- આંતરરાષ્ટ્રીય મંચ પર સ્નેહાએ આપ્યો પાકિસ્તાનને જવાબ
- પાકિસ્તાને ફરી એક વાર છેડ્યો કાશ્મીરનો સુર
- પાડોશી દેશ આંતકવાદને આશ્રય આપી રહ્યો છે: સ્નેહા દુબે
હૈદરાબાદ: પાકિસ્તાન હંમેશા કાશ્મીર વિશે પોતાનો રાગ આલાપતો હોય છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાની આ વખતે પણ દાળ ગળી નહોતી. ભારતે આ મામલે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પડોશી દેશ આતંકવાદીઓને ટેકો આપવાનો ઈતિહાસ રચી રહ્યો છે.
પાકિસ્તાનમાં સામાન્ય જનતા પરેશાન
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ જણાવ્યું હતું કે આ પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાનના નેતાઓએ આ મંચ પરથી મારા દેશ ભારત વિરુદ્ધ ખોટો અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર ફેલાવ્યો હોય. આતંકવાદીઓ પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે, જ્યારે સામાન્ય જનતા પરેશાન છે.
કોણ છે સ્નેહા દુબે
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ઠપકો આપનાર સ્નેહા દુબેએ પ્રથમ પ્રયાસમાં જ UPSCમાં સફળતા મેળવી હતી. તે 2012 બેચના મહિલા અધિકારી છે. IFS બન્યા પછી, તેઓ વિદેશ મંત્રાલયમાં નિયુક્ત થયા. આ પછી તેને 2014 માં મેડ્રિડમાં ભારતીય દૂતાવાસમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : PM Modiએ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની મુલાકાતમાં H1B વિઝાનો મુદ્દો ઉઠાવ્યો
પરિવારમાં કોઈ સિવિલ સર્વિસમાં નથી
હાલમાં, તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના પ્રથમ સચિવ છે. આંતરરાષ્ટ્રીય બાબતોમાં રુચિના કારણે સ્નેહા દુબેએ ભારતીય વિદેશ સેવામાં જોડાવાનો નિર્ણય કર્યો. સ્નેહાએ જેએનયુમાંથી અભ્યાસ કર્યો છે. તેણે અહીંથી એમએ અને એમફિલ કર્યું છે. સ્નેહાનું પ્રારંભિક શિક્ષણ ગોવામાં થયું. આ પછી તેણે પૂણેની ફર્ગ્યુસન કોલેજમાંથી સ્નાતક થયા. સ્નેહા દુબેએ એક વખત કહ્યું હતું કે તેના પરિવારનો કોઈ સભ્ય સિવિલ સર્વિસમાં નથી. સ્નેહાના પિતા બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. તેની માતા શિક્ષિકા છે. ભાઈઓ ધંધો કરે છે.
આ પણ વાંચો : સંયુક્ત રાષ્ટ્રમાં આજે મોદીનું સંબોધન, આખા વિશ્વની નજર હશે વડાપ્રધાનના ભાષણ પર
પાકિસ્તાન લાદેનને શહિદ ગણાવી રહી છે
આ રીતે ગોવા અને દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી બહાર આવીને સ્નેહા દુબે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને દુશ્મન દેશનું સત્ય પણ દુનિયા સામે મૂકી રહી છે. સ્નેહાએ કહ્યું કે ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં આશ્રય મળ્યો. આજે પણ પાકિસ્તાની નેતૃત્વ તેમને 'શહીદ' તરીકે ઉપમા આપે છે. આ સિવાય, સમગ્ર વિશ્વમાં એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન ખુલ્લેઆમ આતંકવાદીઓને ટેકો આપે છે અને તેમને હથિયારો પૂરા પાડે છે. દુબેએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત મોટાભાગના આતંકવાદીઓને પાકિસ્તાન પાસે રાખવાનો ખરાબ રેકોર્ડ છે.