યુજેન: ભારતની અન્નુ રાની શુક્રવારે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં (World Athletics Championship 2022) 61.12 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે મહિલા ભાલા ફેંકની ફાઇનલમાં સાતમા સ્થાને રહી હતી. સતત બીજી વખત ફાઇનલમાં ભાગ લેતી, અન્નુએ તેના બીજા પ્રયાસમાં દિવસનો શ્રેષ્ઠ દેખાવ કર્યો, પરંતુ તેના અન્ય પાંચ થ્રો 60 મીટરને પાર કરવામાં નિષ્ફળ રહી હતી. અન્નુએ તેના છ પ્રયાસોમાં ભાલને અનુક્રમે 56.18m, 61.12m, 59.27m, 58.14m, 59.98m અને 58.70m ફેંક્યો હતો.
આ પણ વાંચો: World Athletics Championships: પહેલા જ પ્રયાસમાં મારી બાજી, ફાઇનલમાં પહોંચ્યા નીરજ ચોપરા
અન્નુ ક્વોલિફિકેશન રાઉન્ડમાં આઠમા સ્થાને રહ્યી હતી : આ 29 વર્ષીય ખેલાડીનું સિઝન અને વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 63.82 મીટર (રાષ્ટ્રીય રેકોર્ડ) છે. જો અન્નુએ આ ઈવેન્ટમાં પોતાનો અંગત રેકોર્ડ હાંસલ કર્યો હોત તો તેણીને મેડલ મળ્યો હોત, પરંતુ તેણીએ પોતાના અભિયાન દરમિયાન અહીં સંઘર્ષ કર્યો હતો. રાષ્ટ્રીય રેકોર્ડ ધારક ફાઇનલમાં પ્રવેશ કરવા માટે 59.60 મીટરના થ્રો સાથે ક્વોલિફિકેશન રાઉન્ડમાં આઠમા સ્થાને રહ્યી હતી.
ઓસ્ટ્રેલિયાની ડિફેન્ડિંગ ચેમ્પિયન કેલ્સી-લી બાર્બરે ગોલ્ડ જીત્યો : ઓસ્ટ્રેલિયાની ડિફેન્ડિંગ ચેમ્પિયન કેલ્સી-લી બાર્બરે 66.91 મીટરના શ્રેષ્ઠ સમય સાથે ગોલ્ડ જીત્યો હતો. અમેરિકાની કારા વિંગરે તેના અંતિમ પ્રયાસમાં 64.05 મીટરના અંતર સાથે સિલ્વર મેળવ્યો હતો, જ્યારે જાપાનની હારુકા કિતાગુચીએ 63.27 મીટરના તેના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન ચીનની ઝિયાંગ લિયુ 63.25 મીટરના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ચોથા સ્થાને રહી. 2019માં દોહામાં છેલ્લી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 61.12 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે તેણી ફાઇનલમાં આઠમા ક્રમે રહી હતી. લંડન 2017માં તે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહોતી.
આ પણ વાંચો: ભારતે પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડીઝને ચટાડી ધૂળ
અન્નુ રાનીની ફાઈનલ સુધીની સફર :અન્નુ રાનીએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સાધારણ શરૂઆત કરી હતી અને તે સ્પર્ધામાંથી બહાર થવાની અણી પર હતી, પરંતુ તેના છેલ્લા પ્રયાસમાં તેણે 59.60 મીટરનું અંતર કાપીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અન્નુ બીજા ગ્રૂપના ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું અને બંને ગ્રૂપમાંથી ટોચના આઠ ખેલાડીઓમાં સ્થાન મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સિઝનમાં 29 વર્ષીય અન્નુનો સર્વશ્રેષ્ઠ સ્કોર 63.82 મીટર છે.