લખનઉ : ઉત્તર પ્રદેશમાં નજીવા નફા માટે લોકોના જીવની ચિંતા કર્યા વગર જે માફિયાઓ નકલી અને ઝેરી દારુ વેંચતા હતા, હવે તેમના વિરૂદ્ધ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. યોગી સરકારે ઝેરી દારુના કારણે થવા વાળા મૃત્યુ પર રોક લગાવવા માટે આબકારી અધિનિયમમાં સંસોધન કરી ફાંસીની જોગવાઈ કરી છે. એટલું જ નહીં યોગી સરકારએ લોકોના જીવ સાથે રમવાવાળા 586 દારુ માફિયાને ઓણખીને 3421 કેસ નોંધ્યા છે. અત્યાર સુધી 534 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારે અત્યાર સુધી 101 દારુ માફિયાની 13 કરોડથી વધુની સંપત્તિ કબ્જે કરી છે.
આબકારી અધિનિયમમાં સંશોધન કરીને ફાંસીની જોગવાઈ
યુપીમાં યોગી સરકારે પહેલી વાર આબકારી અધિનિયમમાં સંશોધન રીને ફાંસીની જોગવાઈ કરવામાં આવી છે. આવુ દેશમાં પહેલી વાર થયું છે, નહીં તો અત્યાર સુધી આબકારી અધિનિયમ હેઠળ દારૂ માફિયાને ફાંસની સજા આપવામાં નહોતી આવતી. લોકોના જીવન સાથે રમવાવાળા લોકો પર યોગી સરકાર કડક પગલા લઈ રહી છે.
દારૂ માફિયાઓ સામે 2807 કેસ નોંધાયા
આબકારી વિભાગના અગ્ર સચિવ સંજય ભુસરેડ્ડીના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન દારૂ માફિયાઓ સામે 2807 કેસ નોંધાયા છે. આ સાથે 73,660 લિટર ગેરકાયદેસર દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદે દારૂ માફિયાઓ પર યોગી સરકારની ચાબુક ચાલુ છે. નિર્દોષ લોકોના જીવ સાથે રમત કરનારા દારૂ માફિયાઓને સરકાર છોડવાના મૂડમાં નથી. આ જ કારણ છે કે ઝડપી કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.
87 આરોપીઓને મોકલવામાં આવ્યા જેલમાં
એકલા અલીગઢમાં મે મહિનામાં 87 આરોપીઓને બનાવટી દારૂના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા અને નવ કેસમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ 73 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 80 દારૂના દાણચોરોની હિસ્ટ્રી શીટ ખુલી છે. દારૂના ગેરકાયદે વ્યવસાયમાં સંડોવાયેલા 74 આરોપીઓ સામે નવ ટોળકીઓ નોંધાઈ છે. અલીગઢ જિલ્લામાં દારૂ માફિયાઓ પાસેથી 70 કરોડ 71 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને એક કરોડ 59 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.