કોટ્ટાયમ: ઘરેલુ એલપીજીના ભાવ(Rising prices of LPG) ફરી એકવાર આસમાને પહોંચી રહ્યા છે ત્યારે કોટ્ટાયમના એક યુવાન ઉદ્યોગસાહસિક(young entrepreneur) તેનાથી જીવનનિર્વાહ કરી રહ્યો છે. કોવિડ પહેલા કુવૈતથી પરત ફરેલા રોબિન અબ્રાહમ પોતાના કામ પર પાછો ફરી શક્યો ન હતો અને રોજીરોટી કમાવવા માટે એક એન્ટરપ્રાઇઝ શરૂ કરવા માંગતો હતો. જ્યારે એલપીજીના ભાવ કોઈ રાહત વિના વધવા લાગ્યા, ત્યારે રોબિને લાકડા કાપવાના વ્યવસાયની તક જોઈ. તેણે પહેલા માલવાહક ઓટો ખરીદી અને ઓટોમાં હાઇડ્રોલિક ફાયરવુડ કટિંગ મશીન લગાવ્યું. ત્યારપછી તેણે પોતાના વિસ્તારમાં પોસ્ટરો ચોંટાડીને લોકોને જણાવ્યું કે તેઓ લાકડાને જરૂરી કદમાં કાપી શકે છે.
યુ ટ્યુબનો લિધો સહારો - રોબિન અબ્રાહમે જણાવ્યું હતું કે, જેઓ હવે યંગ ઉદ્ધયમી તરીકે જાણીતો છે, "મને આ વિચાર યુ ટ્યુબ ચેનલ પર એક વીડિયો જોયા પછી આવ્યો હતો જેમાં આ હાઈડ્રોલિક મશીનરીનો ઉપયોગ બતાવવામાં આવ્યો હતો. આનાથી પ્રેરાઈને મેં તેના વિશે વિગતવાર માહિતી એકઠી કરી અને આ દરમિયાન તેમણે જ્યાં આ મશીનનો ઉપયોગ થઈ રહ્યો હતો તેની મુલાકાત પણ લીધી. હું તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો અને તેને વ્યવસાય તરીકે અપનાવવાનું વિચાર્યું હતું. જ્યારે એલપીજી સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ રહ્યું છે ત્યારે આવા પરિવારોને રાહત આપવામાં મને મદદરૂપ જણાયું. દરેક વ્યક્તિ લાકડા બાળવા માંગતી હતી પરંતુ લાકડા કાપવા એ તેમના માટે મોટી સમસ્યા હતી. જ્યારે મેં મારો વિચાર લોકો સાથે શેર કર્યો, ત્યારે લોકોએ તેના વિશે ખુશી વ્યક્ત કરી અને તેનાથી મને પ્રોત્સાહન મળ્યું. હવે મને દરરોજ ઓર્ડર મળી રહ્યા છે અને મારું કામ સારી રીતે ચાલી રહ્યું છે.
પુષ્કળ પ્રમાણમાં કરી રહ્યો છે કમાણી - આ એ સંકેત છે કે ગેસના ભાવમાં વધારાને કારણે હવે વધુને વધુ લોકો રસોઈ માટે લાકડાના ઓવનનો ઉપયોગ કરી રહ્યા છે. રોબિનનું હાઇડ્રોલિક મશીન એક કલાકની અંદર એક ટન લાકડાને જરૂરી કદમાં કાપી શકે છે. લાકડા કાપવા માટે માનવબળની અછત પણ તેમના નવા સાહસ માટે વરદાન છે. રોબિન તેના નિવાસસ્થાનથી 3 કિમીની ત્રિજ્યામાં એક ટન લાકડા કાપવા માટે ગ્રાહકો પાસેથી રૂપિયા 800 વસૂલે છે. સ્થળના અંતર પ્રમાણે ફી બદલાય છે.