ETV Bharat / bharat

લખનૌમાં રનવે ખાલી નહિ મળવાથી 45 મિનિટ સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું વિમાન, ઇંધણ સમાપ્ત થતા દિલ્હી પરત ફર્યું

લખનૌ એરપોર્ટ પર આવેલા એક પ્લેનને સિગ્નલ ન મળતા હવામાં ચક્કર લગાવતું રહ્યું. લગભગ 45 મિનિટ સુધી હવામાં ચક્કર લગાવ્યા બાદ ઇંધણ ઓછું થવા લાગ્યું. જોકે આ દરમિયાન પાયલટે સમજદારી દાખવી અને પ્લેનને દિલ્હી પરત ફેરવ્યું.

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 9:17 AM IST

Updated : Nov 29, 2023, 8:02 PM IST

Etv Bharat
Etv Bharat

લખનૌ: દિલ્હીથી આવી રહેલા પ્લેનને લખનૌમાં લેન્ડ થવા માટે સિગ્નલ મળ્યું ન હતું. આ દરમિયાન ઓથોરિટી દ્વારા પાયલટને થોડીવાર હવામાં ચક્કર મારવાનું કહેવામાં આવ્યું. લગભગ 45 મિનિટ ચક્કર લગાવ્યા બાદ પ્લેનનું ઈંધણ પૂરું થવા આવ્યું. ત્યારબાદ પાયલટે સમજદારી બતાવી અને ફ્લાઈટને દિલ્હી તરફ પાછી ફેરવી. આ ફ્લાઈટ સાંજે લખનૌ પરત ફરી હતી.

45 મિનિટ સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું વિમાન: મંગળવારે લખનૌ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, એર એશિયાની ફ્લાઈટ 45 મિનિટ સુધી લખનૌમાં હવામાં ચક્કર લગાવ્યા બાદ દિલ્હી પરત ફરી હતી. બાદમાં આ ફ્લાઈટ સાંજે લખનૌ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તેમાં બેઠેલા મુસાફરો કલાકો સુધી પરેશાન થતા રહ્યા.

પાયલટે દાખવી સમજદારી: એર એશિયાની ફ્લાઈટ નંબર I5738 મંગળવારે બપોરે 1:00 વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતી. લગભગ 1.45 વાગ્યે ફ્લાઈટ લખનૌ પહોંચી હતી. આ દરમિયાન એરપોર્ટના રનવે પર ટ્રાફિક હોવાને કારણે ટ્રાફિક કંટ્રોલ વિભાગે થોડો સમય હવામાં ચક્કર લગાવવા સૂચન કર્યું કે જેથી રનવે ખાલી થાય. આ દરમિયાન પ્લેનનું ઈંધણ ઓછું થવા લાગ્યું. પાયલોટે સમજદારી બતાવ્યું અને ATCને જાણ કરી અને દિલ્હી જવાનો માર્ગ પૂછ્યો અને પ્લેન લગભગ 2:20 વાગ્યે દિલ્હી પરત ફર્યું હતું.

લખનૌ આવતી ફ્લાઈટ ઝારખંડ પહોંચી: એ જ રીતે સવારે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર 6E453 જે સવારે 8:00 વાગ્યે હૈદરાબાદથી લખનૌ પહોંચવાની હતી, પરંતુ લખનૌ એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આ ફ્લાઈટ લાંબા સમય સુધી ચક્કર લગાવ્યા બાદ ઝારખંડ પહોંચી હતી.

  1. પીએમ મોદીએ સુરંગમાંથી બહાર કાઢવામાં આવેલા કામદારો સાથે ફોન પર વાત કરી, કેન્દ્રીય મંત્રીઓએ પણ બચાવ કામગીરીની પ્રશંસા કરી
  2. હમાસ સાથેના યુદ્ધમાં ઈઝરાયેલને અત્યાર સુધીમાં અબજો ડોલરનું નુકસાન થયું છે, જેની અસર લાંબા સમય સુધી રહેશે

Last Updated : Nov 29, 2023, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.