ETV Bharat / bharat

વર્લ્ડ ઇકોનોમીના 'મોટા ખેલાડી' બનવા ભારતને SBI જેવી 4-5 બેંકોની પડશે જરૂર - ભારતની વધતી અર્થવ્યવસ્થા

ભારતમાં સરકારી અને પ્રાઇવેટ (Government And Private Banks In India) કુલ 33 બેંક છે, પરંતુ દુનિયાની ટોપ 50 (Top 50 Banks Of The World)માં આમાંથી એકપણ નથી. જ્યારે ભારતની વધતી અર્થવ્યવસ્થા (India's Growing Economy)ની વાત થશે તો GDPની સાથે બેંકોની ક્ષમતાનો પણ ઉલ્લેખ થશે. જે રીતે આવનારા સમયમાં દેશમાં આર્થિક વિકાસના સપનાઓના જોવામાં આવી રહ્યા છે, તે માટે મોટી રકમવાળી બેંકોની જરૂર રહેશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) પણ મોટી બેંકોની જરૂરિયાતને વ્યક્ત કરી છે. જાણો મોટી બેંકોની જરૂરીયાત વિશે.

જાણો ભારતને કેમ SBI જેવી 4-5 બેંકોની પડશે જરૂર

author img

By

Published : Oct 1, 2021, 3:48 PM IST

  • દેશની ઇકોનોમી માટે ભારતે બેંકિંગ સેક્ટરને મજબૂત બનાવવાની જરૂર
  • આવનારા સમયમાં બેંક ઑફ ઇન્ડિયા જેવી 4 અથવા 5 બેંકોની જરૂર પડશે
  • MSME અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને મોટા ફાઇનાન્સની જરૂર રહેશે
  • વિશ્વની ટોચની 100 બેંકોમાં ભારતની એકમાત્ર બેંક SBI

હૈદરાબાદ: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) ઇન્ડિયન બેંક એસોસિએશન (Indian Bank Association)ની વાર્ષિક સામાન્ય બેઠકમાં દેશની ઇકોનોમીમાં આવનારા પડકારો વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) જેવી 4 અથવા 5 બેંકોની જરૂર છે. ઇકોનોમી અને ઇન્ડસ્ટ્રીમાં હાલમાં આવેલા બદલાવોના કારણે આપણે બેંકોનું વિસ્તરણ કરવાની જરૂર છે.

સૌથી મોટો પ્રશ્ન, 4-5 મોટી બેંકો કેમ?

એક તર્ક એ છે કે મોટી બેંકોને મોટી લોનની લેવડ-દેવડ માટે વધારે તાકાત મળશે અને તે વધારે લોકોને મોટી લોન આપી પણ શકે છે. આનાથી નીચેના સ્તર પર લોનનો ફ્લો બનશે, પરંતુ ભારતમાં ગત વર્ષે બેંકોના મર્જર બાદ પણ લોન લેનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો નથી આવ્યો, કેમકે ગ્રાઉન્ડ લેવલે લોનની ડિમાન્ડ નથી, પરંતુ આપણે આવનારા દાયકાની વાત કરીએ તો લોન લેનારાઓની સંખ્યા વધી શકે છે.

ભારતને પડશે મોટી નાણાકીય સંસ્થાઓની જરૂર

ન્યૂ ડેવલપમેન્ટ બેંક (New Development Bank)ના પૂર્વ અધ્યક્ષ કે.વી. કામથે કહ્યું હતું કે, "જો ભારતે પહેલા 5 ટ્રિલિયન ડોલર અને 10 વર્ષોમાં 10 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી (Economy) બનવાનું સપનું પૂર્ણ કરવું છે તો તેને મોટી નાણાકીય સંસ્થાઓની જરૂર પડશે. આવામાં બેંકો ના ફક્ત ઘરેલૂ બજારની જરૂરિયાત પૂર્ણ કરશે, પરંતુ વૈશ્વિક વેપારની જરૂરિયાતોમાં ફિટ થશે."

મની ફ્લો અને ફાઇનાન્સ માટે મોટા ફંડની જરૂર પડશે

RBIના રિપોર્ટ પ્રમાણે, આવનારા વર્ષોમાં MSME અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને ફાઇનાન્સ માટે મોટા ફંડની જરૂરિયાત રહેશે. આ ઉપરાંત જ્યારે ગ્રાહકો અથવા રિટેલ બેન્કિંગનું અર્ધ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં ઝડપથી વિસ્તરણ થશે તો મની ફ્લોની જરૂર પડશે. આવી સ્થિતિમાં ફાઇનાન્સ કરનારી બેંકોની જરૂરિયાત પડશે. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે RBIના ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપે પણ મોટા કૉર્પોરેટ અને ઔદ્યોગિક ગૃહોને બેંક સ્થાપિત કરવાની પરવાનગી આપવાની ભલામણ કરી હતી.

ચીન સાથે મુકાબલો કરવો છે તો પરિવર્તન કરવું પડશે

અત્યારે વિશ્વની ટોચની 100 બેંકોમાં સામેલ થનારી SBI એકમાત્ર ભારતીય બેંક છે. SBI 638.49 અબજ ડૉલર (48.5 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિની સાથે 57માં સ્થાન પર છે, જે ગત વર્ષે 55માં સ્થાન પર હતી. ચીનની ઐદ્યોગિક અને વેપારી બેંક નંબર-1 સ્થાને છે, જેની પાસે $ 5,107.54 બિલિયનની સંપત્તિ છે. ચીનની 4 ટોપ બેંક ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કૉમર્શિયલ બેંક ઑફ ચાઇના, ચાઇના કન્સટ્રક્શન બેંક કૉર્પ, એગ્રીકલ્ચર બેંક ઑફ ચાઇના અને બેંક ઑફ ચાઇનાની પાસે મળીને કુલ 17 ટ્રિલિયન ડૉલરથી વધારેની સંપત્તિ છે. ચીનની બેંકિંગ સિસ્ટમ તેની GDPના 1.7 ઘણી વધારે છે અને ભારતની GDPથી 0.7 ઘણી વધારે છે. ચીનની બેંકિંગ સિસ્ટમ પોતાની GDPથી લગભગ બમણી છે, જ્યારે ભારતીય બેંકિંગ સિસ્ટમ ઘણી નાની છે. ગ્લોબલ ચેલેન્જની વચ્ચે ભાગીદારી વધારવા માટે ભારતને મોટી મૂડીવાળી બેંકોની જરૂરિયાત રહેશે.

હાલમાં ભારતના બેંકિંગ સેક્ટરની સ્થિતિ કેવી છે?

ખુદ નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું કહેવું છે કે, ભારતના અનેક જિલ્લાઓમાં આર્થિક ગતિવિધિઓનું સ્તર ઘણું ઊંચું છે, પરંતુ બેંકિંગ સુવિધાઓ ઘણી ઓછી છે. મોટા પ્રમાણે થયેલા વિલય બાદ ભારતમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકો (PSB)ની કુલ સંખ્યા 12 રહી ગઈ છે, જ્યારે 21 પ્રાઇવેટ બેંક છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા 48.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશની નંબર વન બેંક છે. રેવેન્યૂ મેળવવામાં ગત વર્ષે SBI પહેલા નંબરે હતી. બેંકે 2021માં 3.85 લાખ કરોડ રૂપિયા (US$54 Billion)ની કમાણી કરી. SBIનું નજીકનું સ્પર્ધક HDFC બેંક છે, જેની કુલ સંપત્તિ 17.4 લાખ કરોડ રૂપિયા છે. HDFCએ 1.56 લાખ કરોડ રૂપિયા (US$22 Billion)નું રેવેન્યૂ મેળવ્યું. રેવેન્યૂ જનરેટ કરવામાં ત્રીજા નંબર પર પ્રાઇવેટ બેંક ICICI અને ચોથા નંબર પર બેંક ઑફ ઇન્ડિયા રહી.

જાણો SBI વિશે

SBIની પાસે દેશની બેંકિંગના એક ચતૃથાંશ માર્કેટ શેર છે. આના 45 કરોડ ગ્રાહકો છે, જે બેંકની 28,738 હજાર બ્રાંચથી જોડાયેલા છે. આખા દેશમાં SBIના 62,617 ATM અને 71,968 બિઝનેસ કૉરસ્પોન્ડન્ટ આઉટલેટ (BC Outlets) છે. આ બેંકમાં 2,45,652 કર્મચારી કામ કરે છે. ઑગષ્ટ 2014માં બેંકે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લગભગ એક મહિનામાં 3.5 મિલિયનથી લધારે બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. SBI ભારતની સૌથી મોટી ધિરાણકર્તા છે, પરંતુ આ હકીકતમાં વૈશ્વિક બેંકિંગ ઉદ્યોગમાં 'મોટી લીગ'માં નથી. જો ભારતે વર્લ્ડ ઇકોનોમીના પ્લેયર બનવું છે તો મજબૂત બેંકિંગ સિસ્ટમ અને મોટી બેંકની જરૂરિયાત તો પડશે જ.

આ પણ વાંચો: ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

આ પણ વાંચો: ભારતનો GDP આ વર્ષે 8.3 ટકાના દરે વધવાનું અનુમાનઃ વિશ્વ બેન્ક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.