ETV Bharat / bharat

World Cup 2023 : ઓપનર પથુમ નિસાન્કાનો અફસોસ, શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે સારી શરુઆત ન કરી - મિડલ અને લોઅર મિડલ ઓર્ડર

સોમવારે અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં શ્રીલંકાને ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ચાલુ વર્લ્ડ કપમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓપનર પથુમ નિસાન્કાએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેની ટીમના મિડલ અને લોઅર મિડલ ઓર્ડરના પતન પર અફસોસ વ્યક્ત કર્યો હતો.

World Cup 2023 : ઓપનર પથુમ નિસાન્કાનો અફસોસ, શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે સારી શરુઆત ન કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 2:49 PM IST

લખનઉ: વર્લ્ડ કપ 2023માં સોમવારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની આ 14મી મેચમાં પ્રથમ વિજય મેળવ્યો છે. આ સાથે જ શ્રીલંકા વર્લ્ડ કપની પ્રથમ ત્રણ મેચ હારી ગયું છે. મેચમાં શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કા અને કુસલ પરેરાએ 125 રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત કરાવી હતી. પરંતુ તેમની ભાગીદારી મેચ જીતવામાં મદદ કરી શકી ન હતી અને 5 વખત વિજેતા ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

નિસાન્કાએ સારું પરફોર્મ કર્યું પણ.. : નિસાન્કાએ 67 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતાં. જોકે, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે તેને 22મી ઓવરમાં આઉટ કર્યો હતો. કુસલ પરેરા (82 બોલમાં 78 રન)ના આઉટ થયા બાદ શ્રીલંકાએ ધડાધડ વિકેટો ગુમાવી દીધી હતી અને 209 રન પર સમેટાઇ ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ મિશેલ માર્શ અને જોશ ઈંગ્લિસની અડધી સદીની મદદથી માત્ર 35.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

અમને ખૂબ જ અફસોસ : પથુમ નિસાન્કાએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે 300 ની નજીક પણ પડકારજનક સ્કોર હોત પરંતુ ટીમ આશાસ્પદ શરૂઆત જાળવી રાખવામાં નિષ્ફળ રહી. હાર પર અફસોસ વ્યક્ત કરતાં તેણે કહ્યું કે અમારી શાનદાર શરૂઆત છતાં, અમે તેને જાળવી ન શક્યા તેનો અમને ખૂબ જ અફસોસ છે, જેના પરિણામે અમે 210 રનના સ્કોર સુધી મર્યાદિત રહી ગયા. આવી વિકેટ પર હું માનું છું કે અમારે 300 રનની નજીક લક્ષ્ય રાખવું જોઇતું હતું.

હું માનું છું કે મેં ટીમ માટે મારું સર્વશ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે. મને આશા છે કે હું પર્યાપ્ત રન બનાવીને અને આગામી મેચોમાં મોટી ઇનિંગ્સ રમીને મહત્વનું યોગદાન આપી શકીશ...પથુમ નિસાન્કા (ઓપનર, શ્રીલંકન ક્રિકેટ ટીમ)

મનોબળ સારું : આપને જણાવી દઈએ કે શ્રીલંકાને સ્પર્ધામાં રહેવા માટે હવે તેની બાકીની તમામ છ મેચ જીતવી જરૂરી છે અને નિસાન્કાનું માનવું છે કે ટીમનું ધ્યાન તેણે કરેલી ભૂલોમાંથી શીખવા પર છે. નિસાન્કાએ છેલ્લે કહ્યું હતું કે ' અમારું ધ્યાન હવે અમારી ભૂલોમાંથી શીખવા પર છે અને આગામી મેચોમાં મજબૂત પ્રદર્શન માટે પ્રયત્નશીલ છીએ. આપણું મનોબળ સારું છે. અમને આશા છે કે અમે આ મેચોમાં સારું રમીશું અને બાકીની મેચો જીતીશું. શ્રીલંકાની આગામી મેચ 21 ઓક્ટોબર શનિવારના રોજ નેધરલેન્ડ સામે અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાશે.

  1. Adam Zampa : એડમ ઝમ્પાએ ખુલાસો કર્યો કે શ્રીલંકા સામે તેને પીઠમાં થોડો દુખાવો હતો અને તેની તબિયત સારી ન હતી
  2. World Cup 2023 : દમદાર દક્ષિણ આફ્રિકાની સતત ત્રીજી જીત પર નજર, આજે નેધરલેન્ડ સામે ટકરાશે
  3. World Cup 2023 : અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બટલર કહ્યું, પોતાની ટીમ પર પૂરો વિશ્વાસ છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.