ETV Bharat / bharat

સરકારના કોવિડ મેનેજમેન્ટ અંગે કોંગ્રેસનો 'શ્વેત પત્ર', ત્રીજી લહેરની તૈયારી કરવાની માંગ - video conferencing

રાહુલ ગાંધીએ સરકારના કોવિડ મેનેજમેન્ટ અંગે કોંગ્રેસના શ્વેતપત્રને બહાર પાડતા કહ્યું કે, તેનો હેતુ દેશને કોરોના વાઇરસની ત્રીજી લહેર સામે લડવા માટે તૈયાર કરવામાં મદદ કરવાનો છે.

સરકારના કોવિડ મેનેજમેન્ટ અંગે કોંગ્રેસનો 'શ્વેત પત્ર

author img

By

Published : Jun 22, 2021, 6:13 PM IST

  • ત્રીજી લહેર માટે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખવું પડશે
  • શ્વેત પત્રનો હેતુ સરકાર પર આંગળી ચીંધવાનો નથી: રાહુલ
  • કોરોનાની ત્રીજી લહેર બાદ અનેક લહેરો હોઈ શકે છે

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કોરોના પર 'શ્વેત પત્ર' બહાર પાડશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના મહામારીને લઈને સમયાંતરે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રહે છે. ત્યારે, તેમણે કહ્યું કે, ગઈકાલે સારું કામ કરવામાં આવ્યું છે. (સૌથી વધુ સંખ્યામાં રસી આપવામાં આવી હતી) પરંતુ, તેમાં કોરોનાને કારણે થતાં મોત ઘટી રહ્યા નથી. સરકારે આ પ્રક્રિયા ફક્ત એક દિવસ માટે જ નહીં, પણ જ્યાં સુધી આપણે આપણે દેશની જનતાને રસી પહોંચે નહી ત્યાં સુધી કરવી પડશે.

આ પણ વાંચો: Third Wave of Corona - કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના વેરિયન્ટ સુરતમાં જ જાણી શકાશે

ત્રીજી લહેર માટે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખવું

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આખો દેશ જાણે છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે. પરંતુ, સરકાર ત્રીજી લહેર માટે તૈયાર નથી. ત્રીજી લહેર માટે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર રાખવું પડશે. કોરોનાની પહેલી લહેર અને ખાસ બીજી લહેર દરમિયાન થયેલી ભૂલોને સુધારવી પડશે. કોરાના સામે લડવા જરૂરીયાત કાર્યો જે બીજી લહેરમાં પૂર્ણ થઈ નહતા શક્યા. તે ત્રીજી લહેરમાં સંપૂર્ણપણે પૂર્ણ થવા જોઈએ. પછી ભલે તે હોસ્પિટલના બેડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સિજન, દવાઓની જરૂરિયાત હોય.

સરકારે ત્રીજી લહેરને લઈને ભૂલો સુધારવી પડશે

કોરાના પરના આ શ્વેત પત્રનો હેતુ સરકાર તરફ આંગળી ચીંધવાનો નથી, પરંતુ, દેશને સંક્રમણની ત્રીજી લહેર માટે તૈયાર કરવામાં મદદ કરવાનો છે. શ્વેત પત્રનો મતલબ એ નથી કે સરકારે કંઇક ખોટું કરે છે. અમે માત્ર ભૂલ તરફ ધ્યાન દોરી રહ્યા છીએ. કારણ કે, આપણે જાણીએ છીએ કે આગામી સમયમાં આ ભૂલો સુધારવી પડશે. આખો દેશ જાણે છે કે, બીજી લહેર પહેલાં પણ આપણા વૈજ્ઞાનિકો અને ડોકટરોએ બીજી લહેર વિશે વાત કરી હતી. તે સમયે સરકારે જે કામ કરવાનું હતું, તે થયું ન હતું અને બીજી લહેરની અસર આખા દેશને સહન કરવી પડી હતી.

આ પણ વાંચો: Etv Bharat : કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર સાથે ખાસ વાતચીત

ગઈકાલે સારું કામ કરવામાં આવ્યું છે.: ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તે સ્પષ્ટ છે કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરનું સંચાલન વિનાશકારી હતું અને અમે તેની પાછળનાં કારણોને નિર્દેશિત કરવાનો પ્રયાસ કર્યો છે. કોરોનાની ત્રીજી લહેર પછી અનેક લહેરો હોઈ શકે છે. કારણ કે વાઇરસ પરિવર્તનશીલ છે. તેમણે વધુમાં કહ્યું કે, ગઈકાલે સારું કામ કરવામાં આવ્યું છે. (સૌથી વધુ સંખ્યામાં રસી આપવામાં આવી હતી) પરંતુ, તેમાં કોરોનાને કારણે થતાં મોત ઘટી રહ્યા નથી. સરકારે આ પ્રક્રિયા ફક્ત એક દિવસ માટે જ નહીં, પણ જ્યાં સુધી આપણે આપણે દેશની જનતાને રસી પહોંચે નહી ત્યાં સુધી કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.