ETV Bharat / business

ચિદમ્બરમે નરેન્દ્ર મોદીને પૂછ્યું: તમે આર્થિક નિષ્ફળતાનો સ્વીકાર ક્યારે કરશો ? - ઉડ્ડયન અને ટેલિકોમ ક્ષેત્ર પર કોરોનાની અસર

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમે મોદી સરકારની ઉડ્ડયન અને ટેલિકોમ ક્ષેત્ર માટે પૂરતું કામ ન કરવા અને દેશમાં બેરોજગારીની સમસ્યાને નજરઅંદાજ કરવા બદલ આકરી ટીકા કરી હતી.

પી. ચિદમ્બરમ
પી. ચિદમ્બરમ
author img

By

Published : Jul 30, 2020, 4:26 PM IST

હૈદરાબાદ: કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમે ગુરુવારે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ચિદમ્બરમે કહ્યું કે, મોદી સરકાર દેશમાં હાલના આર્થિક સંકટને સંચાલિત કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે.

Etv Bharat સાથે વાત કરતા ચિદમ્બરમે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. જેમ કે, "ભાજપ સરકાર દેશમાં વધતા જતા આર્થિક સંકટને ક્યારે સ્વીકારશે? વડા પ્રધાન ક્યારે આર્થિક નિષ્ફળતાને સ્વીકારશે?"

બાદમાં ટ્વિટ કરીને ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ટેલિકોમ અને ઉડ્ડયન, ભારતના બે મોટા ઉદ્યોગો છે તે હવે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ખાસ કરીને કોરોના વાઇરસના ફેલાયા પછી દેશની આર્થિક વૃદ્ધિ અટકી ગઈ છે.

ચિદામ્બરમે વોડાફોન આઈડિયા લિમિટેડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "શું સરકારને ખબર છે કે આપણી એક મોટી ટેલિકોમ કંપની પતનની આરે છે. સંઘર્ષ કરનારી ટેલિકોમ કંપીનઓને બચાવવા માટે સરકારની કોઈ યોજના છે કે નહીં?"

વોડાફોન આઈડિયા હાલમાં ટકી રહેવાની સંઘર્ષ કરી રહી છે . આ કંપનીઓ સરકારને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુથી સંબંધિત લેણા ચૂકવવા માટે ભંડોળ એકત્ર કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સની માંગ મુજબ કંપનીને રૂપિયા. 58,254 કરોડ ચૂકવવા પડશે.

ભારત એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલે પણ ભારતની ટેલિકોમ નીતિ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. મંગળવારે જાહેર થયેલા નાણાકીય વર્ષ 2019 - 20 ના વાર્ષિક અહેવાલમાં એરટેલના શેરધારકોને આપેલા સંદેશમાં મિત્તલે પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે , લાંબા સમય સુધી કાનૂની વિવાદો અને નિયમનકારી ચાર્જ ભારતીય ટેલિકોમ કંપનીઓની કામગીરીને બર્બાદ કરી રહી છે.મિત્તલે કહ્યું કે, "ભારત પાસે હજી પણ વિશ્વનો સૌથી સસ્તો ડેટા છે. આ ક્ષેત્ર ફક્ત તેની મૂડી ખર્ચ વસૂલ કરવામાં સક્ષમ છે.

ઉડ્ડયન ક્ષેત્ર વિશે વાત કરતાં ચિદમ્બરમે એમ પણ કહ્યું કે, "શું સરકારને ખબર છે કે ઉડ્ડયન ઉદ્યોગનો વ્યાપકરૂપે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અને તકેટલીક કંપીનઓની હાલત એર ઇન્ડિયા જેવી થઈ શકે છે. જો કે, સરકાર પાસે કોઇ તેમને બચાવવા માટે કોઇ યોજના નથી.? "

"છેલ્લા 12 મહિનામાં લાખો લોકોએ તેમની રોજગારી ગુમાવી દીધી છે. બે મોટા ઉદ્યોગો, ટેલિકમ્યુનિકેશન્સ અને વિમાન કંપનીઓના પતનને પગલે અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે." પહેલેથી જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા ઉડ્ડયન ક્ષેત્રને હજી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કોવિડ -19 પછી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય વિમાનનું સંચાલન બંને અટકી ગયું હતું. તેમ છતાં કામગીરી હવે આંશિક રીતે ફરી શરૂ થઈ છે. જો કે આ ક્ષેત્ર હજી પણ નબળા પેસેન્જર ટ્રાફિક સાથે વ્યવહાર કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.