ETV Bharat / bharat

આજે વિશ્વની વસ્તી 8 અબજ થશે: યુએન રિપોર્ટ - 8 billion people

વિશ્વની વસ્તી આજે 8 અબજ સુધી પહોંચી જશે. (world population to hit 8 billion people ) યુનાઈટેડ નેશન્સે વિશ્વ વસ્તી દિવસને લઈને આ અનુમાન લગાવ્યું છે.

આજે વિશ્વની વસ્તી 8 અબજ થશે: યુએન રિપોર્ટ

author img

By

Published : Nov 15, 2022, 9:57 AM IST

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ મંગળવારે વિશ્વની વસ્તી 8 અબજ સુધી પહોંચી જશે. તે માનવ વિકાસમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવતું હતું. (world population to hit 8 billion people )યુએનના તાજેતરના અંદાજો સૂચવે છે કે વૈશ્વિક વસ્તી 2030માં લગભગ 8.5 અબજ, 2050માં 9.7 અબજ અને 2100માં 10.4 અબજ થઈ શકે છે.

12 વર્ષ લાગ્યાં: વર્લ્ડ પોપ્યુલેશન ડે, સંદર્ભે સોમવારે બહાર પાડવામાં આવેલા વાર્ષિક વિશ્વ વસ્તી સંભાવના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક વસ્તી 1950 પછી તેના સૌથી ધીમા દરે વધી રહી છે, જે 2020 માં ઘટીને એક ટકાથી પણ ઓછી થઈ ગઈ છે. જ્યારે વૈશ્વિક વસ્તી 7 થી 8 બિલિયન સુધી વધવા માટે 12 વર્ષ લાગ્યાં છે, ત્યારે તેને 9 બિલિયન સુધી પહોંચવામાં લગભગ 15 વર્ષ (2037 સુધીમાં) લાગશે, જે દર્શાવે છે કે વૈશ્વિક વસ્તીનો એકંદર વિકાસ દર ધીમો પડી રહ્યો છે.

વધુ વૃદ્ધિ આઠ દેશોની: 2050 સુધી વૈશ્વિક વસ્તીમાં અંદાજિત અડધાથી વધુ વૃદ્ધિ આઠ દેશોની હશે: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજીરીયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાંઝાનિયા. સબ-સહારન આફ્રિકાના દેશો 2050 સુધીમાં અપેક્ષિત વધારામાં અડધાથી વધુ યોગદાન આપે તેવી અપેક્ષા છે.(world population)

વધુ જટિલ: આર્થિક અને સામાજિક બાબતોના યુએનના અન્ડર-સેક્રેટરી-જનરલ લિયુ ઝેનમિને જણાવ્યું હતું કે, “ઝડપી વસ્તી વૃદ્ધિ ગરીબી નાબૂદી, ભૂખ અને કુપોષણ સામે લડવા અને આરોગ્ય અને શિક્ષણ પ્રણાલીના કવરેજને વધુ જટિલ બનાવે છે. તેનાથી વિપરીત, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવાથી, ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ અને લિંગ સમાનતા સંબંધિત, પ્રજનન સ્તર ઘટાડવામાં અને વૈશ્વિક વસ્તી વૃદ્ધિ ધીમી કરવામાં ફાળો આપશે,”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.