ન્યૂઝ ડેસ્કઃ કોવિડ-19નો રસીકરણ તબક્કો હજી પ્રગતિમાં છે. લોકો આ રસી વહેલી તકે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો સામાન્ય જીવન જીવે તેવી આશામાં પ્રથમ રસી પછી બીજો ડોઝ લેવા માટે બેચેન છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવી રહ્યો છે કે, બે રસી વચ્ચે આટલો સમય કેમ જરૂરી છે. આ સવાલના જવાબ માટે ETV BHARAT સુખીભવાની ટીમે હૈદરાબાદની VINN હોસ્પિટલના ચિકિત્સક ડો.રાજેશ વુક્કલા સાથે વાતચીત કરી હતી.
![બે ડોઝ વચ્ચે સમય અંતરાલ કેમ જરૂરી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11202584_thumbnail_3x2_vaccine1617019327297-12_2903email_1617019339_20.jpg)
બે ડોઝ વચ્ચે સમય અંતરાલ કેમ જરૂરી છે
ડો.રાજેશ વુક્કલાજણાવ્યું હતુ કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમ વખત કોવિડ -19ની રસી લે છે, ત્યારે તેની શરીરની સંવેદનશીલતા વધે છે અને શરીર એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવાનું અને તેમને ઇન્જેશન માટે તૈયાર થવાનું શરૂ કરે છે. જેના પછી ધીમે ધીમે શરીરમાં એન્ટિબોડીઝ તૈયાર થાય છે. કોવિડ-19ની બીજી રસી શરીરને વધારાના એન્ટિબોડીઝના ઉત્પાદન અને વિસ્તરણનું કારણ બને છે. જે ચેપ સામે લડવામાં સક્ષમ છે.
ડો. વુક્કલા જણાવ્યું હતુ કે છે કે આ રસી દ્વારા શરીરમાં પહોંચતી દવા, આપણા લોહીમાં વાયરલ કણો ફેલાવે છે. જ્યારે આ કણો આપણા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે શરીરના કોષોની સાથે મળીને ધીમે ધીમે શરીરમાં એન્ટિબોડીઝની રચનામાં શામેલ થાય છે. તેમનું શરીર સામાન્ય રીતે મોટી સંખ્યામાં એન્ટિબોડીઝ તરત જ પેદા કરવા માટે પૂરતું સક્ષમ નથી. તે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જેમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય તે પહેલાં આ કણો શરીરના DNA અને RNA કોડથી પરિચિત હોવા જોઈએ. એકવાર તે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, ત્યારે કણો અને રેસા એન્ટિબોડીઝના નિર્માણ માટેની સૂચનાઓ પ્રાપ્ત કરવાનું શરૂ કરે છે. તે પ્રથમ તબક્કાની પ્રક્રિયા છે જે શરીરમાં પ્રથમ રસીકરણ પછી થાય છે.
કોવિડ -19 ના બીજા રસીકરણ પછી, શરીર જરૂરી એન્ટિબોડીઝનું નિર્માણ કરવાનું શરૂ કરે છે, જે શરીરને આ ચેપ સામે લડવા માટે તૈયાર કરે છે.
બે રસી વચ્ચે સમયનો અંતરાલ
ભારતમાં કોરોના રસીકરણ માટે બે પ્રકારની રસીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી એક ભારત બાયોટેકની કોવેક્સિન રસી છે અને બીજી એસ્ટ્રોજેનિકાની કોવિશિલ્ડ છે. આ બન્ને રસી લાગુ કરવા વચ્ચેનો સમયગાળો 28 દિવસનો છે. જો કે, તાજેતરમાં કોવિશિલ્ડની બે રસી વચ્ચેનો અંતરાલ 28 દિવસથી વધારવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે તાજેતરમાં જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવશેલ્ડની બે રસી વચ્ચે ઓછામાં ઓછું 4થી 8 અઠવાડિયાનો સમય અંતરાલ રાખવા નિર્દેશ આપ્યો છે.
નિષ્ણાતો નિર્દેશ કરે છે કે આ સમયે પરિવર્તન લાવવાનું મુખ્ય કારણ એ છે કે કોવિશિલ્ડ પર કરવામાં આવેલા સંશોધનથી બહાર આવ્યું છે કે શરીર 28 દિવસના સમયગાળામાં સંવેદનશીલતાની આવશ્યક માત્રા ઉત્પન્ન કરતું નથી, જેના કારણે મોટી માત્રા પછી ઉત્પન્ન થાય છે. વઘુ માત્રામાં બનનારી એન્ટિબોડીઝને શરીર સ્વીકારવા માટે સક્ષમ નથી થતુ.
સંશોધન દ્વારા ઉમ્મિદ કરવામાં આવી છે કે બે રસી વચ્ચેનો સમયગાળો લંબાવવાથી શરીર એન્ટિબોડીઝને યોગ્ય રીતે સ્વીકારી શકશે. સાથે સાથે ચેપ સામે લડવા માટે શરીરને મજબૂત બનાવશે.
રસીકરણ પહેલાં અને પછી સલામતીના આવશ્યક ધોરણો
- ડો. વુક્કલાએ જણાવ્યું હતુ કે રસીકરણ પહેલાં અને પછી કેટલીક મહત્વપૂર્ણ બાબતોની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાંથી કેટલાક નીચે મુજબ છે
- જો તમને કોઈ તબીબી સમસ્યા હોય અથવા કોઈ ચોક્કસ દવા અથવા ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અથવા કોઈ પણ ઉપચાર કે જે કોઈ ઈન્જેક્શન દ્વારા લેવામાં આવે છે તેનાથી એલર્જી હોય, તો રસી લેતા પહેલા તબીબી સલાહ લેવાની ખાતરી કરો.
- જરૂર પડે ત્યારે સંતુલિત આહાર લેવો, ઉપરાંત તમારા શરીરને પાણીની કમી ન થવા દો.
- પ્રથમ રસી લીધા પછી, નજીકના સ્થળે ઓછામાં ઓછા 30 મિનિટ સુધી બેસો. જો તમને આ સ્થિતિમાં કોઈ આડઅસર અથવા કોઈપણ પ્રકારની અગવડતા લાગે છે, તો તરત જ તબીબી સલાહ લેવી
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જારી કરેલી રજૂઆત મુજબ, કોવિડ-19ની રસી બધી જરૂરી તપાસ બાદ જ બજારમાં લાવવામાં આવી છે. કોઈપણ રોગના રસીકરણ પછી, હળવા તાવ અથવા પીડા જેવી કેટલીક આડઅસરો જોવાનું સામાન્ય છે. જો કે, તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ પછી જોવા મળેલી આડઅસરોને દૂર કરવા પ્રયાસો કરવા મંત્રાલયને નિર્દેશ આપવામાં આવ્યો છે.
- રસીકરણ પછી તાવના કિસ્સામાં, આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરો વ્યક્તિને પેરાસીટામોલની માત્રા લેવાની સલાહ આપે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને અસામાન્ય આડઅસર થાય તો તેણે તરત જ તબીબી સલાહ લેવી જોઈએ.
- રસી લીધા પછી પણ, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સુરક્ષાના કેટલાક ધોરણો વિશેષ રૂપે અપનાવવામાં આવે. ઉદાહરણ તરીકે, તમે જ્યાં જાઓ ત્યાં માસ્ક પહેરો, તમારા હાથને સ્વચ્છ રાખો, તેમજ લોકોથી સામાજિક અંતર રાખો. આનું કારણ એ છે કે બીજા રસીકરણ પછી ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી લોકોમાં ટોળાની પ્રતિરક્ષા વધે છે. કોઈપણ રીતે, રસીના બંને ડોઝ પૂર્ણ થયા પછી, શરીર ચેપ સામે લડવા માટે તૈયાર થવા માટે સમય લે છે. જો તમે થોડો બેદરકાર રહેશો તો તમે ચેપ એક વ્યક્તિથી બીજામાં ફેલાવવામાં કેરીયર પણ બની શકો છો. તેથી, તે ખૂબ મહત્વનું છે કે આરોગ્ય વિભાગ દ્વારા જણાવેલા તમામ આરોગ્ય સૂચનાઓનું પાલન કરવામાં આવે.
ડો. વુક્કલા જણાવે છે કે હાલના સંજોગોમાં સામાન્ય જીવન જીવવા માટે રસીકરણની સાથે સલામતીના તમામ ધોરણોનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. રસીકરણ પહેલાં લોકોને ગભરાવાની જરાય જરૂર નથી. તેથી, જવાબદાર નાગરિકો હોવાને કારણે, વહેલી તકે રસી લેવાનો પ્રયાસ કરો.
સીરમ સંસ્થાની બીજી રસી સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે છે
વિશ્વની સૌથી મોટી કોવિડ-19 રસી ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO, આદર પૂનાવાલાએ શનિવારે જાહેરાત કરી હતી કે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં કોવેક્સિન લોન્ચ કરવામાં આવશે. આદર પૂનાવાલાએ જણાવ્યું હતુ કે, 'આખરે ભારતમાં કોવેક્સિનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આ રસી નોવાવૈક્સ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ભાગીદારી દ્વારા બનાવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-19ની આફ્રિકન અને UKના વૈરિએંટ સામે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેની એકંદર અસરકારકતા 89 ટકા છે. 'સપ્ટેમ્બર 2021 સુધીમાં લોન્ચ થવાની ઉમ્મીદ છે!'
USમાં મુખ્ય મથક નોવાવૈક્સ દ્વારા વિકસિત રસી પ્રોટીન આધારિત કોવિડ-19 રસી છે.
20 ઓગસ્ટ, 2020માં બન્ને કંપનીઓએ એક કરારની જાહેરાત કરી છે, જે અંતર્ગત નોવાવૈક્સે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રસી બનાવવા અને સપ્લાય કરવા માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટને પરવાનો આપ્યો હતો.