લાતેહર: જિલ્લાના બાલુમાથ ખાતે યોજાયેલા લગ્ન સમારોહમાં ભાગ લેવા આવેલો એક યુવક કોરોના સંક્રમિત નીકળ્યો. લગ્ન સમારોહમાં જ યુવકની અચાનક તબિયત લથડતાં એક કલાકમાં તેનું મોત થયું છે. આ ઘટના બાદ લગ્ન સમારોહ શોકમાં ફેરવાયો હતો.
આ પણ વાંચો: કોરોના સંક્રમણ વચ્ચે માનસિક તણાવમાંથી મુક્તિ કેવી રીતે મેળવશો?
એમ્બ્યુલન્સમાં જ થયું મોત
લગ્ન સમારોહમાં ભાગ લેવા હજારીબાગ જિલ્લાનો એક વ્યક્તિ બે દિવસ પહેલા બાલુમાથ આવ્યો હતો. મંગળવારે તબિયત લથડતાં તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. આ પછી, લોકો તાત્કાલિક બાલુમાથ હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં કોવિડની તપાસ કરવામાં આવી હતી. કોરોના તપાસમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તાત્કાલિક યુવકને વધુ સારી સારવાર માટે લાતેહર કોવિડ કેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન - ઠાસરા તાલુકાના ગામોને કોરોના મુક્ત કરવા બેઠક યોજાઈ
ઘટના બાદ ચકચાર મચી
લગ્ન સમારોહ દરમિયાન યુવકનું મોત નીપજતાં ઘરમાં ચકચાર મચી હતી. ઘટના બાદ લગ્નનો કાર્યક્રમ અચાનક શોકમાં ફેરવાઈ ગયો હતો. જેથી બાલુમાથના મેડિકલ ઓફિસર ડૉ. અશોક ઉડિયાએ લોકોને અપીલ કરી છે કે, જે લોકો લગ્નના કાર્યક્રમમાં જોડાયા છે, તેમણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવવો જોઈએ.