ETV Bharat / bharat

Champions Trophy 2025 : વર્લ્ડ કપની ટોચની સાત ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની યજમાનીમાં રમશે - વર્લ્ડ કપની ટોચની સાત ટીમો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી દ્વારા 2024 - 2031ના આંતરરાષ્ટ્રીય કેલેન્ડર માટે 2021માં ચેમ્પિયન્સ ટ્રોફીને પુનર્જીવિત કરી હતી. હવે વધુ ખબર મળી રહ્યાં છે કે આ સ્પર્ધાની બે આવૃત્તિઓ 2025 અને 2029માં યોજાશે.જેમાં 2025માં વર્લ્ડ કપની ટોચની સાત ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની યજમાની હશે.

Champions Trophy 2025 : વર્લ્ડ કપની ટોચની સાત ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની યજમાનીમાં રમશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 4:08 PM IST

હૈદરાબાદ : ICC ODI વર્લ્ડ કપ 2023માં ઘણી ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. હવે આ તમામ ટીમો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો આ અહેવાલો પર નજર કરવામાં આવે તો આ સાત ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સીધી એન્ટ્રી મળશે. આ સાથે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમશે પછી ભલે તે ગમે તે નંબર પર હોય.

લીગ સ્ટેજની સમાપ્તિ પછી રેન્કિંગ થશે : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આ સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો ICC વર્લ્ડ કપ 2023માં રમી રહેલી કેટલીક ટીમોનેે લોટરી લાગવાની છે. તેમને 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સીધી એન્ટ્રી મળવા જઈ રહી છે. આ ટીમો ICC વર્લ્ડ કપ 2023ના લીગ સ્ટેજની સમાપ્તિ પછી રેન્કિંગના આધારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થશે. જેમાં વર્લ્ડ કપ 2023ની ટોચની 7 ટીમોને ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની તક મળશે.

પાકિસ્તાનનો યજમાન રાષ્ટ્ર તરીકે સમાવિષ્ટ : પાકિસ્તાનની ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફી રમનારી ટીમોમાં સામેલ થશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ( PCB ) આ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ યજમાન હોવાને કારણે તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સ્થાન આપવામાં આવશે. આઈસીસી બોર્ડે 2021માં જ આ નિર્ણય લીધો હતો. ICC ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન કયું સ્થાન ધરાવે છે તેનાથી કોઈ ફરક પડવાનો નથી. તેને ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહેલી ટીમોમાં યજમાન રાષ્ટ્ર તરીકે સમાવિષ્ટ કરવામાં આવશે.

આ દેશની ટીમ ભાગ નહીં લઇ શકે : જોકે ICC ODI વર્લ્ડ કપની ટોચની 7 ટીમોના ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સીધા ક્વોલિફાય થવાના સમાચારથી ઘણા ક્રિકેટ બોર્ડ નિરાશ થયા છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ જેવા ક્રિકેટ બોર્ડનો સમાવેશ થાય છે. આ ટીમો ODI વર્લ્ડ કપ 2023માં ભાગ લઇ રહી નથી ત્યારે તેમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાની તક નહીં મળે. આ ખબર તેમના માટે નિરાશાજનક છે.

ચેમ્પિયન ટ્રોફીમાં 8 ટીમો ભાગ લઈ શકશે : અપેક્ષા એવી પણ છે કે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ જેવી મજબૂત ટીમો પણ ચેમ્પિયન્સ ટ્રોફી 2023માં કદાચ જોવા નહીં મળે. કેમ કે ICC ODI વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડની ટીમ 10મા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશની ટીમ 9મા સ્થાને છે. જો આ બંને ટીમો વર્લ્ડ કપ 2023ના લીગ સ્ટેજ પછી ટોપ 7 ટીમોમાં સ્થાન મેળવવામાં સફળ નહીં થાય, તો ચોક્કસપણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ ભાગ નહીં લઇ શકે. ચેમ્પિયન ટ્રોફીમાં 8 ટીમો ભાગ લઈ શકશે. આ સમયગાળા દરમિયાન દરેક 4 ટીમોના 2 જૂથો બનાવવામાં આવશે.

  1. World Cup 2023 IND vs ENG : ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું, 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં અંગ્રેજો પર જીત મેળવી
  2. Etv Bharat Exclusive: હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાથી રોહિત-વિરાટ સાથે મળીને છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવી શકે છેઃ અજય રાત્રા
  3. Cricket World Cup 2023 : ટ્રેવિસ હેડે પોતાની વર્લ્ડ કપની ડેબ્યુ મેચમાં શાનદાર સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.