ન્યુઝ ડેસ્ક: બંગાળના રાજકારણમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મમતા સરકારના કેબિનેટ પ્રધાન પાર્થ ચેટર્જીના (ED arrests Partha Chatterjee) ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા હતા. આ બાદ આજે તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની પણ અટકાયત ( teacher recruitment scam case) કરવામાં આવી છે, ત્યારે આ અર્પિતા મુખર્જી કોણ છે અને શા માટે તેની ધરપકડ કરવામાં આવી છે તે જાણીએ...
આ પણ વાંચો: ભરતી કૌભાંડના સંદર્ભમાં ED એ દરોડા પાડતા કરોડો રૂપિયાની કેશ મળી
બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું: EDના દરોડાથી ચર્ચામાં આવેલી (what is education scam) અર્પિતા મુખર્જી વિશે વાત કરીએ તો, તેણે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે, જોકે બહુ ઓછા સમય માટે. અર્પિતા મુખર્જીએ તેની ફિલ્મી કરિયરમાં મોટાભાગે સાઈડ રોલ કર્યા છે. બંગાળી ફિલ્મો ઉપરાંત તેણે ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
આ પણ વાંચો: શિક્ષક ભરતી કૌભાંડ કેસઃ પૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જીની ધરપકડ, અર્પિતા મુખર્જી કસ્ટડીમાં
કેટલીક ફિલ્મોમાં સાઈડ રોલ: અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મના સુપરસ્ટાર પ્રોસેનજીત અને જીતની મુખ્ય ભૂમિકાઓ સાથે કેટલીક ફિલ્મોમાં સાઈડ રોલ પણ કર્યો છે. આ સિવાય અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મ અમર અંતરનાદમાં પણ કામ કર્યું હતું. અર્પિતા મુખર્જી હવે EDના દરોડામાં 20 કરોડની રોકડ મળી આવતા ચર્ચામાં છે. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર, શિક્ષણ ભરતી કૌભાંડની તપાસ દરમિયાન અર્પિતા મુખર્જીની સંડોવણી સામે આવી હતી.