ETV Bharat / bharat

RAHUL GANDHI: શું રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે ?

લોકસભા સચિવાલયની સૂચના મુજબ રાહુલ ગાંધી હવે સંસદ સભ્ય નથી. તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા. સુરતની કોર્ટે માનહાનિના કેસમાં તેમને બે વર્ષની સજા ફટકારી હતી. હવે બધા એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે શું રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે કે નહીં.

RAHUL GANDHI: શું રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે ?
RAHUL GANDHI: શું રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે ?
author img

By

Published : Mar 24, 2023, 6:39 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે શું રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે કે નહીં. પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​એક્ટની કલમ 8(3) મુજબ જો કોઈ વ્યક્તિને બે વર્ષની સજા થઈ હોય, તો તેની સદસ્યતા સજાની તારીખથી સમાપ્ત થઈ જાય છે.

માનહાનિના કેસમાં બે વર્ષની સજા: કાયદા અનુસાર કોર્ટ તેના નિર્ણયની નકલ લોકસભા સચિવાલયને મોકલે છે, જેના પછી તેને ઔપચારિક મહોર મળે છે. આ સાથે આ અધિનિયમમાં એવું પણ લખવામાં આવ્યું છે કે તે વ્યક્તિ સજા પૂરી થયા પછી છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ કેરળમાં વાયનાડની સીટ હવે ખાલી છે. રાહુલ ગાંધી વાયનાડથી જ સાંસદ હતા.

આ પણ વાંચો: Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ

ઉચ્ચ અદાલતમાં પડકારશે નિર્ણય: કાયદા અનુસાર રાહુલ ગાંધી હવે 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે નહીં. પરંતુ કેટલાક કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે રાહુલ ગાંધી હવે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારશે. અને તે પછી કાયદાકીય પરિસ્થિતિ શું હશે, તે અંગે અત્યારે કંઈ કહેવું મુશ્કેલ છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(4)ને ગેરકાયદેસર જાહેર કરી હતી. આ કલમ હેઠળ એવી જોગવાઈ હતી કે જ્યાં સુધી મામલો પેન્ડિંગ છે ત્યાં સુધી સંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ કરી શકાય નહીં.

આ પણ વાંચો: Loksabha Membership: રાહુલ ગાંધી સિવાય આ નેતાઓએ પણ ગુમાવી છે સદસ્યતા

મોદી અટકને લઈને ટિપ્પણી: ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કર્ણાટકની એક રેલીમાં મોદી અટકને લઈને ટિપ્પણી કરી હતી. જેને લઈને સુરત કોર્ટે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. ગુજરાતના પૂર્વપ્રધાન પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.