- શેરબજારમાં ભારે વેચવાલી
- કોરોનાના વધતા જતા કેસ ચિંતાનો વિષય
- નિફટી 524 પોઈન્ટ તૂટ્યો
અમદાવાદ : સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગબડ્યું હતું. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોના દિનપ્રતિદિન વિકરાળ બની રહ્યો છે અને દરરોજ મૃત્યુની સંખ્યા વધી રહી છે, ત્યારે દેશમાં ફરીથી 14 દિવસનું લોકડાઉન લાદવામાં આવે તેવી અફવાને કારણે શેરબજારમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આ સાથે શેર્સની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે સેન્સેક્સ અને નિફટી ઝડપથી તૂટ્યા હતા.
આ પણ વાંચો - શેરબજારમાં ચિંતા કરવાની જરૂર નથી, ઘટાડે રોકાણ માટે છે સારી તકઃ દીપક શાહ
મેટલ અને ફાઈનાન્સિયલ શેર્સમાં ગાબડા
લોકડાઉન લદાશે તેવી ભીતિને પગલે સોમવાર સવારથી શેરની જાતે-જાતમાં વેચવાલી આવી હતી. આ સાથે શેર્સના ભાવ ઝડપથી તૂટ્યા હતા. જો કે, એકાદ બે દિવસમાં સ્થિતિ સાફ થઈ જશે. બીજી તરફ ચીનના અહેવાલોને પગલે મેટલ શેર્સમાં પણ વેચવાલી ફરી વળી હતી, જ્યારે મેટલ શેર્સના ભાવ તૂટ્યા હતા. તેની સાથે ફાઈનાન્સિયલ શેર્સમાં પણ જોરદાર વેચવાલીથી ગાબડા પડ્યા હતા.
સેન્સેક્સમાં 1707 પોઈન્ટનું ગાબડું
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 49,591.32ની સામે સોમવાર સવારે 48,956.65ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. આ સાથે એકતરફી ઝડપી ઘટી 47,693.44 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 47,883.38 બંધ થયો હતો. જે 1707.94નું ગાબડુ દર્શાવે છે.
આ પણ વાંચો - બજેટ પર શું કહી રહ્યા છે શેર માર્કેટના એક્સપર્ટ જુઓ ખાસ અહેવાલ
નિફટી 524 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 14,834.85ની સામે સોમવાર સવારે 14,644.65ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 14,652.50 થઈ અને ત્યાંથી એકતરફી ઝડપી ઘટી 14,248.70 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 14,310.80 બંધ થયો હતો. જે 524.05નું ગાબડુ દર્શાવે છે.
ટોપ લુઝર્સ
સોમવારના રોજ સૌથી વધુ ગગડેલા શેરમાં ઈન્ડુસઈન્ડ બેંક(8.60 ટકા), બજાજ ફાઈનાન્સ(7.39 ટકા), SBI(6.87 ટકા), ONGC(5.54 ટકા) અને ટાયટન કંપની(5.24 ટકા)નો સમાવેશ થયા છે.
ટોપ ગેઈનર્સ
આજે સૌથી વધુ ઉચકાયેલા શેરમાં ડૉ. રેડ્ડી લેવ 4.83 ટકા ઉછળી રૂપિયા 4,989.20 બંધ રહ્યો હતો.
આ પણ વાંચો - ત્રણ દિવસની તેજી બાદ સેન્સેક્સમાં 155 પોઇન્ટનો ઘટાડો