- ઇલેકટ્રોનિક્સ અને સૂચના ઉદ્યોગ મંત્રાલય દ્વારા વ્હોટ્સ એપને નોટિસ ફટકારવામાં આવી
- નવી પ્રાઈવસી પોલીસી પાછી ખેંચવાના આપ્યા આદેશ
- સંતોષજનક જવાબ ન મળે તો લેવાશે પગલા
નવી દિલ્હીઃ સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે આઈ ટી મંત્રાલય માને છે કે વ્હોટ્સ એપની નવી પ્રાઈવસી પોલીસી લોકોની અંગત માહિતીની ગુપ્તતા જાળવવામાં તેમજ મહત્વપૂર્ણ માહિતી ની સુરક્ષાના મૂલ્યોને નબળા પાડે છે અને તેમના અધિકારીઓને નુકસાન પહોંચાડે છે.
સાત દિવસનો અપાયો સમય
સરકારે નોટિસનો જવાબ આપવા માટે વ્હોટ્સ એપને 7 દિવસનો સમય આપ્યો છે. અને આ દિવસોમાં જો સંતોષકારક જવાબ ન મળે તો વ્હોટ્સ એપ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.
પ્રાઈવસી નીતિઓમાં ભારતીય કાયદાઓનું થયું છે ઉલ્લંઘન
મંત્રાલય દ્વારા વ્હોટ્સ એપને ગત 18 મે એ નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં તેને તેની પ્રાઈવસી પોલિસીઓ પાછી ખેંચવા જણાવવામાં આવ્યું હતું. આ પોલિસી હેઠળ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન થાય છે તેમ જણાવવામાં આવ્યું છે. જ્યારે વ્હોટ્સ એપ તરફથી પણ સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે તેઓ ભારતીય કાયદાઓનો અભ્યાસ કરી નીતિઓમાં ફેરબદલ કરશે.