ETV Bharat / bharat

વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્યના નામે ચૂંટણી લડનારા અરવિંદ કેજરીવાલ કેમ જપી રહ્યા છે રામનામનો જાપ ? - હૈદરાબાદ સમાચાર

દિલ્હીથી લઈને હરિયાણા અને પંજાબ સુધી કામના નામે વોટ માંગનારા અરવિંદ કેજરીવાલ UP માં રામનામના જાપ કરી રહ્યા છે. સવાલ એ છે કે, અરવિંદ કેજરીવાલ ભાજપના પગલે કેમ ચાલી રહ્યા છે ? આ કેજરીવાલની મજબૂરી છે કે કોઈ રાજકીય કાવતરું ? જાણવા માટે વાંચો સંપૂર્ણ સમાચાર...

arvind kejriwal at ayodhya
arvind kejriwal at ayodhya
author img

By

Published : Oct 28, 2021, 11:56 AM IST

  • કેજરીવાલ રામનું નામ જપી રહ્યા છે
  • કેજરીવાલ પણ ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા
  • UP ની ચૂંટણીઓને કારણે બદલાયું "આપ" નું વલણ

હૈદરાબાદ: દિલ્હીના મુખ્યપ્રધાન (CM) અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) આ દિવસોમાં રામ નામનો જાપ કરી રહ્યા છે. UP માં ચૂંટણીઓ આવી રહી છે, તેથી કેજરીવાલ પણ ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. 26 ઓક્ટોબરે હનુમાન ગઢીની સાથે રામ લલ્લાના પણ દર્શન કર્યા હતા. જે બાદ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતા માટે એક જાહેરાત કરી હતી જેનાથી સવાલો ઉઠવા લાગ્યા છે કે વીજળી, પાણી, શાળા અને હોસ્પિટલના નામે ચૂંટણી લડનારા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને રામના નામની જરૂર કેમ પડી ?

વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્યના નામે ચૂંટણી લડનારા અરવિંદ કેજરીવાલ કેમ જપી રહ્યા છે રામનામનો જાપ

અરવિંદ કેજરીવાલે શું કરી જાહેરાત ?

બુધવારે અયોધ્યાથી દિલ્હી પરત ફરતા અરવિંદ કેજરીવાલે (arvind kejriwal) જાહેરાત કરી હતી કે, દિલ્હી સરકારની 'મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના' હેઠળ હવે રામલાલના પણ અયોધ્યામાં દર્શન થશે. વાસ્તવમાં છેલ્લી દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ તેના ઘોષણાપત્રમાં વૃદ્ધો માટે મફત તીર્થયાત્રાનું વચન આપ્યું હતું. 100 કરોડની આ યોજનાને મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દિલ્હીના આવા તમામ વૃદ્ધ લોકો કે જેઓ પ્રવાસનો ખર્ચ જાતે ઉઠાવી શકતા નથી તેઓને ઘણા તીર્થસ્થળોની મફત મુલાકાત કરાવવામાં આવે છે અને તેમના પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવે છે. દિલ્હી સરકારની આ યોજના હેઠળ વૈષ્ણોદેવી, શિરડી, રામેશ્વરમ, દ્વારકાપુરી, હરિદ્વાર, ઋષિકેશ, મથુરા, વૃંદાવન જેવા તીર્થ સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે. જેમાં હવે અયોધ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હાલમાં કોરોના રોગચાળાને કારણે હોલ્ડ પર છે પરંતુ નવેમ્બરમાં મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના ફરી શરૂ થઈ શકે છે. કેજરીવાલે UPમાં પણ તેને લાગુ કરવાની જાહેરાત કરી છે.

  • मां सरयू नदी के पवित्र तट पर महाआरती में शामिल होकर मां का वंदन किया एवं उनका आशीर्वाद लिया। बेहद आनंदित माहौल था। pic.twitter.com/xagM50uBZw

    — Arvind Kejriwal (@ArvindKejriwal) October 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હવે 'આપ' કામના નહીં રામના નામે ચૂંટણી લડશે ?

આ સવાલ સીધો અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) નો છે. જે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યપ્રધાન (CM) બન્યા છે, તો તેની પાછળ સામાન્ય માણસનું કામ જવાબદાર છે. જેનો સીધો સંબંધ સામાન્ય લોકોની મૂળભૂત જરૂરિયાતો સાથે છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ કામના જોરે દિલ્હીમાં જીતી રહ્યા છે, ખાસ કરીને 2020 ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ વીજળી, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર લડાઈ લડી હતી અને 2015 ની વિધાનસભા ચૂંટણીની જેમ જંગી બહુમતિથી સરકારની રચના થઈ હતી. આ પછી પંજાબથી લઈને ગુજરાત સુધી અરવિંદ કેજરીવાલ દિલ્હી સરકારના કામના વખાણ કરી રહ્યા છે અને સરકાર બનશે તો ચૂંટણી રાજ્યોમાં પણ આ જ યોજનાઓ લાગુ કરવાની જાહેરાત કરી રહ્યા છે. હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન દિલ્હીની વીજળી, પાણી, મોહલ્લા હોસ્પિટલની ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થવાનો છે કે કામના નામે ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલ કેમ રામ નામનો જાપ કરી રહ્યા છે.

ભાજપને કારણે અન્ય પક્ષોના નેતાઓને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની ફરજ પડી રહી છે: રાશિદ અલ્વી

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમના મતે ભાજપે ધર્મને રાજકારણ સાથે સીધો જોડવાનું કામ કર્યું છે. જેના કારણે મતદારો સાથે જોડાવા માટે અન્ય પક્ષોના નેતાઓને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની ફરજ પડી રહી છે. અલ્વીએ આ નિવેદન ભલે કેજરીવાલની અયોધ્યા મુલાકાત પહેલા આપ્યું હોય પરંતુ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, વર્તમાન UP ચૂંટણીના સમીકરણને જોતા તેને નકારી શકાય તેમ નથી.

ભાજપના કારણે બદલાઈ ગઈ UP ની ચૂંટણીની મોસમ ?

ઉત્તર પ્રદેશની ચૂંટણી હંમેશા ધર્મ અને જાતિની આસપાસ વણાયેલી રહી છે. દરેક રાજકીય પક્ષ પોતપોતાની વોટબેન્ક મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજેપી પહેલાથી જ હિન્દુત્વનો ઝંડો ઊંચકતી આવી છે, તો સપાના નિશાને યાદવ અને મુસ્લિમ વોટબેન્ક રહ્યા છે. તેવી જ રીતે બસપાને પણ પછાતના વોટથી ટેકો મળ્યો છે. UP માં કોંગ્રેસ ભલે હાંસિયા પર દેખાતી હોય પરંતુ એક સમય એવો હતો, જ્યારે જાતિની રમતમાં તેનો કોઈ મુકાબલો ન હતો. આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી UP વિધાનસભાની ચૂંટણી પહેલા બધું જ બદલાઈ ગયું છે. બસપાથી લઈને સપા સુધી બ્રાહ્મણોને પૂછવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણોના નામે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભાજપ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર અડગ છે. રામ મંદિરના શિલાન્યાસથી લઈને કલમ 370 હટાવવા સુધીના મુદ્દાઓ તેમને ફ્રન્ટ ફુટ પર લઈ જઈ રહ્યા છે. બીજી ખાસ વાત એ છે કે, આ વખતે કોઈપણ રાજકીય પક્ષને મુસ્લિમ વોટબેન્કની ચિંતા નથી, જે ગત ચૂંટણીમાં રીઝવવા માટે સ્પર્ધા કરી રહી છે.

વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્યના નામે ચૂંટણી લડનારા અરવિંદ કેજરીવાલ કેમ જપી રહ્યા છે રામનામનો જાપ ?

દરેક ભાજપની વોટબેંકમાં ખાડો પાડવા માગે છે

વાસ્તવમાં જો ધર્મના આધારે વોટબેન્કનું વિભાજન કરવામાં આવે તો UPમાં હિન્દુ વોટબેન્કની સામે મુસ્લિમ વોટબેન્કની શતરંજ નથી. આગળ- પછાત જાતિઓની વોટ બેન્ક હોય, 2014 ની લોકસભાની ચૂંટણી હોય કે 2019 ની હોય કે 2017 ની વિધાનસભાની ચૂંટણી હોય, દરેક જાતિના મતોએ ભાજપને જીત અપાવી છે અને મોદી સરકારની રચનામાં યોગદાન આપ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે SP, BSP, કોંગ્રેસ, AAP સહિત તમામ પાર્ટીઓને લાગે છે કે જો તેઓ લઘુમતી કે જાતિની વોટબેન્ક તરફ જશે તો ભાજપ માટે જીતનો રસ્તો આસાન થઈ જશે. તેથી જ દરેક ભાજપની વોટબેંકમાં ખાડો પાડવા માગે છે.

ભાજપ ડાલ ડાલ, બીજા પક્ષ પાત પાત

એકંદરે UP ની ચૂંટણી પહેલા દરેક પાર્ટી આવીને એક જ ધ્રુવ પર બેસી ગઈ છે અથવા તો એ જ રસ્તે ચાલી ગઈ છે કે, જેના પર ભાજપ ચાલી રહ્યું છે. ભાજપ પ્રત્યે બ્રાહ્મણોની નારાજગીનો મુદ્દો ઉઠાવીને બસપાથી લઈને સપા સહિત અનેક પક્ષોની નજર બ્રાહ્મણોની વોટબેન્ક પર છે. 2007 માં માયાવતી તિલક, ત્રાજવા અને તલવાર સાથે સત્તામાં આવ્યા અને 2012 માં અખિલેશ યાદવને પણ બધાના વોટ મળ્યા. આથી જ UP ના આ બે ક્ષત્રપ ભાજપની મહત્તમ વોટ બેન્કને પોતાના દરબારમાં લાવવા માટે લડી રહ્યા છે. બન્ને પક્ષોએ પોતાના પક્ષના મોટા બ્રાહ્મણ ચહેરાઓને પણ આ કામમાં જોડ્યા છે.

અઝદુદ્દીન ઓવૈસી સિવાય દરેક પાર્ટી લઘુમતીઓ વિશે વાત કરવાનું ટાળી રહી છે

પ્રિયંકા ગાંધી પણ ઉત્તર પ્રદેશમાં ગામડે ગામડે ફરી રહ્યા છે. ગંગા સ્નાનથી લઈને પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી જનોઈધારી બની ચૂક્યા છે. આ પાર્ટી અન્ય પક્ષોની જેમ ભાજપ પ્રત્યે બ્રાહ્મણોની નારાજગીને ટાંકીને કેટલાક મત મેળવવાનું વિચારી રહી છે. પ્રિયંકાએ મહિલા કાર્ડ પણ રમ્યું છે પરંતુ અઝદુદ્દીન ઓવૈસી સિવાય દરેક પાર્ટી લઘુમતીઓ વિશે વાત કરવાનું ટાળી રહી છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે જે હિંદુ વોટબેન્ક પર દરેક પક્ષ ઘરફોડ ચોરી કરવા માટે કમર કસી રહ્યો છે, તે મુસ્લિમ વોટબેન્કની વાત કરીને સીધો ભાજપના પક્ષમાં જશે.

આ પણ વાંચો: મોટી સફળતાઃ 5,000 કિમી દૂર સુધી પ્રહાર કરી શકે તેવી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ

શું ભાજપના લીધે આવું કરવાની ફરજ પડી છે ?

નિષ્ણાંતોનું માનવું છે કે, 2014 માં કેન્દ્રમાં મોદી સરકાર અને 2017 માં UP માં યોગી સરકાર બન્યા પછી, CAA થી લઈને કાશ્મીરમાંથી કલમ 370 સુધી અને રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, રામ મંદિરના શિલાન્યાસ સુધીના ઘણા મુદ્દા ભાજપની તરફેણમાં ગયા હતા. ભાજપે આ બધું પોતાના હિંદુત્વ અને રાષ્ટ્રવાદના એજન્ડામાં એવી રીતે વણી લીધું છે કે તેને લોકસભાની ચૂંટણીથી લઈને અનેક વિધાનસભાની ચૂંટણીઓમાં ફાયદો થયો છે. બંગાળથી લઈને દિલ્હી જેવા રાજ્યોમાં ભાજપ ભલે જીતી ન હોય પરંતુ બન્ને રાજ્યોમાં તેના એજન્ડાને કારણે તે બીજી પાર્ટી બની ગઈ છે. ખાસ કરીને બંગાળમાં પાર્ટી 3 સીટથી 77 સીટો પર પહોંચી. નિષ્ણાતોના મતે, લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી ભાજપ તેના હિંદુત્વ અને રાષ્ટ્રવાદના એજન્ડાને વળગી રહે છે. ખાસ કરીને UP ચૂંટણીમાં આ વખતે રામમંદિર જેવો મોટો મુદ્દો છે, તે એ જ રામ મંદિર છે જેની મદદથી 2 બેઠકો જીતનારી પાર્ટી 5 વખત કેન્દ્રમાં સત્તાના શિખરે પહોંચી છે. આ જ કારણ છે કે દરેક પાર્ટી ભાજપની પીચ પર બેટિંગ કરી રહી છે, જેથી તે કેટલાક વોટ મેળવી શકે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે, આવાસ યોજનાના લાભાર્થીઓને આપશે ચાવી

'આપ' ની પણ આ જ મજબૂરી છે

UP માં વિધાનસભાની 403 બેઠકો છે. કેજરીવાલે પહેલા જ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આથી આ ચૂંટણીમાં AAP ની પણ અન્ય પાર્ટીઓ જેટલી જ મજબૂરી છે. એ મજબૂરી છે બીજેપીના પગલે ચાલવાની, જે અરવિંદ કેજરીવાલ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. કેજરીવાલે હનુમાન ગઢીથી રામ લલ્લાની મુલાકાત લીધી, સરયુ નદીની આરતીમાં ભાગ લીધો અને પછી દિલ્હી સરકારની તીર્થયાત્રાની યોજનામાં અયોધ્યાનો સમાવેશ પણ કર્યો. વાસ્તવમાં અરવિંદ કેજરીવાલ પહેલીવાર UPની પીચ પર ઉતરી રહ્યા છે. તેથી તેમની રાજકીય મજબૂરી અને વ્યૂહરચના બન્ને તેમને ભાજપની શૈલીમાં રમવા માટે મજબૂર કરી રહ્યા છે. UP માં બાકીની પાર્ટીઓ પહેલેથી જ બીજેપીના રસ્તે છે. ભાજપ આ તમામ પક્ષોના આ સ્ટેન્ડને ચૂંટણીનો ખેલ ગણાવે છે. જોકે આ એ જ આમ આદમી પાર્ટી છે, જે રામજન્મભૂમિ ટ્રસ્ટની જમીન ખરીદીને લગતા વિવાદમાં ખુલ્લેઆમ ભાજપ પર પ્રહારો કરતી હતી અને આજે એ જ પક્ષ રામના ચરણને શરણ થયો છે. જો ભાજપ આને ચૂંટણીનો ખેલ કહે છે. તો દરેક પક્ષની સાથે આમ આદમી પાર્ટી પણ કહી રહી છે કે, રામ કોઈના નહીં પણ બધાના છે.

ભાજપનું નુકસાન, AAP ને ફાયદો

આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા હોય કે રામનામનો જાપ હોય, ચૂંટણી બોર્ડ પર ભાજપને ધ્યાનમાં રાખીને દરેક ચાલ રમાઈ રહી છે. બ્રાહ્મણોની નારાજગીને ટાંકીને સપા, બસપા ભાજપથી નિરાશ થયેલા મતદારોને અંદર લાવવા માગે છે અને આમ આદમી પાર્ટી પણ તેવો પ્રયાસ કરી રહી છે. નિષ્ણાતો માને છે કે, ભાજપ તેના એજન્ડા પર આધારિત હોઈ શકે છે પરંતુ મતદારોનો એક વર્ગ સરકારની કામગીરી અથવા અન્ય કોઈ મુદ્દાથી નિરાશ થશે અને આ વર્ગને આમ આદમી પાર્ટી અથવા ભાજપના અન્ય વિરોધીઓ પોતાના પક્ષમાં ઇચ્છે છે. UP માં મુસ્લિમ વોટબેન્કની વાત કોઈ નથી કરી રહ્યું પરંતુ છેલ્લી ચૂંટણીમાં તેઓ સપા, બસપા અને કોંગ્રેસ સાથે જતા રહ્યા છે. આ વખતે ઓવૈસી પણ મેદાનમાં છે, આવી સ્થિતિમાં મુસ્લિમ વોટ બેંક માટે વધુ સ્પર્ધા છે. એટલા માટે આમ આદમી પાર્ટીને હિંદુ વોટ બેંક તરફ જવાનો નફાકારક સોદો લાગી રહ્યો છે.

ભાજપને તેના જ મુદ્દાઓ પર ઘેરવાની તૈયારી

રાષ્ટ્રવાદ અને હિંદુત્વ હંમેશા ભાજપના મુદ્દા રહ્યા છે અને આમ આદમી પાર્ટી પણ આ મુદ્દાઓને પકડી રહી છે. આ બધું અચાનક નથી બન્યું. આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ આયોજન સાથે પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું છે અને UP ની ચૂંટણીની સાથે આગામી વર્ષમાં યોજાનારી 7 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયારી કરી લીધી છે. UP ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાશે. કેજરીવાલે લગભગ તમામ રાજ્યોમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટીએ UPમાં હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના માર્ગે ચાલવાની તૈયારીઓ કરી લીધી છે.

  • 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે દિલ્હીમાં વૈષ્ણોદેવી, શિરડી, રામેશ્વરમ, દ્વારકાપુરી, હરિદ્વાર, ઋષિકેશ, મથુરા, વૃંદાવન જેવા તીર્થસ્થળોની મુલાકાત લેવાની યોજના અમલમાં મૂકી. જેમાં હવે અયોધ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
  • આ વખતે નાણાકીય વર્ષ 2021- 22નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેને દેશભક્તિ બજેટ નામ આપવામાં આવ્યું હતું.
  • દેશના રાષ્ટ્રીય ગૌરવ અને મહાનતાને ગણીને બજેટમાં દિલ્હીમાં 500 રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કહેવામાં આવ્યું હતું.
  • દિલ્હીની શાળાઓમાં દેશભક્તિનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળાઓમાં દેશભક્તિનો સમયગાળો યોજાશે. જેમાં ક્રાંતિકારીઓ, દેશભક્તોની વાતો થશે.
  • ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીએ પણ તિરંગા યાત્રા કાઢી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.