- કોરોના સામેની લડાઈમાં સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત
- તમિલનાડુથી 45MT ઓક્સિજન અન્ય રાજ્યોમાં મોકલાયો
- તમિલનાડુના કરૂર ક્ષેત્રના સાંસદે વડાપ્રધાનને લખ્યો પત્ર
ચેન્નઈ: કોંગ્રેસ સાંસદ જ્યોતિ મણી સેન્નિમલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તમિલનાડુથી અન્ય રાજ્યોમાં મોકલાઈ રહેલા ઓક્સિજનના પુરવઠાને લઈને સવાલ ઉઠાવ્યા છે. જ્યોતિમણી તમિલનાડુના કરૂરના સાંસદ છે.
જ્યારે તમિલનાડુ ખુદ સંઘર્ષ કરી રહ્યું હોય, ત્યારે આ કેટલું યોગ્ય?
કોંગી સાંસદનું કહેવું છે કે, તમિલનાડુ પણ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું છે. આ સ્થિતિમાં અહીંથી કઈ રીતે અન્ય રાજ્યોમાં 45 મેટ્રિક ટન ઓક્સિજન મોકલી શકાય? આ સાથે તેમણે કહ્યું હતું કે, તમિલનાડુ સહિત દેશભરમાં પહેલા ઓક્સિજનની અછતની સમીક્ષા કરવામાં આવે અને ત્યારબાદ જ સુનિશ્ચિત કરવામાં આવે.