જ્હોનિસબર્ગઃ દક્ષિણ-પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં હીરાની ખીણ પાસે એક પ્રાઈવેટ પ્લેન ટેકનીકલ ખરાબીને કારણે ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેન ક્રેશમાં ભારતીય અરબપતિ અને તેના પુત્રનું મૃત્યુ થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં 6 લોકોનું મૃત્યુ થયું છે. આ દુર્ઘટનામાં એક ભારતીય અરબપતિ હરપાલ રંધાવા અને તેમના પુત્રનું મૃત્યુ થયું છે. હરપાલ રંધાવા એક માઈનિંગ કંપની રિયોઝમના માલિક છે. રિયોઝમ કંપની સોનુ, કોલસા સાથે નિકલ અને તાંબાને પણ જમીન માંથી બહાર કાઢવાનું કામ કરે છે. 29 સપ્ટેમ્બરે દક્ષિણ પશ્ચિમ ઝિમ્બાબ્વેના માશાવા વિસ્તારમાં ઘટી હતી.
મુરોવા જતી વખતે પ્લેન ક્રેશઃ હરપાલ રંધાવા 29મી સપ્ટેમ્બરે રાજધાની હરારેથી દક્ષિણ પશ્ચિમી ઝિમ્બાબ્વેના મુરોવા સ્થિત હીરા ખીણ તરફ હવાઈ માર્ગે જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં તેમના પ્રાઈવેટ પ્લેનને દુર્ઘટના નડી હતી. આ પ્લેન રિયોઝિમ કંપનીનું હતું. માશાવાથી 6 કિલોમીટર દૂર જવામાંડે વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. જેમાં 4 વિદેશી અને 2 ઝિમ્બાબ્વેના નાગરિકો હતા.
રિયોઝિમ કંપનીનું સ્ટેટમેન્ટઃ રિયોઝિમ કંપની પહેલા બ્રિટિશ-ઓસ્ટ્રેલિયાઈ માઈનિંગ ગ્રૂપ રિયો ટિંટોનો એક ભાગ હતી. આ કંપનીએ દુર્ઘટના મુદ્દે નિવેદન આપીને પ્લેન ક્રેશની સત્તાવાર માહિતી આપી છે. જેમાં હરપાલ રંધાવા, તેમના પુત્ર સહિત કુલ 6 લોકોનું મૃત્યુ થયું છે. વધુ જાણકારી માટે અધિકારીઓ માહિતી એકઠી કરી રહ્યા છે.
ફિલ્મ નિર્માતા ચિનોનોએ આપી શ્રદ્ધાંજિલઃ ઝિમ્બાબ્વે રિપબ્લિક પોલીસ (ઝેડઆરપી)ના મત અનુસાર આ દુર્ઘટનાની માહિતી એકત્ર કરાઈ રહી છે. 4 બિલિયન ડોલરની પ્રાઈવેટ કંપની જીઈએમ હોલ્ડિંગ્સના સ્થાપક હરપાલ રંધાવાનું આમાં મૃત્યુ થયું છે. પત્રકાર અને ફિલ્મ નિર્માતા હોપવેલ ચિનોનોએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે. ચિનોનો 2017માં એક કોમન ફ્રેન્ડ દ્વારા હરપાલ રંધાવાને મળ્યા હતા. તેમણે રંધાવાને ઉદાર, વિનમ્ર વ્યક્તિ ગણાવીને શ્રદ્ધાંજલિ આપી છે.