ETV Bharat / bharat

Women's Reservation Bill: મહિલા આરક્ષણ વિધેયક આખરે હકીકત બની ગયું - રાજ્યસભા

મહિલા આરક્ષણ વિધેયક અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈને હકીકતનું સ્વરૂપ પામ્યું છે. વર્ષ 2010માં રાજ્યસભામાં આ વિધેયકને મંજૂરી મળી હતી. 13 વર્ષથી લોકસભામાં પસાર થયું નહતું. મહિલા આરક્ષણ વિધેયક પર વાંચો ઈટીવી ભારતના કૃષ્ણાનંદનો ખાસ અહેવાલ

મહિલા આરક્ષણ વિધેયક હકીકત બન્યું
મહિલા આરક્ષણ વિધેયક હકીકત બન્યું
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 9:25 PM IST

નવી દિલ્હીઃ 2010માં રાજ્યસભામાં મહિલા આરક્ષણ વિધેયકને મંજૂરી મળી હતી. 13 વર્ષથી લોકસભામાં મહિલા આરક્ષણ વિધેયકને મંજૂરી મળી નહતી. આજે લોકસભામાં મહિલા આરક્ષણ વિધેયકને પસાર કરવામાં આવ્યું છે. આ ખરડાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી છે.

3 દાયકા જૂનો ઈતિહાસઃ મહિલા આરક્ષણ વિધેયક પસાર થયું ત્યારથી તેના પર મંજૂરીની મહોર લાગી તે સફર સરળ નહતો. આ સફર અત્યંત મુશ્કેલીથી ભરેલો હતો. અનેક સરકારોએ આ બિલને મંજૂર કરવા માટે અનેક રાજકીય સંઘર્ષ કર્યો છે. માર્ચ 2010થી અત્યાર સુધી 13 વર્ષ સુધી લોકસભામાં પસાર થયું નહતું. મહિલા આરક્ષણ વિધેયકનો ઈતિહાસ 3 દાયકા જૂનો છે. મહિલા સશક્તિકરણની માંગને 73-74 બંધારણીય સુધારામાં સમર્થન મળ્યું હતું. ત્યારબાદ 1992માં તત્કાલીન વડાપ્રધાન નરસિંહા રાવના શાસનકાળમાં પંચાયત રાજને મજબૂત કરવા માટે મહિલા આરક્ષણ ખરડો પસાર કરવામાં આવ્યો હતો.

ગીતા મુખર્જીની અધ્યક્ષતાવાળી સમિતિએ કર્યો અભ્યાસઃ 73 અને 74માં બંધારણીય સુધારાને લીધે પંચાયત રાજમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠકો ફાળવણીનો માર્ગ મોકળો થયો. મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ દ્વારા રાજ્યસભાની પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટિમાં અનુક્રમે 1996, 1998 અને 1999માં મહિલા આરક્ષણ સંદર્ભે ત્રણ બિલો રજૂ કરવામાં આવ્યા. દેશના રાજ્યોની વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવેલી બેઠકો સંદર્ભે 11મી લોકસભામાં 12 સપ્ટેમ્બર 1996ના રોજ બંધારણમાં 80મો સુધારો રજૂ કરવામાં આવ્યો હતો. આ સુધારાની ગંભીરતાને લીધે બંગાળના પાંસકુરાની લોકસભા બેઠકના સભ્ય ગીતા મુખર્જીની અધ્યક્ષતામાં રચાયેલી સંયુક્ત સમિતિને અભ્યાસાર્થે મોકલવામાં આવ્યો હતો.

11,12,13મી લોકસભામાં પણ વિધેયક રજૂ કરાયું હતુંઃ ગીતા મુખર્જી અધ્યક્ષતા વાળી સંયુક્ત સમિતિએ ડિસેમ્બર 1996માં આ અહેવાલને સુધારા સાથે માન્ય રાખ્યો હતો. જોકે 1996માં આ વિધેયક પસાર થઈ શક્યું નહતું. આ વિધેયક 11મી લોકસભાના કાર્યકાળ સમાપ્ત થવાને લીધે વીલિન થઈ ગયું હતું. 12મી લોકસભામાં બંધારણીય સુધારા સાથે મહિલા આરક્ષણ વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું જે લોકસભાના કાર્યકાળ સમાપ્તિ બાદ ફરીથી વીલિન થયું હતું. 1999માં 13મી લોકસભામાં મહિલા આરક્ષણ વિધેયક બંધારણના 85મા સુધારા સાથે પસાર કરવામાં આવ્યું. આ વિધેયકને બે વાર અગાઉ જે સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું હતું તેના આધારે ત્રીજીવાર રજૂ કરવામાં આવ્યું. રાજકીય સર્વસંમતિ ન સધાતા 13મી લોકસભામાં પણ આ વિધેયક મંજૂરી મેળવી શક્યું નહતું.

યુપીએ સરકારની કામગીરીઃ યુપીએ સરકાર દ્વારા 6 મે 2008ના રોજ રાજ્યસભામાં બંધારણના 108મા સુધારા સાથે આ વિધેયક પસાર કર્યુ. ત્યારબાદ આ વિધેયકને સંસદીય સ્ટેન્ડિંગ કમિટિમાં 8 મે 2008ના રોજ મોકલવામાં આવ્યું. માર્ચ 2010માં રાજ્યસભામાં આ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ અગાઉ જયંતિ નટરાજનની અધ્યક્ષતાવાળી સ્ટેન્ડિંગ કમિટિએ રાજ્યસભા અને લોકસભામાં આ બિલના સુધારાઓ રજૂ કર્યા હતા. 1996, 1998, 1999ની અનુક્રમે 11મી, 12મી, 13મી લોકસભામાં રજૂ કરાયેલા બંધારણીય સુધારા સહિત આ વિધેયક ત્રણ વાર લોકસભાના કાર્યકાળ સમાપ્તિને લીધે વીલિન થઈ ગયું હતું.

બાજપાઈ સરકારની કામગીરીઃ 2002 અને 2003માં તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા મહિલા અનામત બિલને લોકસભામાં પસાર કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ રાજકીય સર્વાનુમત ન મળવાને લીધે તેને નીચલા ગૃહમાં પસાર કરાવી શકી ન હતી. 2004માં સરકાર બદલાયા બાદ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહની સરકારે મે 2008માં રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું જેને માર્ચ 2010માં મંજૂરી મળી હતી.

વડાપ્રધાન મોદીએ કરી વિનંતીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળમાં એનડીએની સ્પષ્ટ બહુમતિને લઈને આ વિધેયકને નવેસરથી રજૂ કરવાનું નક્કી કર્યું. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે આજે 19-09-2023, મંગળવારના રોજ 128 બંધારણિય સુધારા સાથે લોકસભામાં મહિલા આરક્ષણ વિધેયક-2023 રજૂ કર્યુ છે.

  1. Women Reservation Bill : સંસદમાં મહિલા અનામત બિલની શરુઆતથી અંત સુધીની સફર, જુઓ આ અહેવાલમાં...
  2. Sonia Gandhi on Women's Reservation Bill: મહિલા આરક્ષણ વિધેયકને સોનિયા ગાંધીએ કૉંગ્રેસ પક્ષનું ગણાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.