નવી દિલ્હી: સરકાર દ્વારા મે મહિનામાં ઘઉં અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ તેમજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના (Reduction in excise duty) કારણે જૂનમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટ્યો (Increase inflation rate) છે. તેના કારણે જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 15.18 ટકા પર આવી ગયો છે. જ્યારે મે 2022માં જથ્થાબંધ ફુગાવો 15.88 ટકાના સ્તરે હતો. તમને જણાવી દઈએ કે, જૂન 2021માં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાનો (Increase food prices) દર ગયા વર્ષે 12.07 ટકા હતો. જોકે, જથ્થાબંધ ફુગાવાનો દર છેલ્લા 15 મહિનાથી ડબલ ફિગરમાં જ રહ્યો છે.
આ પણ વાંચો : હવે ઈન્ટરનેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું પેમેન્ટ રૂપિયામાં થશે, બેંકોને અપાઈ સૂચના
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો : વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થવાને કારણે ખનિજ તેલના ભાવમાં વધારો, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો, મોંઘા ક્રૂડ પેટ્રોલિયમ વગેરેમાં વધારો નોંધાયો છે. તેનું મુખ્ય કારણ મોંઘી ખાદ્ય વસ્તુઓ છે. જૂનમાં ખાદ્ય ફુગાવાનો દર વધીને 12.41 ટકા થયો છે, જ્યારે મે મહિનામાં ખાદ્ય ફુગાવાનો દર 10.89 ટકા હતો. એ જ રીતે જૂન મહિનામાં બટાટા અને ફળોના ભાવમાં પણ વધારો થયો છે. આ સમયગાળામાં દૂધ પણ મોંઘુ થઈ ગયું છે. તેમજ જથ્થાબંધ ફુગાવાના આંકડા મુજબ જુન મહિનામાં ઈંધણ અને વીજળીનો જથ્થાબંધ મોંઘવારી દર 40.38 ટકા રહ્યો છે.
આ પણ વાંચો : આવકવેરા રિટર્ન ફાઇલ કયારે કરી શકાય, જાણો તે વિશે...
રિટેલ ફુગાવાના આંકડા : જો કે મે મહિનામાં 40.62 ટકાથી નજીવો ઘટાડો થયો હતો. જૂનમાં ઉત્પાદન માલનો જથ્થાબંધ મોંઘવારી દર મે મહિનામાં 101.11 ટકાથી ઘટીને 9.19 ટકા પર આવી ગયો છે. આ અગાઉ મંગળવાર, 12 જૂને રિટેલ ફુગાવાના આંકડા બહાર આવ્યા હતા.