ધનબાદ: ઝારખંડના ધનબાદ જિલ્લાના નિરસા પોલીસ સ્ટેશન વિસ્તારની વિદ્યાસાગર કોલોનીમાં બુધવારે રાત્રે એક 27 વર્ષીય મહિલાએ કથિત રીતે અંધશ્રદ્ધાથી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ સંગીતા દેવી તરીકે થઈ છે, જે તેના પુત્ર સાથે સાહિન શર્માના ઘરે ભાડાના મકાનમાં રહેતી હતી. મોડી રાત્રે તે એક રૂમમાં લટકતી હાલતમાં મળી આવી (Woman committed suicide ) હતી. મૃતકના પતિ રાજુ કુમાર ચૌહાણ ITBPમાં કામ કરે છે અને હાલ તે ઉત્તરાખંડમાં પોસ્ટેડ છે.
આ પણ વાંચો: દરબાર સાહિબના દર્શને આવેલા વૃદ્ધને માર મારતો વીડિયો વાયરલ
જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકના 8 વર્ષીય પુત્ર આનંદ ચૌહાણે જણાવ્યું કે, રાત્રિભોજન કર્યા બાદ તેની માતા બીજા રૂમમાં હતી ત્યારે તાંત્રિક બાબા (suicide after being deceived by Tantrik) સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી. આનંદ જ્યારે અચાનક તેની માતાના રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેની માતાને લટકતી જોઈને તે ચોંકી ગયો અને જોરથી ચીસો પાડવા લાગ્યો.
આ પણ વાંચો: પત્ની પર શંકા જતાં પતિએ બાળકોનું ગળું દબાવીને હત્યા કરી નાખી
બાળકની બૂમો સાંભળીને પડોશમાં રહેતા અન્ય ભાડુઆત અને મકાનમાલિક દોડી આવ્યા હતા અને જોયું તો સંગીતા ફાંસો ખાઈને લટકતી હતી. મકાનમાલિક અને અન્ય ભાડૂતોએ તાત્કાલિક મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. મૃતકના સંબંધીઓ પહોંચી ગયા હતા અને તેને ઉતાવળમાં નીચે લાવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા. બાદમાં પોલીસ તે તાંત્રિકના ઘરે પણ ગઈ હતી, પરંતુ તે ગુમ થઈ ગયો હતો.
વીડિયો કોલ પર વાત કરતાં આત્મહત્યા : મૃતકનો મોબાઈલ કબજે કર્યા બાદ પોલીસે જણાવ્યું હતું કે, "અજાણ્યા તાંત્રિક અને મૃતક વચ્ચે શું થયું તે જાણવા માટે અમે કોલ ડિટેઈલ એક્સ્ટ્રેક્ટ કરીશું". દરમિયાન, મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતકે વીડિયો કોલ પર વાત કરતાં આત્મહત્યા કરી છે. પોલીસે મૃતકનો મોબાઈલ ખોલવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ મોબાઈલ લોક હતો જેથી તેને અનલોક કરવા માટે સાયબર ક્રાઈમ પોલીસની મદદ લેવામાં આવી હતી.