ETV Bharat / bharat

Year-ender 2023 : વર્ષ 2023 ની સૌથી ભયંકર દુર્ઘટના - ઓડિશાના બાલાસોરનો ટ્રિપલ ટ્રેન અકસ્માત - કેન્દ્રીય રેલપ્રધાન અશ્વિની વૈષ્ણવ

ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલ ટ્રિપલ ટ્રેન દુર્ઘટના વિશ્વની સૌથી ભયંકર ટ્રેન દુર્ઘટનાઓમાંની એક છે. આ અકસ્માતમાં લગભગ 296 લોકોના મોત થયા હતા. આ ઘટનાને 6 મહિના વીતી ગયા હોવા છતાં હજુ ઘા રૂઝાયા નથી. આખું રાષ્ટ્ર હંમેશા આ ભયંકર અકસ્માતમાં જીવ ગુમાવનારાઓનું સન્માન અને બચી ગયેલા લોકોને સલામ કરશે. વર્ષ 2023 સમાપ્તિ પહેલાં ETV BHARAT તરફથી હિતિષા સ્વેનના આ અહેવાલમાં દુઃખદ દુર્ઘટનાના સમગ્ર ઘટનાક્રમ પર એક નજર...

Year-ender 2023
Year-ender 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 1:05 PM IST

હૈદરાબાદ : ઓડિશાના બાલાસોરમાં બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન પર સર્જાયેલ સૌથી ભયંકર ટ્રેન દુર્ઘટનાથી આખું રાષ્ટ્ર હચમચી ગયું હતું. જેમાં કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય લાઇનને બદલે પસાર થતા લૂપમાં ઉતરી અને પૂરપાટ ઝડપે માલગાડી સાથે અથડાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસમાં 21 કોચ હતા, જે તેની વધુ ઝડપને કારણે પાટા પરથી ઉતરી ગયા હતા. તેમાંથી ત્રણ કોચ સાથે બાજુના ટ્રેક પર આવી રહેલી SMVT બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસની જોરદાર અથડામણ થઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 296 લોકોએ જીવ ગુમાવ્યા અને 1000 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

2 જૂન 2023 : બાલાસોરનો ટ્રિપલ ટ્રેન અકસ્માત

આ દુર્ઘટના 2 જૂન 2023 ના રોજ સર્જાઈ હતી. ખડગપુર ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શાલીમાર-હાવડા કોરોમંડલ એક્સપ્રેસ (12841) લગભગ સાંજે 6:51 વાગ્યે બહાનાગા સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગઈ હતી. થોડા સમય પછી બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ (12864) ટ્રેન લગભગ 6:55 વાગ્યે તે જ સ્થળે પાટા પરથી ઉતરી ગઈ હતી. દુર્ઘટના બાદ અનેક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. સમાચાર મળ્યા પછી સેંકડો સ્થાનિક યુવાનો ઘાયલ અને પીડિતો માટે રક્તદાન કરવા માટે હોસ્પિટલોમાં લાઇનમાં ઉભા હતા.

3 જૂન 2023 : પ્રાથમિક તપાસન ડેટા - 238 મોત

3 જૂનના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ એક ખાસ હેલિકોપ્ટરમાં સવાર થઈ હાવડા જિલ્લાના ડુમુર્જલાના હેલિપેડથી નીકળી અને બાલાસોર તરફ પ્રયાણ કર્યું હતું. અકસ્માતના સ્થળે કેન્દ્રીય રેલપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી મીડિયા સાથે વાત કરતી વખતે શાબ્દિક યુદ્ધમાં પડ્યા હતા. સીએમ મમતાએ દાવો કર્યો હતો કે, જાણવા મળ્યું તે મુજબ ટ્રેન દુર્ઘટનામાં 500 થી વધુ લોકોના મોત થયા હોઈ શકે છે. ત્યારે જ તેમની બાજુમાં ઉભેલા અશ્વિન વૈષ્ણવે તરત કહ્યું, ઓડિશા સરકારના ડેટા અનુસાર 238 લોકોના મોત થયા છે.

તિબેટીયન આધ્યાત્મિક આગેવાન દલાઈ લામાએ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અનેક લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા શોક વ્યક્ત કર્યો હતો. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકને લખેલા પત્રમાં તેમણે કહ્યું, આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં ઘાયલ અને અસરગ્રસ્ત થયેલા લોકો માટે પ્રાર્થના કરું છું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બહાનગર બજાર સ્ટેશનથી આગળ ઓડિશામાં ભયાનક રેલ દુર્ઘટનામાં સામેલ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન મુખ્ય લાઇનને બદલે લૂપ લાઇનમાં પ્રવેશી અને ત્યાં ઉભેલી માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે “કવચ” આ રૂટ પર ઉપલબ્ધ નથી.

શું છે “કવચ” ?

ટ્રેનની અથડામણ મુખ્યત્વે લોકો પાઇલોટ્સ જમ્પિંગ સિગ્નલ (ડેન્જર પર સિગ્નલ પસાર કરે અથવા SPAD) દ્વારા થાય છે. જ્યારે આવું થાય ત્યારે કવચ ચેતવણી આપે છે. કવચ એજ લાઈન પર નક્કી કરેલા અંતર પર બીજી ટ્રેન શોધે છે, ત્યારે સિસ્ટમ આપમેળે લોકો પાઇલટને સૂચિત કરી શકે છે. જેથી ટ્રેનને બ્રેક લગાવી શકાય અને યોગ્ય સમય પર ટ્રેનને રોકી શકે છે.

પ્રારંભિક તપાસ અહેવાલની નકલ પીટીઆઈ દ્વારા મેળવવામાં આવી હતી. જે અનુસાર ટ્રેન નંબર 12841 ને અપ મેઈન લાઇન પર આગળ વધવા માટે સંપૂર્ણ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ ટ્રેન લૂપ લાઇનમાં પ્રવેશી અને માલસામાન ટ્રેનની સાથે અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. રિપોર્ટ અનુસાર ટ્રેન નંબર 12864 ના બે કોચ પાટા પરથી ઉતરી ગયા અને પલટી ગયા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 થતા ઓડિશા સરકારે લગભગ 160 મૃતદેહોને ભુવનેશ્વર લાવવાનો નિર્ણય કર્યો હતો. જેથી તેેમની વધુ સારી રીતે જાળવણી કરી શકાય અને મૃતકોના પરિવારના સભ્યો પરિજનની સરળતાથી ઓળખ કરી શકે.

4 જૂન 2023 : CBI તપાસ

4 જૂનના રોજ સમગ્ર બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી અને રાત સુધીમાં ટ્રેક પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો. બીજી તરફ પીએમ મોદીએ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ તેમના દયાળુ શબ્દોથી ખૂબ પ્રભાવિત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વના ઘણા નેતાઓએ આ દુ:ખદ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય રેલપ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે, દુ:ખદ ટ્રેન દુર્ઘટનાનું મૂળ કારણ શોધી કાઢવામાં આવ્યું છે. આ માટે જવાબદાર લોકોની ઓળખ કરી લીધી છે. અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી કે દુર્ઘટનાનું મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફાર હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, આ દુર્ઘટનાને કવચ સાથે કોઈ લેવાદેવા નથી. સુરક્ષાના કારણોસર લોકો પાયલટ અને આસિસ્ટન્ટ લોકો પાઈલટને આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી હતી. આ દુઃખદ ઘટનાના ત્રણ દિવસ પછી પાડોશી રાજ્યો છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહારના લોકોએ પોતાના પરિવારના સભ્યોની શોધ ચાલુ રાખી હતી. કેટલાક નજીકના સંબંધીઓ અકસ્માત સ્થળે તેમને શોધી શક્યા ન હતા.

બાદમાં રેલવે બોર્ડે આ મામલે CBI તપાસની ભલામણ કરી હતી. આ દરમિયાન ઓડિશા સરકાર માટે સૌથી મોટો પડકાર 150 થી વધુ બિનવારસી મૃતદેહોની ઓળખ કરવાનો હતો. કારણ કે મૃતદેહ એ હદે વિકૃત હતા કે તેની ઓળખ કરવી શક્ય નહોતી. તેથી મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ માહિતી આપી હતી કે, બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર તેમના ડીએનએ અને ફિંગરપ્રિન્ટ્સ એકત્રિત કર્યા પછી કરવામાં આવશે. સૌથી ભયંકર દુર્ઘટનાના લગભગ 51 કલાક પછી 5 જૂનના રોજ પ્રથમ ટ્રેને રૂટ પર તેની મુસાફરી શરૂ કરી હતી.

તે દિવસે સવારે લગભગ 10.40 વાગ્યાની આસપાસ વિઝાગ બંદરેથી કોલસા ભરેલી માલસામાનની ટ્રેને રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટની મુસાફરી શરૂ કરી હતી. જ્યારે ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી ત્યારે કેન્દ્રીય રેલ્વેપ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં ઉપસ્થિત હતા. 2 જૂનનના રોજ જીવલેણ અકસ્માત થયો હતો, જ્યારે બેંગ્લોર-હાવડા ટ્રેન અને માલસામાન ટ્રેને એક જ ટ્રેક પર મુસાફરી કરી હતી. 6 જૂનના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ટીમે તપાસ શરૂ કરી હતી. કેટલાક સેન્ટ્રલ ફોરેન્સિક સભ્યો સાથે 10 સભ્યોની સીબીઆઈ ટીમ બહાનાગા સ્ટેશન ખાતે ઘટનાસ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરવા માટે મુખ્ય લાઈન અને લૂપ લાઇનની મુલાકાત લીધી. ટીમના કેટલાક સભ્યોએ સિગ્નલ રૂમની મુલાકાત લીધી અને ત્યાંના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. 7 જૂનના રોજ સીબીઆઈએ તેની તપાસ દરમિયાન રેલવે સ્ટાફના મોબાઈલ ફોન જપ્ત કર્યા અને તેમના કોલ રેકોર્ડ, વોટ્સએપ કોલ અને સોશિયલ મીડિયાના ઉપયોગની તપાસ કરી હતી.

9 જૂન 2023 : પીડિત પરિવારોને વળતર

9 જૂનથી અત્યાર સુધીમાં રેલ્વે મંત્રાલય દ્વારા 661 પીડિત પરિવારોને 22.66 કરોડ રૂપિયાનું વળતર વિતરિત કરવામાં આવ્યું છે. 12 જૂનના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ભારતીય રેલવેના એક સ્ટેશન માસ્ટર, એક ટેકનિશિયન અને અન્ય કર્મચારીને ઝડપી લીધા હતા. ત્રણેયને પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. 16 જૂનના રોજ ઘાયલ વ્યક્તિના મોત સાથે મૃત્યુઆંક વધીને 290 પર પહોંચ્યો હતો.

11 જૂન 2023 : દેશવ્યાપી અસર

11 જૂનના રોજ નિવૃત્ત ન્યાયાધીશ, અમલદારો અને નિવૃત સૈનિકો સહિત અગ્રણી નાગરિક સમાજના સભ્યોના જૂથે ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રગતિને નબળા કરવાના પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પત્ર પર 270 લોકો દ્વારા સહી કરવામાં આવી હતી. તેમાં રાજસ્થાન હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અનિલ દેવ સિંહ, ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એસએમ સોની, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ DGP વિક્રમસિંહ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ DGP પ્રવીણ દીક્ષિત, ભૂતપૂર્વ J&K પોલીસ વડા એસપી વૈદ અને CBI ભૂતપૂર્વ ડાયરેક્ટર નાગેશ્વર રાવ પણ સામેલ હતા. ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અને રાજ્યસભાના મહાસચિવ યોગેન્દ્ર નારાયણ, ભૂતપૂર્વ RAW ચીફ સંજીવ ત્રિપાઠી અને ભૂતપૂર્વ NIA ડિરેક્ટર યોગેશ ચંદ્ર મોદી પણ હસ્તાક્ષર કરનારાઓમાં સામેલ હતા.

30 જૂન 2023 : જવાબદાર કોણ ?

30 જૂનના રોજ AIIMS ભુવનેશ્વરમાં સચવાયેલા વધુ 29 મૃતદેહોની ડીએનએ પરીક્ષણ દ્વારા ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને તેમના પરિવારોને સોંપવામાં આવી હતી. CBI દ્વારા 7 જુલાઈના રોજ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાલાસોર જિલ્લામાં નોકરી કરતા ત્રણ લોકોની એજન્સી દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં ટેકનિશિયન પપ્પુ કુમાર, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને સિનિયર સેક્શન એન્જિનિયર (સિગ્નલ) અરુણ કુમાર મહંતા સામેલ હતા. ત્રણેયની આઈપીસી કલમ 304 અને પુરાવાના નાશ બદલ 201 ના આધાર હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના અધિકારીઓ આરોપીઓને ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. તેમની મેડિકલ તપાસ બાદ તેમને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

CBI અધિકારીઓએ આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ભુવનેશ્વરની સ્પેશિયલ કોર્ટે આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ હેઠળ રાખવા આદેશ આપ્યો હતો. તપાસને વધુ તીવ્ર બનાવતા સીબીઆઈ અધિકારીઓએ ત્રણ શકમંદોની પુછપરછ કરી હતી. તેમને ભુવનેશ્વરની બહારના ચાંદાકા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 9 જુલાઈના રોજ સીબીઆઈએ સ્ટેશન માસ્ટરને ભુવનેશ્વરમાં સીબીઆઈ ઓફિસમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. બીજા દિવસે ટીમે વધુ બે ભારતીય રેલવે કર્મચારીઓને બોલાવ્યા અને અકસ્માતના સંબંધમાં તેમની પૂછપરછ કરી હતી.

11 જુલાઈ 2023 : મૃત્યુઆંક 295

11 જુલાઈના રોજ સીબીઆઈએ પ્રારંભિક પાંચ દિવસની મુદત પૂરી થયા પછી બહાનાગા ટ્રેન અકસ્માતના ત્રણ આરોપીઓ માટે વધારાના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીને કોર્ટે આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ હેઠળ રાખવાની મંજૂરી આપી હતી. તેમના રિમાન્ડ પૂરા થયા બાદ આરોપીઓને કોર્ટમાં મોકલવામાં આવ્યા હતા. જોકે ત્રણમાંથી બે આરોપી અરુણ કુમાર મહંતા અને મોહમ્મદ અમીર ખાને જામીનની વિનંતી કરી હતી. બે મહિના પછી મૃત્યુઆંક વધીને 295 પહોંચી હતી.

આ દુઃખદ ઘટનાના ચાર મહિના પછી 11 ઓક્ટોબરના રોજ ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા 28 મૃતદેહનો અગ્નિસંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યો હતો. સવારે 8 વાગ્યાની આસપાસ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ટ્રિપલ-ટ્રેન અકસ્માત વિશ્વના સૌથી ભયંકર ટ્રેન અકસ્માતોમાંનો એક છે.

વર્ષ 2023 ની વધુ year-ender સ્ટોરી

  1. Year-ender 2023 : વર્ષ 2023 માં ભાજપની હેટ્રિક મિશન 2024 લોકસભા ચૂંટણીનો પાયો બનશે ?
  2. Year-ender 2023 : ODI વર્લ્ડ કપ, ભારતીય ક્રિકેટ ટીમની રોમાંચક વિજયયાત્રાનો દુઃખદ અંત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.