હું એમ કહીશ કે, આપણા માટે હવે સમય આવી ગયો છે કે, આવક અભિમુખતાને ભાષા રાખવાના બદલે વાસ્તવિકતા બનાવવા તરફ આગળ વધીએ. અને મેં જાતે કૃષિ ઉત્પાદન સહિત આવકને સુધારવા માટે અનેક પદ્ધતિઓ બતાવી છે. દાખલા તરીકે ડાંગરમાં જો તમે સંકર ડાંગર ઉગાડશો તો તમે પ્રતિ હેકટર પાંચથી સાત ટન મેળવશો જ્યારે સામાન્ય ડાંગરની ખેતીમાં પ્રતિ હેક્ટરે એકથી બે ટન મેળવશો.
આપણી આર્થિક સુસ્તી વચ્ચે છીએ. ગ્રામીણ અર્થતંત્રને પુનર્જીવિત કર્યા વગર એકંદર અર્થતંત્રને પુનર્જીવિત કરવું મુશ્કેલ છે. જે રીતે ઉદ્યોગ જગત માટે કોર્પોરેટ વેરામાં કપાત જાહેર કરવામાં આવી તે જ રીતે કૃષિના વિકાસ માટે વધુ નાણાં ફાળવવા માટે માગણી છે. 2019માં ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ મોટો પ્રશ્ન હતો. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જેવાં વધુ ઉત્પાદક રાજ્યોમાં અતિશય પૂરના લીધે ડુંગળીના ભાવ રૂ. 200 પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. સત્તાવાર અંદાજ મુજબ ખાદ્ય પદાર્થોની એકંદર કિંમતો ગયા ડિસેમ્બરમાં 60 ટકા જેટલી વધી હતી.
ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળવા માટે કૃષિના આંતરમાળખામાં વધુ મૂડી રોકાણની જરૂરિયાત છે. હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનનું કહેવું છે કે, સરકારે આંતરમાળખા, ખાસ કરીને માર્કેટિંગના અંતરમાળખામાં વધુ નાણાંને દેખીતો ટેકો કર્યો છે. આપણે કહીએ છીએ કે, ચોમાસાએ બજારને અસર પહોંચાડી છે પરંતુ ભારતીય અર્થતંત્રના ત્રણ અગત્યના સ્તંભો છે. ચોમાસાનું વર્તન, વધુ વરસાદ અને ઓછો વરસાદ. જો દુષ્કાળ પડે તો આપણે શું કરી શકીએ. જો પૂર આવે તો આપણે શું કરી શકીએ. તમે કૃષિલક્ષી બજાર તથા નાના ખેતરના પ્રબંધનને કઈ રીતે ઉત્તેજન આપી શકો. દાખલા તરીકે ડેરી ઉદ્યોગના કિસ્સામાં તે બહુ સ્પષ્ટ છે. લાખો મહિલા ખેડૂતોએ ડેરી સહકારી મંડળીઓ રચી છે જેના પરિણામે આજે ભારત વિશ્વમાં સૌથી મોટું દૂધ ઉત્પાદક બની ગયું છે.
આપણે શરૂઆતમાં ખૂબ જ નીચે હતા પરંતુ આપણે આજે ટોચે આવી ગયા છે. આથી જો તમે બજાર તરફ જુઓ, ચોમાસા તરફ જુઓ, યોગ્ય પ્રબંધ કરો અને નીતિ વિકસાવો. નીતિઓ સ્થળ આધારિત હોવી જોઇએ. કૃષિ એ ખૂબ જ સ્થળ આધારિત સાહસ છે. આથી રાષ્ટ્રીય નીતિનો કોઈ ઉપયોગ નથી પરંતુ રાષ્ટ્રીય નીતિ રાજ્યનીતિ બની ગઈ છે અને રાજ્યનીતિ પંચાયત નીતિ બની ગઈ છે.
શું સરકાર આ અવાજોને સાંભળી રહી છે?
શું સરકાર કૃષિ ક્ષેત્રને આપેલાં તેનાં વચનો પૂરાં કરશે?
આ પ્રશ્નોના જવાબ માટે આપણે નાણાં પ્રધાનના બજેટ ભાષણ માટે રાહ જોવી પડશે.