મળતી વિગતો મુજબ, કેન્દ્રીય પૂર્વોતર ક્ષેત્ર વિકાસ (DONER) પ્રધાન જિતેન્દ્ર સિંહ અને જાપાનના રાજદુત કેંજી હિરમત્સુની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ વચ્ચે બુધવારના રોજ નવી દિલ્હી ખાતે થયેલી બેઠક બાદ કાયદાકિય રીતે જણાવવામાં આવ્યું છે કે, જાપાન સરકાર ભારતના ઉત્તરપૂર્વ રાજ્યોમાં રોકાણ કરવા જઈ રહી છે અને નવી યોજનાઓમાં રૂ .13,000 કરોડનું રોકાણ કરશે.
જાપાન જે મહત્વપૂર્ણ યોજનાઓમાં સહકાર કરશે તેમાં આસામમાં ગુવાહાટી વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગુવાહાટી ગટર પ્રોજેક્ટ, આસામ અને મેઘાલયમાં ફેલાયેલી ઉત્તરપૂર્વ રોડ નેટવર્ક પ્રોજેક્ટ, ઉત્તરપૂર્વ નેટવર્ક મેઘાલય સંપર્ક સુધાર પ્રોજેક્ટ, જૈવવિવિધતા સંરક્ષણ અને સિક્કિમ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ત્રિપુરામાં ટકાઉ વન સંચાલન પ્રોજેક્ટ, મિઝોરમમાં ટકાઉ કૃષિ તેમજ સિંચાઈ તકનીકી સહકાર યોજના અને નાગાલેન્ડમાં વન સંચાલન યોજના પણ સામેલ છે. માહિતી મુજબ, જિતેન્દ્ર સિંહે છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન ઉત્તરપૂર્વ વિસ્તારમાં વિકાસ અને બદલાવ લાવવા માટે જાપાનના યોગદાનની સરાહના કરી