ETV Bharat / bharat

બેદરકારી: ફોન પર વાત કરતી વખતે નર્સે યુવતીને કોરોના રસીના આપી દીધા બે ડોઝ - CORONA UPDATES

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના હયાતનગરમાં એક નર્સે ફોન પર વાત કરતા એક યુવતીને કોરોના રસીના બે ડોઝ આપી દીધા હતા. રસી અપાયાની સાથે જ યુવતીની હાલત કથળી હતી. ત્યારબાદ તેને વનસ્થલીપુરમ એરિયા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

બેદરકારી
બેદરકારી
author img

By

Published : Jun 20, 2021, 1:00 PM IST

  • લક્ષ્મી ગુરુવારે સવારે 8.30 કલાકે પેડ્ડા અંબરપેટમાં રસી લેવા ગઈ
  • ઘટના બાદ DMHOને તપાસના આદેશ અપાયા
  • હાલત સ્થિર થતા યુવતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

હૈદરાબાદ: તેલંગાણામાં ( TELNGANA )એક નર્સની બેદરકારીને કારણે એક યુવતીને કોરોના રસીના ( CORONA VACCINE ) બે ડોઝ આપી દેવાયા હતા. આ ઘટના રંગારેડ્ડી જિલ્લાના હયાતનગરની છે. આ ઘટના બાદ DMHOને તપાસના આદેશ અપાયા છે.

નર્સના મોબાઈલ પર કોલ આવ્યો અને તેણે વાત કરતી વખતે લક્ષ્મીને ફરીથી રસી આપી

મળતી માહિતી મુજબ, કુંતલુરની રાજીવ ગૃહકલકલ્પ કોલોનીમાં રહેતી લક્ષ્મી પ્રસન્ના ગુરુવારે પેડ્ડા અંબરપેટની જિલ્લા પરિષદ હાઇ સ્કૂલમાં રસીકરણ માટે આવી હતી. તે સમયે પદ્મા નામની નર્સ લોકોને રસી આપી રહી હતી. તેણે લક્ષ્મીને પહેલીવાર રસી લગાવી પણ રસી મળ્યા બાદ તે યુવતી ત્યાં જ બેસી રહી હતી. ત્યારબાદ પદ્માના મોબાઈલ પર કોલ આવ્યો અને તેણે વાત કરતી વખતે લક્ષ્મીને ફરીથી રસી આપી હતી.

બે ડોઝની પ્રતિક્રિયાથી બચાવવા માટે યુવતીને બીજું એક ઇન્જેક્શન અપાયું

રસીનો બીજો ડોઝ ( SECOND DOSE )આવતા જ યુવતીને તાવ આવવા લાગ્યો હતો. જેના કારણે તે પરેશાન થઈ ગઈ હતી. બે ડોઝની પ્રતિક્રિયાથી બચાવવા માટે યુવતીને બીજું એક ઇન્જેક્શન અપાયું હતું અને તેને તુરંત વનસ્થલ્લીપુરમ એરિયા હોસ્પિટલમાં (VANSTHALIPURAM AREA HOSPITAL )દાખલ કરવામાં આવી હતી. તેને બે દિવસ માટે એક અલગ રૂમમાં રાખવામાં આવી હતી. દરમિયાન યુવતીની હાલત સ્થિર થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતમાં 24 જૂનથી લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે

11 વાગ્યા સુધીમાં નર્સ પદ્માએ તેને રસીનો પ્રથમ ડોઝ આપ્યો

લક્ષ્મીએ જણાવ્યું કે, તે ગુરુવારે સવારે 8.30 કલાકે પેડ્ડા અંબરપેટમાં આવેલી જિલ્લા પરિષદ હાઇ સ્કૂલ ખાતે રસી લેવા ગઈ હતી. 11 વાગ્યા સુધીમાં નર્સ પદ્માએ તેને રસીનો પ્રથમ ડોઝ આપ્યો. થોડી વારમાં નર્સના મોબાઇલ પર કોલ આવ્યો. ફોન પર વાત કરતી વખતે તેણે લક્ષ્મીને ત્યાં બેસવાનું કહ્યું અને યુવતી પાસેથી કંઈ પૂછ્યા વિના પદ્માએ ફરીથી રસી લગાવી.

આ પણ વાંચો: Surat rural vaccination update: સુરત આરોગ્ય વિભાગ દ્વારા 10,761 લોકોએ કોરાના રસી લીધી

યુવતીને અપાયેલા બે ડોઝની પુષ્ટિ થઈ નથી

રંગારેડ્ડી ડિસ્ટ્રિક્ટ DMHO સ્વરાજ્યલક્ષ્મીએ જણાવ્યું હતું કે, યુવતીને અપાયેલા બે ડોઝની પુષ્ટિ થઈ નથી. સિરીંજમાં દવા લેતી વખતે નર્સનો ફોન આવ્યો. પદ્માએ પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે, ફોન પર વાત કરતા પહેલા તેણે યુવતીને રસી ન હોતી લગાવી. ફોન પર વાત કર્યા પછી જ રસી અપાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.