ટેલિકોમ વિભાગે આગ્રહ પ્રસ્તાવ(RFP)ના અનુસાર ઇચ્છુક કંપનીઓ પોતાની બોલિઓ 13 જાન્યુઆરી સુધી આપી શકે છે. તેના માટે નાણાકીય બોલીઓને 24 જાન્યુઆરીના રોજ ખોલવામાં આવશે.
RFPમાં કહેવામાં આવ્યુ છે કે, હરાજી કરનારી કંપનીનો કરાર એક વર્ષનો હશે.
મળતી માહિતી મુજબ પસંદ કરેલી એજન્સીઓને બોલી પ્રક્રિયા સમઝવા અને તેને તાર્કિક બનાવવા ઓછામાં ઓછો એક મહિનો લાગશે, ત્યારબાદ હરાજીનું આયોજન જૂન-જૂલાઇ 2020માં કરી શકે છે.
સરકાર પહેલા સ્પેક્ટ્રમની હરાજી ચાલુ નાણાકીય વર્ષમાં આયોજન કરવા ઇચ્છતા હતાં. પરંતુ, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પ્રક્રિયામાં મોડુ થયુ હતું.
આવનારી હરાજીમાં કેટલાક એવા સ્પેક્ટ્રમની પણ હરાજી થશે જે 5જી સેવાઓ માટે અનૂકુળ હોય.
સત્તાવાર આંકડાઓ અનુસાર 3300થી 3400 મેગાહર્ટઝ અને 3425થી 3600 મેગાહર્ટઝ બેન્ડમાં 275 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ 5જી સેવાઓ માટે ઉપલબ્ધ હશે.