- યમુનાનગરના યુવાને જેમ્સ કુક બ્રિસબેન ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીના કર્યું ટોપ
- શુભકામના આપવા માટે ઘરની બહાર લાગી લાઈનો
- પરીવાર પુત્રની ઉપલબ્ધીથી ખૂશ
યમુનાનગર : હરિયાણાના યમુનાનગર જિલ્લાનો રહેવાસી રણધીર કૌશિકે જેમ્સ કુક બ્રિસબેન ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીના બીજા વર્ષની બેચમાં ટોપ કર્યું છે. રણધીરની આ ઉપલબ્ધી માટે શુભકામના આપવા માટે લોકોની લાઈનો લાગી છે. રણધીરના પરીજનો મિઠાઈઓ ખાઈને ખુશી મનાવી રહ્યા છે. રણધીરની માતા વ્યવસાયે એસ્ટ્રોલોજીસ્ટ છે. તેઓ દિકરાની આ ઉપલબ્ધીથી ખૂશ છે.
બહેનોની મહત્વની ભૂમિકા
રણધીરને ઓસ્ટ્રેલિયા ગયોને 3 વર્ષ થયા છે. આઇટીના 3 વર્ષ છે, ત્યારબાદ 2 વર્ષનું કામ છે. તેના પિતા પવનકુમાર કૌશિક ઇકોનોમિક સેલ જગાધરીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેણે કહ્યું કે તેની પાછળ રણધીરની બે બહેનો અનમિકા અને અંકશાની પણ મહત્વની ભૂમિકા છે.
આ પણ વાંચો : CA ઇન્ટર મીડિયેટનું પરિણામ જાહેર થતાં જ સુરતનો વિદ્યાર્થી 47માં ક્રમે
પાછલા વર્ષે પણ ટોપ કર્યું
ગયા વર્ષે રણધીરે પહેલા વર્ષમાં પણ ટોપ કર્યું હતું. જે બાદ ઓસ્ટ્રેલિયા સરકારે રણધીરને લાખો રૂપિયાની શિષ્યવૃત્તિ આપી હતી. રણધીરની માતાએ જણાવ્યું કે તે સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ સેક્ટર 17નો વિદ્યાર્થી છે. તે અહીં પણ ટોપર હતો. હવે ઓસ્ટ્રેલિયામાં પણ તેણે ટોપ કર્યું છે. જેના કારણે ખુશીનું વાતાવરણ છે.