ETV Bharat / bharat

MP Crime News: મહિલાએ બે બાળકો સાથે કરી આત્મહત્યા, પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ - મહિલાએ બે બાળકો સાથે કરી આત્મહત્યા

નરસિંહપુરથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં ચિચલી પોલીસ સ્ટેશન હેઠળના ગોલગાંવ ખુર્દમાં એક મહિલાએ તેના બે બાળકો સાથે આત્મહત્યા કરી. ઘટના સમયે તેના સંબંધીઓ ઘરની બહાર હતા.

MP Crime News: મહિલાએ બે બાળકો સાથે કરી આત્મહત્યા, પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ

author img

By

Published : Apr 5, 2023, 1:04 PM IST

મધ્યપ્રદેશઃ નરસિંહપુર જિલ્લાના ચિચલી પોલીસ સ્ટેશન હેઠળના ગોલગાંવ ખુર્દમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં એક મહિલાએ તેની પુત્રી અને અઢી વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના બાદ ગામમાં જ નહીં પરંતુ જિલ્લામાં પણ ચકચાર મચી ગઈ હતી. પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફોરેન્સિક વિભાગની ટીમ પણ ગામમાં હાજર છે, જેણે તપાસ શરૂ કરી છે. મહિલાએ આ પગલું શા માટે ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચોઃ Keral News: માતાએ નવજાતને મૃત સમજીને ડોલમાં છોડી દીધું, પોલીસે બચાવ્યો જીવ

બાળકોના મૃતદેહ જોઈને ચોંકી ઉઠ્યાઃ પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલા મંગળવારે શહેરી વિસ્તાર ચિચલીથી લગભગ પાંચ કિલોમીટર દૂર ગોલગાંવ ખુર્દમાં તેની 4 મહિનાની પુત્રી અને લગભગ અઢી વર્ષના પુત્ર સાથે એકલી હતી. તેના પતિ અને પરિવારના અન્ય સભ્યો ગામની બાજુમાં આવેલા ખેતરમાં ઘઉંનો પાક કાપવા ગયા હતા. દરમિયાન તેણે ઘરને અંદરથી તાળું મારીને આટલું મોટું પગલું ભર્યું હતું. પડોશીઓને જાણ થતાં જ તેમણે મહિલાના પરિવારને જાણ કરી. જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે તેઓ મહિલા અને બંને બાળકોના મૃતદેહ જોઈને ચોંકી ઉઠ્યા હતા.

આ પણ વાંચોઃ 16 year old girl raped in Delhi: લૂંટને અંજામ આપ્યા બાદ, બહેનની સામે બાળકી પર દુષ્કર્મ

ઘટનાનું કારણ બહાર અકબંધ: ગ્રામજનોએ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ ચિચલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગોલગાંવ ખુર્દ પહોંચ્યો હતો. ફોરેન્સિક વિભાગની ટીમ પણ તપાસ માટે સ્થળ પર આવી હતી. મામલાની ગંભીરતા જોઈને સ્ટેશન ઈન્ચાર્જે જિલ્લા મુખ્યાલયને જાણ કરી છે. હાલ પોલીસ આ ઘટના પાછળનું કારણ જાણવા માટે મહિલાના પરિવાર અને ગ્રામજનોની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચોઃ Umesh pal murder case: પ્રયાગરાજ પોલીસને મળ્યો આઇફોન અને રજિસ્ટર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.