ETV Bharat / bharat

વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસ 2021 વિશેષઃ બ્રેઇન ટ્યૂમરના દર્દીઓએ ઝડપથી વેક્સીન લઇ લેવી જોઇએ

બ્રેઇન ટ્યૂમર-મગજની ગાંઠ જેવી ગંભીર સમસ્યા વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 8 જૂને વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે આ વિશેષ દિવસ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને વિશેષ હેતુથી ઉજવાઈ રહ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે દર્દી મગજની ગાંઠથી પીડિત છે તેઓ કોવિડ-19ની રસી વહેલી તકે લઇ લે.

વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસ 2021 વિશેષઃ બ્રેઇન ટ્યૂમરના દર્દીઓએ ઝડપથી વેક્સીન લઇ લેવી જોઇએ
વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસ 2021 વિશેષઃ બ્રેઇન ટ્યૂમરના દર્દીઓએ ઝડપથી વેક્સીન લઇ લેવી જોઇએ
author img

By

Published : Jun 8, 2021, 5:08 PM IST

  • 20 વર્ષથી વિશ્વમાં 8 જૂને વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડેની ઉજવણી થાય છે
  • ભારતમાં પણ મગજની ગાંઠના કેસોની સંખ્યા સતત વધી રહી છે
  • મગજની ગાંઠથી પીડાતા દર્દી કોરોના સંક્રમણ માટે વધુ સંવેદનશીલ હોય છે

નવી દિલ્હીઃ છેલ્લા 20 વર્ષથી આખા વિશ્વમાં 8 મી જૂને વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડેની ઉજવણી કરવામાં આવે છે. જેની શરુઆત બ્રેઇન ટ્યૂમર એસોસિએશન,જર્મની (ડ્યુશે હિંટમ્યુમહિલ્ફે ઇ.વી.) દ્વારા સૌ પ્રથમ જર્મનીમાં કરવામાં આવી હતી. જેનો હેતુ લોકોને મગજની ગાંઠના રોગ વિશે જાગૃત અને શિક્ષિત બનાવવાનો હતો. આંકડા મુજબ, જર્મનીમાં કેન્સરગ્રસ્ત મગજની ગાંઠ ખૂબ સામાન્ય છે. એકલા જર્મનીમાં, 8,000થી વધુ લોકો આ રોગથી ગ્રસ્ત છે. ભારતમાં પણ મગજની ગાંઠના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ વર્ષે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને નિષ્ણાતો દ્વારા ખાસ કરીને આ દિવસે મગજની ગાંઠના ભોગ બનેલા લોકોને કોરોના રસી ઝડપથી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક અભિયાન યોજવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે મગજની ગાંઠના દર્દી કોરોના વાયરસના સંક્રમણ માટે વધુ સંવેદનશીલ હોય છે. તેથી માત્ર મગજની ગાંઠના દર્દી જ નહીં, કોઈ પણ ગંભીર રોગથી પીડિત લોકોએ પણ પ્રાથમિકતાના ધોરણે રસી લેવી જોઈએ.

બ્રેઇન ટ્યૂમર વિશે જાણો

મગજની ગાંઠ એ એક એવો રોગ છે જેમાં મગજમાં હાજર કોષો અસામાન્યપણે વધવા લાગે છે. જેના કારણે ધીરે ધીરે મગજમાં એક પેશીનું ગઠ્ઠુો રચાય છે જેને મગજની ગાંઠ કહે છે. પ્રાથમિક તબક્કે, આ ગાંઠ મગજ, તેની સાથે સંકળાયેલ રક્ત વાહિનીઓ, પિનિયલ ગ્રંથિ, પિટ્યૂટેરી ગ્રંથિ અને મેન્ઇજસ એટલે કે સેરેબ્રોસ્પાઇનલ પટલમાં જોઇ શકાય છે. તે વિવિધ પ્રકારના હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કેટલીક ગાંઠો જટિલ અને જીવન માટે જોખમી નથી, પરંતુ કેટલાકમાં કેન્સર થવાની સંભાવના હોઇ શકે છે. તેથી આ સમસ્યાને હળવાશથી લેવી ન જોઇએ.

આ પણ વાંચોઃ શું બાજરી સહિતના મિલેટ્સ આરોગ્યવર્ધક અનાજ છે?

બ્રેઇન ટ્યૂમરના ચિહ્નો અને લક્ષણ

મગજની ગાંઠના ચિહ્નો-તીવ્ર અને સતત માથાનો દુખાવો - વારંવાર માથાનો દુખાવો અને ધીમે ધીમે માથાનો દુખાવો એ સંકેતો છે. સ્મરણ શકિતને નુકશાન- વસ્તુઓ યાદ કરવામાં તકલીફ પડે છે અને હંમેશાં મૂંઝવણ અનુભવાય છે. ઉલટી અથવા ઉબકા, પેટની અગવડતા અથવા માંદગીની લાગણી અને માથાના તીવ્ર દુખાવા સાથે ઉલટી થવી એ મગજની ગાંઠના પ્રારંભિક લક્ષણો પણ છે. ગાંઠ થતાં અસ્પષ્ટ દ્રષ્ટિ, ડબલ દ્રષ્ટિ અને દ્રષ્ટિ ગુમાવવી જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. આ સિવાય કેટલાક લોકોને વસ્તુઓ તરફ નજર નાખે ત્યારે ધબ્બા જેવું દેખાય અને રંગોને ઓળખવામાં પણ તકલીફ પડી શકે છે.

કોઈ પણ પ્રકારની ગાંઠ હોય તો આંચકી આવી પ્રારંભિક સંકેતોમાંની એક છે. ગાંઠમાંથી બળતરા મગજના ન્યુરોન્સ પર દબાણ કરે છે ત્યારે મગજમાં અસામાન્ય હલનચલન અનુભવાય છે. જ્યારે મગજની ગાંઠ હોય ત્યારે સ્નાયુઓની ખેંચ અનુભવાય છે. આ આંચકો બેભાન બનાવી શકેે તેવા પણ હોઇ શકે છે. મગજની ગાંઠથી શરીરમાં કે ચહેરાના એક ભાગમાં સુન્નતા અનુભવાય છે. ખાસ કરીને જો મગજની ગાંઠ સ્ટેમ પર બની હોય તો તે એ જગ્યા છે જ્યાં મગજ કરોડરજ્જુ સાથે જોડાતી હોય છે.

સંતુલન ખોવું- શરીરના સંતુલનમાં સમસ્યા થાય છે.હાથ અને પગમાં કડક થઈ જાય, બોલવામાં તકલીફ પડે, કંઇ ગળવામાં અથવા ચહેરાના હાવભાવ નિયંત્રિત કરવામાં સમસ્યા થતી હોય એ મગજની ગાંઠની નિશાની હોઈ શકે છે. મગજની ગાંઠથી શારીરિક સંબંધ બનાવવામાં તથા હોર્મોનના અસંતુલનની પણ સમસ્યા જોવા મળતી હોય છે.

બ્રેઇન ટ્યૂમરથી જોડાયેલા વૈશ્વિક આંકડા

આ સંદર્ભમાં જારી કરાયેલા આંકડા મુજબ હાલમાં વિશ્વભરમાં લગભગ 1.4 મિલિયન લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યાં ભારતમાં મગજની ગાંઠોથી સંબંધિત ડેટા મુજબ આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ગાંઠનું જોખમ 100,000 લોકોમાં 5થી 10 ટકા લોકોને છે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ આંકડાઓ સતત વધી રહ્યાં છે. નિષ્ણાતો કહે છે કે જો કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થાય તો લગભગ 40ટકા કેસોમાં મગજ સુધી કેન્સર પહોંચવાની સંભાવના છે. આ આંકડા એમ પણ દર્શાવે છે કે બાળકોમાં સૌથી વધુ જોવા મળતું આ બીજું કેન્સર છે.

કોવિડ-19માં બ્રેઇન ટ્યૂમરના દર્દીઓ માટે ધ્યાન આપવા જેવી વાત

કોરોના મહામારીને લીધે ફક્ત મગજની ગાંઠની જ નહીં પરંતુ ઘણા વધુ ગંભીર રોગોથી પીડિત લોકોની સારવારમાં ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને તેઓ કિમોથેરાપી, રેડિયોચિકિત્સા અને હોર્મોનલ ઉપચાર જેવી સારવાર લઈ રહ્યાં છે. તેમના શરીરની પ્રતિરક્ષા અને શરીરની સ્થિતિ બંનેને ખૂબ જ નબળી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રસી દર્દીના શરીરમાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે મહદઅંશે મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ કોરોના મહામારીમાં શાળા-કોલેજો બંધ, પણ પ્રવાસન માટે Statue of Unity ખુલ્લું મૂકાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.