ETV Bharat / bharat

ચલણી નોટોની નવી સિરીઝ પર ડૉ બાબાસાહેબ આંબેડકરનો ફોટો કેમ નથી? : મનીષ તિવારી - Dr Babasaheb Ambedkar

હાલમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરાવાલે પીએમ મોદીને અપીલ કરી હતી કે ભગવાન લક્ષ્મી ગણેશની તસવીર ભારતીય ચલણમાં છાપવામાં આવે. હવે આ મામલો રાજકીય રંગ લેવા લાગ્યો છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને લખ્યું છે કે ભારતીય રૂપિયાની નવી સિરીઝ પર (new series of currency notes) મહાત્મા ગાંધીની તસવીરની સાથે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો (Ambedkars picture on Indian Rupee) ફોટો હોવો જોઈએ.

મનીષ તિવારી: ચલણી નોટોની નવી સિરીઝ પર ડૉ બાબાસાહેબ આંબેડકરનો ફોટો કેમ નથી?

author img

By

Published : Oct 27, 2022, 4:50 PM IST

નવી દિલ્હી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે ભારતીય ચલણી નોટો (new series of currency notes) પર લક્ષ્મી ગણેશની તસવીરને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નવી નોટો પર મહાત્મા ગાંધીની સાથે લક્ષ્મી ગણેશનો ફોટો પણ હોવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ત્યારે હવે આ મામલો રાજકીય વળાંક લેવા લાગ્યો છે. પહેલા ભારતીય જનતા પાર્ટીએ આ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ પણ આ મેદાનમાં ઝંપલાવ્યું છે.

  • Why not Dr BabaSahib Ambedkar’s photograph on new series of currency notes ? One side the great Mahatma the other side Dr Ambedkar. Non violence,Constitutionalism & egalitarianism fusing in a unique Union that would sum up the modern Indian genius perfectly.@ArvindKejriwal https://t.co/ZKCHLS0ETC

    — Manish Tewari (@ManishTewari) October 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મનીષ તિવારીનું ટ્વિટ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને લખ્યું છે કે ભારતીય રૂપિયાની નવી સિરીઝ પર મહાત્મા ગાંધીની તસવીરની સાથે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો ફોટો (Ambedkars picture on Indian Rupee) હોવો જોઈએ. અહિંસા, બંધારણવાદ અને સમતાવાદ એક અનન્ય સંઘમાં ભળી રહ્યા છે જે આધુનિક ભારતીય પ્રતિભાને સંપૂર્ણ રીતે મૂર્તિમંત કરશે.

ફટાકડા ફોડનારાઓ પર કાર્યવાહી આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલના આ દાવ પર નિવેદન આપ્યું હતું. ભાજપે કહ્યું કે યુ-ટર્ન ચરમ પર છે અને તેઓ હિંદુ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે તેમનો દંભ અહીં દેખાઈ રહ્યો છે કારણ કે તાજેતરમાં આમ આદમી પાર્ટીની સરકારે દિવાળી પર ફટાકડા ફોડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

વડાપ્રધાનને પત્ર તમને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ભારતીય નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મી-ગણેશનો ફોટો છપાવવા જોઈએ. કેજરીવાલે ઈન્ડોનેશિયાનું ઉદાહરણ આપ્યું જ્યાં માત્ર બે ટકા હિંદુઓ રહે છે. તેમણે કહ્યું કે જ્યારે ત્યાં નોટ પર ભગવાન ગણેશનો ફોટો છપાઈ શકે છે તો ભારતમાં કેમ નહીં. આ અંગે તેઓ એક-બે દિવસમાં વડાપ્રધાનને પત્ર પણ લખશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.