- કોરોનાને લઈ કોંગ્રસની મોદી સરકારને ઘેરવાની તૈયારી
- રાહુલ ગાંધી આજે જાહેર કર્યો કોવિડ -19 પર સ્વેત પત્ર
- 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મંગળવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તે કોવિડ -19 પર વ્હાઇટ પેપર(covid-19 white paper) બહાર પાડ્યો. ચાલો તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સમયાંતરે કેન્દ્ર સરકાર પર નિશાન બનાવતા રહે છે.
રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન
તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કોવિડ -19 માહામારીમાં કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને 4-4 લાખ રૂપિયા વળતર આપવા કેન્દ્રની અસમર્થતા માટે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ
કોરોના મહામારીમાં ગેર વહિવટીય (Corona Management) કાર્ય મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, દેશને ફરી એક વાર બનાવવાની જરૂર છે, પરંતુ આ ત્યારે જ થઈ શકે છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ભૂલો સ્વીકારે અને નિષ્ણાંતો પાસે મદદ માંગશે.
આ પણ વાંચોઃ મોદી સરકારે ટેક્સ વસૂલાતમાં PH.D કરેલું છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાએ સરકાર પર લગાવ્યો આરોપ
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે, કોરોના મહામારીમાં પ્રથમ સારવારનો અભાવ, પછી ખોટા આંકડાઓ અને તેનાથી ઉપર સરકારની આ ક્રૂરતા…નોંધનીય છે કે કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતમાં કહ્યુ છે કે કોરોનાથી જામ ગુમાવનારા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપી શકાતું નથી કારણ કે આ નાણાકીય ભારણ સહન કરવું શક્ય નથી અને કેન્દ્ર અને રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિ પણ સારી નથી.
તેમણે ટ્વિટ કર્યું હતું કે, "જીવનની કિંમત મૂકવી અશક્ય છે - સરકારનું વળતર માત્ર થોડી મદદ છે પરંતુ મોદી સરકાર તે કરવા માટે તૈયાર નથી."