- ઝાયકોવ-ડી વેક્સિનની કિંમત થશે નક્કી
- કંપનીએ મૂક્યો હતો 1900 રૂપિયાનો પ્રસ્તાવ
- આખરી કિંમત 358 રૂપિયા પ્રતિ ડોઝ હોઈ શકે
નવી દિલ્હી: સરકારની સતત વાતચીત બાદ ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના વેક્સિનની કિંમત ઘટાડીને 265 રૂપિયા પ્રતિ ડોઝ રાખવા માટે સહમતિ દર્શાવી છે. જોકે, આ અંગે સત્તાવાર કોઈ સમજૂતિ ન થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઈન્જેક્શન વગર આપવામાં આવનારી પ્રથમ વેક્સિન
ઈન્જેક્શન વગર આપવામાં આવનારી કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના પ્રત્યેક ડોઝ માટે 93 રૂપિયાની કિંમત ધરાવતા ડિસ્પોઝેબલ જેટ એપ્લિકેટરની આવશ્યક્તા રહે છે. જેના કારણે તેની કુલ કિંમત 358 રૂપિયા પ્રતિ ડોઝ થશે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, કંપનીએ શરૂઆતમાં વેક્સિનની કિંમત માટે રૂપિયા 1900નો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારબાદ મહિનાઓ સુધી ચાલેલી વાટાઘાટો બાદ સપ્તાહના અંત સુધીમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.