નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 46મી બેઠકની અધ્યક્ષતા (46th GST Council Meeting 2021) કરશે. આ બેઠકમાં નાણા મંત્રાલયમાં કેન્દ્રિય રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી અને ડો. ભાગવત કિશનરાવ કરાડ પણ ઉપસ્થિત (FM Nirmala Sitharaman to chair GST Council Meet Today) રહેશે.
આ પણ વાંચો- IT Tips for all: છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ, અત્યારે જ બચત યોજનાઓ પસંદ કરો
નાણા મંત્રાલયે ટ્વિટના માધ્યમથી આપી માહિતી
નાણા મંત્રાલયે ટ્વિટના માધ્યમથી આ બેઠકની (Finance Ministry tweet on meeting) માહિતી આપી હતી. સંસદમાં કેન્દ્રિય નાણા પ્રધાન ફેબ્રુઆરીના પ્રથમ દિવસે કેન્દ્રિય બજેટ રજૂ કરશે. ત્યારે બજેટ પહેલા આ બેઠક ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના બીજા કાર્યકાળમાં આ ચોથું બજેટ હશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને પંજાબ સહિતના કેટલાક રાજ્યોએ માગણી કરી છે કે, કાપડ અને ફૂટવેર પર GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો પ્રસ્તાવિત વધારો પાછો ખેંચી લેવામાં આવે.
-
FM Smt. @nsitharaman will chair the 46th meeting of the GST Council in New Delhi, tomorrow. The meeting will be attended by MoS for Finance Shri @mppchaudhary & Shri @DrBhagwatKarad, besides Finance Ministers of States & UTs and Senior officers from Union Government & States. pic.twitter.com/S1rDGN0TIf
— Ministry of Finance (@FinMinIndia) December 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">FM Smt. @nsitharaman will chair the 46th meeting of the GST Council in New Delhi, tomorrow. The meeting will be attended by MoS for Finance Shri @mppchaudhary & Shri @DrBhagwatKarad, besides Finance Ministers of States & UTs and Senior officers from Union Government & States. pic.twitter.com/S1rDGN0TIf
— Ministry of Finance (@FinMinIndia) December 30, 2021FM Smt. @nsitharaman will chair the 46th meeting of the GST Council in New Delhi, tomorrow. The meeting will be attended by MoS for Finance Shri @mppchaudhary & Shri @DrBhagwatKarad, besides Finance Ministers of States & UTs and Senior officers from Union Government & States. pic.twitter.com/S1rDGN0TIf
— Ministry of Finance (@FinMinIndia) December 30, 2021
GST કાઉન્સિલે 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાયેલી બેઠકમાં 1 જાન્યુઆરી, 2022થી ટેક્સટાઈલ અને ફૂટવેરની વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. તો કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે દિલ્હીમાં ગુરુવારે કેન્દ્રિય બજેટ 2022-23 માટે (46th GST Council Meeting 2021) રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણા પ્રધાનો (વિધાનમંડળ સાથે) સાથે પૂર્વ-બજેટ પરામર્શની અધ્યક્ષતા (FM Nirmala Sitharaman to chair GST Council Meet Today) પણ કરી હતી.
બેઠકમાં વિવિધ અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
આ બેઠકમાં કેન્દ્રિય નાણા રાજ્ય પ્રધાનો, મુખ્યપ્રધાનો, નાયબ મુખ્યપ્રધાનો, નાણા પ્રધાનો, પ્રધાનો અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (વિધાનમંડળ સાથે) અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી, એમ નાણાં મંત્રાલયે એક સત્તાવાર પ્રેસમાં જણાવ્યું હતું.
વિશેષ સહાય માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ માન્યો આભાર
કેન્દ્રિય નાણા સચિવે તમામ સહભાગીઓને ચર્ચામાં આવકાર્યા અને આ ખાસ પરામર્શ બેઠકના મહત્ત્વની જાણકારી (Consultative meeting of the Union Finance Minister) આપી હતી. મોટા ભાગના સહભાગીઓએ રોગચાળાના સૌથી ખરાબ મહિનામાં તેમના રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને નાણાકીય સહાય કરવા, ઉધાર મર્યાદા વધારીને, રાજ્યોને બેક ટૂ બેક લોન આપીને અને મૂડી ખર્ચ માટે વિશેષ સહાય દ્વારા કેન્દ્રીય નાણા પ્રધાનનો આભાર માન્યો હતો.
સહભાગીઓએ કેન્દ્રિય નાણાપ્રધાનને આપ્યા હતા સૂચનો
ગુરુવારે યોજાયેલી બેઠકમાં સહભાગીઓએ બજેટ ભાષણમાં સમાવેશ કરવા માટે કેન્દ્રિય નાણા પ્રધાનને અસંખ્ય સૂચનો આપ્યા હતા. નાણા પ્રધાને કેન્દ્રિય બજેટ 2022-23 પ્રત્યેના તેમના ઈનપુટ્સ અને સૂચનો માટે સહભાગીઓનો આભાર માન્યો અને દરેક દરખાસ્તોની તપાસ કરવાની ખાતરી આપી હતી.