- આર્યન સહિત અન્ય સાત આરોપીઓનું કાઉન્સેલિંગ કરાયું
- કાઉન્સેલિંગ દરમિયાન આર્યને કહ્યું કે, "હવેથી હું ગરીબો માટે કામ કરીશ"
- ભવિષ્યમાં એવું કોઈ કામ કરશે નહીં જે તેને બદનામ કરે : આર્યન ખાન
મુંબઈ : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના (Shah rukh Khan) પુત્ર આર્યન ખાને (Aryan Khan) 'કાઉન્સેલિંગ' દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીઓને જણાવ્યું હતું કે, હવેથી તે ગરીબોના કલ્યાણ માટે કામ કરશે અને ભવિષ્યમાં એવું કોઈ કામ કરશે નહીં જે તેને બદનામ કરે.
આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ
ડ્રગ્સ કેસમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. ક્રૂઝ જહાજમાંથી કથિત રીતે ડ્રગ્સ જપ્ત કર્યા બાદ NCB દ્વારા 2 ઓક્ટોબરે મુંબઈના કિનારેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આર્યન સહિત 7 આરોપીઓનું કાઉન્સેલિંગ
NCBના અધિકારી સમીર વાનખેડે અને સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કાઉન્સેલિંગ દરમિયાન આર્યને જણાવ્યું હતું કે, તેના છૂટ્યા બાદ તે ગરીબો અને પછાતોના આર્થિક ઉત્થાન માટે કામ કરશે અને ક્યારેય આવું કામ કરશે નહીં, જેથી તેનું નામ બદનામ થાય. NCB દ્વારા ધરપકડ કરાયેલા આર્યન સહિત અન્ય સાત આરોપીઓનું કાઉન્સેલિંગ સત્ર ચાલી રહ્યું છે. આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
આર્યન વિરુદ્ઘ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો
ચીમલકર અને શેઠનાએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે, આ એક જ બાબત છે. આ પછી, કોર્ટે કહ્યું કે આર્યન ખાનની જામીન અરજી પર બુધવારે સુનાવણી થશે. આ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન ઉપરાંત મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ, નૂપુર સતીજા અને મોહક જયસ્વાલે પણ જામીન અરજી કરી છે.
આર્યન ખાન વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8 (સી), 20 (બી), 27, 28, 29 અને 35 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. NCBએ આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરી છે.
આર્યનની જામીન અરજી પર 20 ઑક્ટોબરે કોર્ટમાં સુનાવણી
ક્રૂઝ પર પ્રતિબંધિત માદક પદાર્થ જપ્ત કરવા મામલે બુધવારે લાંબી સુનવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં હવે કોર્ટ 20 ઑક્ટોબરે પોતાનો ચુકાદો સંભળાવશે. એનસીબીએ કોર્ટમાં આર્યનખાન સામે અનેક દલીલો રાખી રજૂ કરી હતી. એનસીબીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તપાસ ચાલી રહી છે તે દરમ્યાન જામીન આપવાથી તપાસ પર નકારાત્મક અસર ઉપજાવી શકે છે.
આ પણ વાંચો: