભાવમાં સિલિન્ડર દીઠ રૂપિયા 125નો વધારો થયો હતો.
આ પણ વાંચો : કાશ્મીરમાં LGP સિલિન્ડરનો સ્ટોક રાખવા આદેશ, ઓમર અબ્દુલ્લાએ કર્યાં સવાલ
14.2 કિલો LPG સિલિન્ડરની કિંમત 1 એપ્રિલના રોજ 809 રૂપિયા
ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન(IOC)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સબસિડી અને માર્કેટ વેલ્યુ સાથેના 14.2 કિલો LPG સિલિન્ડરની કિંમત 1 એપ્રિલના રોજ 809 રૂપિયા થશે. જે અત્યારે 819 રૂપિયા છે. પરંપરા મુજબ ભાવ ઘટાડવાની જાહેરાત તે જ દિવસે કરવામાં આવે છે જ્યારે તેનો પ્રભાવ દેખાય છે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા જ તેની ઘોષણા કરવામાં આવેૃી છે.
ભારત મોટા ભાગે ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર
IOCએ કહ્યું કે, નવેમ્બર 2020થી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ભારત મોટા ભાગે ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર છે અને ભાવ બજાર સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે, ત્યારે સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થાય છે.
આ પણ વાંચો : BPCLના વોટ્સએપ દ્વારા LPG સિલિન્ડર બુકિંગ સેવા શરૂ કરાઈ, ઓનલાઈન ચૂકવણી કરી શકાશે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં નરમાઈ આવી
યુરોપ અને એશિયામાં કોવિડ-19ના વધતા જતા કેસો અને રસીની અન્ય અસરો અંગેની ચિંતાને લીધે માર્ચ 2021ના બીજા પખવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં નરમાઈ આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, આના આધારે ઓઇલ કંપનીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી માર્કેટમાં ડીઝલ અને પેટ્રોલના વેચાણના ભાવમાં અનુક્રમે 60 પૈસા અને લિટર દીઠ 61 પૈસાનો ઘટાડો કર્યો છે. અન્ય બજારોમાં પણ આ સમયગાળા દરમિયાન કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
LPG સિલિન્ડરને 1 એપ્રિલથી 809 રૂપિયામાં મળશે
IOCના જણાવ્યા મુજબ, LPG ગ્રાહકોને રાહત આપવા ઘરેલુ ELG સિલિન્ડરની કિંમતમાં સિલિન્ડર દીઠ રૂપિયા 10નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કપાત બાદ LPG સિલિન્ડરને 1 એપ્રિલથી 809 રૂપિયામાં મળશે, જે હાલમાં 819 રૂપિયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ભાવ સાથે જોડાયેલા ડેટા અનુસાર, ફેબ્રુઆરીથી 14.2 કિલો LPG સિલિન્ડરના ભાવમાં સિલિન્ડર દીઠ રૂપિયા 125નો વધારો થયો છે.