ETV Bharat / bharat

મહિલાઓએ ન્યાયતંત્રમાં 50 ટકા અનામતની માંગણી કરવી જોઈએ: મુખ્ય ન્યાધીશ રમના

author img

By

Published : Sep 27, 2021, 10:24 AM IST

Updated : Sep 27, 2021, 11:02 AM IST

ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમને રવિવારે મહિલા વકીલોને ન્યાયતંત્રમાં 50 ટકા અનામતની જોરશોરથી માંગ કરવા હાકલ કરી હતી. આ માંગને પોતાનો સંપૂર્ણ ટેકો વ્યક્ત કરતા ચીફ જસ્ટિસે કહ્યું, "હું નથી ઇચ્છતો કે તમે રડો, પરંતુ તમારે ગુસ્સાથી બૂમ પાડી અને માંગણી કરવી પડશે કે અમને 50 ટકા અનામત જોઈએ છે."

મહિલાઓએ ન્યાયતંત્રમાં 50% અનામતની માંગણી કરવી જોઈએ: CJI રમના

  • ન્યાય પ્રણાલીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ
  • અનામત મહિલાઓનો હક્ક છે
  • મહિલાઓએ પોતાના અનામત માટે માગ કરવી જોઈએ

દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ રવિવારે મહિલા વકીલોને ન્યાયતંત્રમાં 50 ટકા અનામતની માંગને જોરશોરથી ઉઠાવવા હાકલ કરી હતી. માગને પોતાનો સંપૂર્ણ ટેકો વ્યક્ત કરતા સીજેઆઈએ કહ્યું, "હું નથી ઇચ્છતો કે તમે રડો, પરંતુ તમારે ગુસ્સાથી બૂમો પાડવી પડશે અને માંગણી કરવી પડશે કે અમને 50 ટકા અનામત જોઈએ છે."

અનામત મહિલાઓનો અધિકાર

તેમણે કહ્યું કે આ હજારો વર્ષોના દમનની વાત છે અને મહિલાઓને અનામતનો અધિકાર છે. જસ્ટિસ રમનાએ કહ્યું કે, તે અધિકારની બાબત છે, દયાની નહીં. તેમણે કહ્યું, "હું દેશની તમામ કાયદા સંસ્થાઓમાં મહિલાઓ માટે ચોક્કસ ટકાવારી અનામતની માંગની ભારપૂર્વક ભલામણ અને સમર્થન કરું છું જેથી તેઓ ન્યાયતંત્રમાં જોડાઈ શકે."

આ પણ વાંચો : ભાજપ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી માત્ર મુસ્લિમોનો ઉપયોગ કરી રહી છે: અસદુદ્દીન ઓવૈસી

ન્યાય પ્રણાલીમાં મહિલાઓનું પ્રતિનિધીત્વ હોવુ જોઈએ

સુપ્રીમ કોર્ટના મહિલા વકીલો દ્વારા ત્રણ મહિલા ન્યાયાધીશો સહિત નવ નિયુક્ત નવ ન્યાયાધીશોને સન્માનિત કરવા માટે આયોજિત કાર્યક્રમને સંબોધતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, તમે બધા હસી રહ્યા છો. હું પણ ઇચ્છું છું કે તમે રડો નહીં, તેના બદલે તમે ગુસ્સાથી બૂમો પાડો અને માંગ કરો કે અમને 50 ટકા અનામતની જરૂર છે. આ નાનો મુદ્દો નથી પણ હજારો વર્ષોના દમનનો વિષય છે. ન્યાયતંત્રમાં મહિલાઓનું 50 ટકા પ્રતિનિધિત્વ હોવું જોઈએ.

આ પણ વાંચો : RCB ના હર્ષલ પટેલે હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો, મુંબઈના બેટ્સમેનો માટે ધાતક નિવડ્યો

મહિલાઓને લઈને કેટલાય મૃદ્દઓ છે

તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલીક વસ્તુઓ ખૂબ મોડી આકાર લે છે અને જો આ લક્ષ્ય પ્રાપ્ત થાય તો તે ખૂબ ખુશ થશે. જસ્ટિસ રમનાએ કહ્યું કે લોકો ઘણી વાર સરળતાથી કહે છે કે 50 ટકા અનામત મુશ્કેલ છે કારણ કે મહિલાઓને ઘણી સમસ્યાઓ છે પરંતુ આ યોગ્ય નથી. "હું સહમત છું કે અસ્વસ્થતાભર્યું વાતાવરણ, મૂળભૂત સુવિધાઓનો અભાવ, ભીડ ભરેલા કોર્ટ રૂમ, શૌચાલયનો અભાવ, ઓછી બેઠક. તે કેટલાક મોટા મુદ્દા છે. "

Last Updated : Sep 27, 2021, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.