આજે રોઝ ડે, આવતી કાલે પ્રપોઝ ડે, ત્યારબાદ ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને 14મીએ વેલેન્ટાઇન્સ ડે ઉજવાશે, ગુલાબ વગર પ્રેમનો એકરાર શક્ય નથી. પ્રેમની તો શરુઆત જ ગુલાબથી થાય છે. આજની જીંદગી ખૂબ જ ફાસ્ટ છે. પણ છતા પ્રેમ અને પ્રેમની પરિભાષાને સમય નથી બદલી શક્યો. તેથી પ્રેમનો એકરાર લોકો આજે પણ ગુલાબથી જ કરે છે.
લોકો એવુ માને છે કે, આ દિવસ પશ્ચિમની સંસ્કૃતિમાં ઉજવાતો દિવસ છે, અને તેને ફક્ત યુવા લોકો જ મનાવી શકે છે. પરંતુ એવુ નથી, પણ આ દિવસ તો પ્રેમ, મૈત્રી, વિશ્વાસને બતાવવાનો દિવસ છે અને કોઇ પણ સંબંધ માટે આ ત્રણ વાતો જરુરી છે.
આ સંબંધ મૈત્રીનો સંબંધ હોય કે પ્રેમનો.. કે પછી મમતાનો. બસ તમારો કયા કલરનું ગુલાબ કોને આપવુ છે તે નક્કી કરવુ પડશે.
તમારા મિત્રો માટે યેલો કે સફેદ, જેની સામે પ્રેમનો એકરાર કરવો છે તેના માટે પિંક અને હવે... જેને તને ગાઢ પ્રેમ કરો છો અને તે જ તમારી દુનિયા છે તો તેના માટે લાલ ગુલાબ.. લાલ ગુલાબ પતિ પત્નીને કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડને જ આપી શકે તેવુ નથી.. આ દિવસે તો એક 10 કે 12 બાર વર્ષની બાળકી પણ પોતાના પિતાને લાલ ગુલાબ આપી શકે છે..અને 20 વર્ષનો પુત્ર પણ 50 વર્ષની માતાને આપી શકે છે. બસ જોવો આ ગુલાબ આપ્યા બાદ તમારો આ દિવસ કેટલો સુંદર બની જશે.
