ETV Bharat / bharat

ગુજરાતને ક્યારે મળશે Bullet Train ? જાણો વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ( PM Modi dream project ) ક્યાં અટવાયો... ?

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ( PM Modi dream project ) એવા આમદાવાદ મુંબઈ વચ્ચે 508.17 કિમીની હાઈસ્પીડ બુલેટ ટ્રેન બે રાજ્યોને જોડશે. 508.17 કિમીના રુટમાં 12 જેટલા સ્ટેશનો અમદાવાદ મુંબઈ વચ્ચે તૈયાર કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Mumbai Ahmedabad bullet train project ) વચ્ચે આવતાં 28 બ્રિજના કોન્ટ્રાક પણ આપી દેવામાં આવ્યા છે. આ કામના રૂપિયા 1390 કરોડનો કોન્ટ્રાક L and T અને IHI ઇન્ફ્રા સ્ટક્ચર કંપનીને આપવામાં આવ્યો છે. પરંતુ આ પ્રોજેક્ટ કોઈના કોઈ કારણોસર હંમેશા વિવાદમાં રહ્યો છે એક તરફ મહારાષ્ટ્ર સરકારની ધીમી ગતી બીજી તરફ અમદાવાદ સાબરમતીના જમીન સંપાદનમાં ( mumbai-ahmedabad bullet train land acquisition ) વસાહતમાંથી લોકો દ્વારા હાઈકોર્ટમાં અરજીના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) વિવાદમાં છે. જાણો શું છે આ વિવાદ ?

Bullet Train
ગુજરાતને ક્યારે મળશે Bullet Train
author img

By

Published : Jun 22, 2021, 4:40 PM IST

ન્યૂઝ ડેસ્કઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) અવારનવાર વિવાદમાં સપડાય છે. ત્યારે હેવ આ પ્રોજેક્ટ ( Bullet Train Project ) માટે જમીન સંપાદનમાં અમદાવાદના સાબરમતી વિસ્તારની વસાહતમાંથી 318 લોકો હાઈકોર્ટની શરણે ગયા છે. તેમણે કોર્ટમાં અરજી કરી સરકારને પુનર્વસનની વ્યવસ્થાનો આદેશ આપવા માગ કરી હતી. કોર્ટે આ અરજીની આગોતરી નકલો વેસ્ટર્ન રેલ્વે ( Western Railway ) નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન ( National High Speed Rail Corporation ), અમલ કરનારા અધિકારીને આપવાનો નિર્દેશ કર્યો હતો. આ અરજી ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચ સમક્ષ આવી હતી. જોકે, આ અરજી પર સુનાવણી પાછી ઠેલાતી રહી છે અને હવે આ મુદ્દે આજે 22 જૂલાઈ 2021ના રોજ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.

આ અરજી સાબરમતી વિસ્તારમાં આવેલી જે. પી.ની ચાલીના રહીશોએ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ અહીં 35 વર્ષથી વધુ સમયથી ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, પરંતુ અધિકારીઓએ તેમને કોઈ જોગવાઈ વિના હાંકી કાઢ્યા હતા. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન ( National High Speed Rail Corporation ) તરફથી પુનર્વસન માટેની મૌખિક ખાતરી હોવા છતાં રેલવે વહીવટી તંત્રએ તેમને 22 ફેબ્રુઆરી 2021એ 7 દિવસની અંદર ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી.

ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ કરવાનું હતું લક્ષ્ય.

બુલેટ ટ્રેન ( Bullet Train ) ના આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂપિયા 1.08 લાખ કરોડ મૂકવામાં આવી હતી. જેમાંથી 81 ટકા રકમ જાપાન પાસેથી ઉછીની લેવાઇ હતી. આ પ્રોજેક્ટનું મુખ્ય લક્ષ્ય એ હતું કે, ઓછામાં ઓછું ડિસેમ્બર 2023 સુધીમાં પ્રથમ પ્રવાસ શરૂ થઇ જાય. 2022માં ભારતને આઝાદ થયે 75 વર્ષ થશે, તેથી કેન્દ્ર સરકારને આશા છે કે તે વર્ષના ઓગસ્ટ મહિનામાં જ બુલેટ ટ્રેન શરૂ થઇ જશે, પરંતુ રાજકારણના આટાપાટામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) ખોરંભે પડી રહ્યો છે.

અમદાવાદ-મુંબઇ વચ્ચે હશે 12 સ્ટેશન.

  • બુલેટ ટ્રેનના રુટમાં કયા-કયા રેલ્વે સ્ટેશનો આવશે ?

બુલેટ ટ્રેનની સફર કુલ 508 કિલોમીટરની છે. જેની વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં કુલ 12 રેલ્વે સ્ટેશનો આવશે. જેમાં ગુજરાતમાં 8 અને મહારાષ્ટ્રનાં 4 હશે. (૧) સાબરમતી (2) બોઈસર (3) અમદાવાદ (4) વિરાર (5) આણંદ (6) થાણા (7) વડોદરા (8) મુંબઈ (9) ભરૂચ (10) સુરત (11) બીલીમોરા (12) વાપી

પ્રથમ અમદાવાદ-વાપી વચ્ચે બુલેટ ટ્રેન ( Bullet Train ) દોડે તેવી શક્યતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ( PM Modi dream project ) મહારાષ્ટ્રમાં જમીન સંપાદન સહિત અનેક પ્રકારના અવરોધો ઊભા થઈ રહ્યા છે. પરિણામે અમદાવાદ મુંબઈ વચ્ચેની Bullet Train Project બે તબક્કામાં અમલમાં મૂકાય તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર સરકાર પણ રસ દાખવતી નથી. આથી, આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમદાવાદ-વાપી વચ્ચે અને બીજા તબક્કામાં વાપીથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડે તેવી શક્યતા છે.

BULLET TRAIN
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન

ભારતીય રેલવે ( Indian railways ) ના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના વડાપ્રધાન મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ( PM Modi dream project ) અનેક અવરોધો ઊભા થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024 સુધીમાં દેશની સૌપ્રથમ Bullet Train દોડાવવાની મોદી સરકારની યોજના હતી. આ પ્રોજેક્ટ હેઠળ 325 કિ.મી. માટે રૂ. 32,000 કરોડના કોન્ટ્રાક્ટ્સ પણ આપી દેવાયા છે. આ યોજના પર ગુજરાતમાં ઘણી ઝડપથી કામ ચાલી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં ખેડૂત સંગઠનોના વિરોધ અને રાજ્ય સરકારની ઢીલી નીતિના કારણે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ વિલંબથી થઈ રહ્યું છે.

જમીન સંપાદન કાર્યમાં 1908 વાંધા અરજી મળી છે.

બુલેટ ટ્રેન ( Bullet Train ) માટે 73,64,819 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની થાય છે, તે પૈકી 69,98,888ચોરસ મીટર જમીન સંપાદન કરવામાં આવ્યું હતું. જ્યારે 03,65,931 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની બાકી છે, આ જમીન સંપાદનમાં ખેડૂતોની 1908 ફરીયાદો મળી હતી. 8 જિલ્લાઓમાં શહેરી વિસ્તારમાં જમીન સંપાદન કરવાનું આયોજન હતું. ત્યારે રાજ્યમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો હતો. આ વાંધા અરજીઓમાં સૌથી વધુ અરજી અનુક્રમે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી અને આણંદમાંથી મળી હતી. વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં અનુક્રમે 26 અને 04 જેટલી વાંધા અરજી મળી છે. સૌથી વધુ જમીનનું સંપાદન સુરત, ભરૂચ અને વલસાડમાં. જ્યારે સૌથી ઓછું જમીન સંપાદન અમદાવાદમાં છે.

અમદાવાદમાં પણ જમીન સંપાદનનું કામ અટકી પડ્યું છે.

અમદાવાદ જિલ્લામાં સાબરમતી, ઘાટલોડિયા, વટવા અને અસારવા મહેસૂલી તાલુકામાં જમીનનું સંપાદન કરવાનું બાકી છે. દસ્ક્રોઇમાં જરૂરિયાત મુજબનું જમીન સંપાદન થઇ જવા પામ્યું છે. સાબરમતી અને ઘાટલોડિયામાં બે-બે વાંધા અરજી જમીન સંપાદન અંગે કરવામાં આવેલી છે. મોટાપાયે જમીન સંપાદન કરવાનું કામ બાકી છે અને બુલેટ ટ્રેન ( Bullet train ) ચાલુ કરવાનો પ્રશ્ન તે પછી આવે છે ત્યારે આગામી બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ થઇ શકશે કે કેમ તે અંગે સવાલ ઉભા થયા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) મામલે આગળ વધવાની કામગીરી અટકાવવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો ( Mumbai Ahmedabad bullet train ) ફર્સ્ટ લુક પણ આવ્યો હતો સામે.

ભારત સ્થિત જાપાની હાઈકમિશન દ્વારા E5 Series Shinkansenની તસવીરો જાહેર કરવામાં આવી હતી. આ ટ્રેન તસવીરોમાં ખૂબ સારી દેખાઈ રહી છે અને સોશિયલ મીડિયામાં તે વાયરલ પણ થઇ રહી છે. Mumbai Ahmedabad bullet train project ને વર્ષ 2023-24 સુધી સંપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

BULLET TRAIN
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક

જાણો , ક્યારે કરાયું હતું ખાતમુહૂર્ત ?

2017માં જાપાનના તત્કાલિન વડાપ્રધાન ( Former Prime Minister of Japan ) શિન્જો આબેની ( Shinzo Abe ) સાથે મળીને વડાપ્રધાન મોદીએ ( PM Narendra Modi ) આ પ્રોજેક્ટ સંયુક્ત રીતે શરૂ કર્યો હતો. શિન્જો આબેએ અમદાવાદ આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) માટે ખાતમુહૂર્ત કર્યું હતું. બુલેટ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડે છે. ધ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન NHRCL ( The National High Speed Rail Corporation Limited ) એવો દાવો કરે છે કે, અમદાવાદથી મુંબઇ વચ્ચેના પ્રવાસનો સમય ઘટીને 3 કલાકનો થઇ જશે. જો કે, બુલેટ ટ્રેનની લાઇનનું ભૂમિપૂજન થયું તે તારીખ પછી મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ અને ત્યારબાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ( uddhav thackeray ) આવ્યા, ત્યારે તેમણે સૌપ્રથમ નિવેદન આપ્યું હતું કે, મુંબઈને બુલેટ ટ્રેનની જરૂર નથી. તેમ કહીને તેમણે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ( PM Modi dream project ) પર પાણી ફેરવી નાંખ્યું છે. હાલ મહારાષ્ટ્ર સરકાર ( Maharashtra government ) તરફથી કોઈ જ રિસ્પૉન્સ મળતો નથી.

BULLET TRAIN PROJECT
હાઈસ્પીડ બુલેટ ટ્રેન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.