ETV Bharat / bharat

world consumer protection day 2023 : કેમ ઉજવવામાં આવે છે, વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ - world consumer protection day

ગ્રાહક બજારનો મલિક છે. તે જે પણ વસ્તુની ખરીદી કરે તેની એક ચોક્કસ કિંમત તે ચૂકવતો હોય છે, પણ જો તેના બદલામાં તેને ચોક્કસ ગુણવત્તાસભર અને નક્કી કરેલા માપદંડ પ્રમાણેની વસ્તુ જો ન મળે તો શું? વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ દર વર્ષે 15મી માર્ચે ગ્રાહકોના અધિકારો અને રક્ષણ તેમજ ઘટકો વિશેની સચોટ માહિતી માટે ઉજવવામાં આવે છે.

world consumer protection day 2023
world consumer protection day 2023
author img

By

Published : Mar 14, 2023, 10:53 AM IST

અમદાવાદ: વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે. ગ્રાહકના હિતોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 15 માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને તેના લાભ માટે તેના હેઠળ બનેલા કાયદાઓ વિશે માહિતગાર કરવાનો છે.

જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવે છે: બેફામ સંગ્રહખોરી, કાળાબજાર, બજારમાં ભેળસેળયુક્ત સામગ્રીનું વિતરણ, ઓવરચાર્જિંગ, બિન-માનક વસ્તુઓનું વેચાણ, છેતરપિંડી, માપણીમાં ગેરરીતિ, ગેરંટી પછી સેવા ન આપવી, ઉપરાંત ગ્રાહકો સામેના ગુનાઓ અંગે જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો: SHEETALA ASHTAMI 2023 : ક્યારે છે શીતળાષ્ટમી, શું છે વાસી ખાવાની પરંપરા, જાણો

ગ્રાહક ચળવળની શરૂઆત ક્યાં થઈ હતી: વર્ષ 1966માં ભારતમાં ગ્રાહક ચળવળની શરૂઆત મુંબઈથી થઈ હતી. વર્ષ 1974માં પુણેમાં ગ્રાહક પંચાયતની સ્થાપના થયા પછી ઘણા રાજ્યોમાં ગ્રાહક કલ્યાણ માટેની સંસ્થાઓની રચના કરવામાં આવી અને આ ચળવળ આગળ વધતી રહી.

સંરક્ષણનો અધિકાર: દરેક ગ્રાહકને ખતરનાક માલ અને સેવાઓના માર્કેટિંગ સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે. આ અધિકાર તમામ નાગરિકોનું સલામત અને સુરક્ષિત જીવન સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવ્યો છે. આ અધિકારમાં ગ્રાહકોના લાંબા ગાળાના હિતો તેમજ તેમની વર્તમાન જરૂરિયાતોની ચિંતાનો સમાવેશ થાય છે.

જાણવાનો અધિકાર: ગ્રાહકોને માલ કે સેવાઓની ગુણવત્તા, જથ્થા, શુદ્ધતા, ધોરણ અને કિંમત વિશે યોગ્ય માહિતી મળવી જોઈએ. તેનાથી ઉપભોક્તા પોતાની જાતને ઘણી ખોટી વસ્તુઓથી બચાવી શકે છે. આમ તમામ સંબંધિત માહિતી પૂરી પાડવાની જવાબદારી ઉત્પાદકની છે.

આ પણ વાંચો:Chaitra Navratri 2023 : આ દિવસથી શરૂ થશે ચૈત્રી નવરાત્રિ, માતાને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

પસંદગીનો અધિકાર: દરેક ઉપભોક્તાને તેની પસંદ અથવા નાપસંદ અનુસાર માલ અથવા સેવાઓ પસંદ કરવાનો અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે વાજબી કિંમતે ઉત્પાદનો અને સેવાઓની ઉપલબ્ધતા, ક્ષમતા અને ઍક્સેસની ખાતરી.

શું છે કાયદામાં સજાની જોગવાઈ?: ઇન્જેરિયસ ટૂ હેલ્થ હોય તેવી વસ્તુઓનું ગ્રાહકને વેચાણ કરતા ગુનાની ગંભીરતા મુજબ 3 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જ્યારે સબસ્ટાન્ડર્ડ કે મિસ્બ્રાન્ડેડ વસ્તુનોનું વેચાણ કરતા રૂપિયા 5 હજારથી 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.