નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ લોકલાઉનમાં તમામ કર્મચારીઓને ભવિષ્ય માટે વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે પોતાને તૈયાર કરવા કહ્યું હતું. તેમણે કોરોના વાઇરસને અત્યાર સુધીની સૌથી ભયાનક આપત્તિ ગણી છે.
તેમણે બે લાખથી વધુ કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, આ એક એવી આપત્તિ છે જે આ પહેલાં ક્યારેય જોઇ ન હતી. તેમણે પત્રમાં છેલ્લી આર્થિક મંદી દરમિયાન આપવામાં આવેલા પોતાના સૂચનનો પણ ફરી જણાવ્યા. છેલ્લી મંદી દરમિયાન તેમણે કર્મચારીઓને કહ્યું હતું કે કટોકટીના સમયમાં કેવી રીતે પોતાને ફરીથી તૈયાર કરવા માટે વાપરી શકાય છે.