ETV Bharat / bharat

ક્યારે છે ગણેશ ચતુર્થી? ગણેશ મૂર્તિની સ્થાપનાની તારીખ, દિવસ અને પૂજન વિધિ અંગે જાણો - પૂજન વિધિ

સોમવારે પવિત્ર શ્રાવણ મહિનો પૂર્ણ થયો છે. ત્યારે હવે ટૂંક જ સમયમાં ભગવાન ગણેશનો મહાપર્વ ગણેશ ચતુર્થી આવી રહી છે. ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ત્યારે તમામ દેવોમાં પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા કરવા અને તેમને પ્રસન્ન કરવા આ પર્વ આ વર્ષે 10 સપ્ટેમ્બર 2021એ ઉજવવામાં આવશે.

ક્યારે છે ગણેશ ચતુર્થી? ગણેશ મૂર્તિની સ્થાપનાની તારીખ, દિવસ અને પૂજન વિધિ અંગે જાણો

author img

By

Published : Sep 7, 2021, 1:51 PM IST

  • 10 સપ્ટેમ્બરે આવી રહી છે ગણેશ ચતુર્થી
  • ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવાય છે
  • દેવોમાં પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા કરવા ભક્તો ઉત્સુક

ન્યૂઝ ડેસ્કઃ ભગવાન ગણેશનો મહાઉત્સવ ગણેશ ચતુર્થી આ વખતે 10 સપ્ટેમ્બર 2021ના દિવસે આવી રહ્યો છે. સમગ્ર દેવોમાં પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા કરવા અને તેમને પ્રસન્ન કરવા માટે ભક્તોમાં ખુબ જ ઉત્સુકતા જોવા મળે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પા દેશભરમાં બિરાજશે અને 10 દિવસ સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. તો આવો જાણીએ કે, ગણેશ ચતુર્થી પર શું કરવું અશુભ ગણાય છે.

આ પણ વાંચો- Ganesh Chaturthi: ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનું સૌથી વધુ મહત્વ

લાલ અને પીળા રંગના કપડાં પહેરવાં

એક વરિષ્ઠ જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે, ગણેશ ભગવાનની કૃપાથી રિદ્ધિ-સિદ્ધિ અને સુખશાંતિ મળે છે. ગણેશજીનું પૂજન કરતા સમયે વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશ ચતુર્થીની પૂજામાં કોઈ પણ વ્યક્તિએ વાદળી અને કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. તેવામાં લાલ અને પીળા રંગના જ કપડાં પહેરવા શુભ હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન ન કરવા જોઈએ. જો તમે ભૂલથી ચંદ્રમાના દર્શન કરી લો તો જમીનથી એક પથ્થરનો ટુકડો ઉઠાવીને તેને પાછળની તરફ ફેંકી દેવો પડશે.

આ પણ વાંચો- ગણેશ મૂર્તિ બનાવતા કારીગરોને છેલ્લા દિવસોમાં મૂર્તિ વેચાણની આશા

ભગવાનને વિવિધ ભોગ ચડાવવા

ગણેશજીનું પૂજન કરતા સમયે દૂબ ઘાસ, શેરડી અને બુંદીના લાડુનો ભોગ ચડાવવો જોઈએ. ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે ધ્યાન રાખો કે, તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોવી જોઈએ. આનાથી ધન અને વૈભવ પ્રાપ્ત થાય છે. ગણેશજીના પૂજનમાં તુલસીના પત્ત ન ચઢાવવા જોઈએ. માન્યતા છે કે, તુલસીએ ભગવાન ગણેશને લમ્બોધર અને ગજમુખ કહીને પ્રસ્તાવ આપ્યો હતો, જેનાથી નારાજ થઈને ભગવાન ગણેશે તેમને શ્રાપ આપ્યો હતો.

પૂજામાં નવી મૂર્તિનો જ ઉપયોગ કરવો

આ ઉપરાંત ગણેશજીની પૂજામાં નવી મૂર્તિનો ઉપયોગ કરવો અને જૂની મૂર્તિને વિસર્જિત કરી દેવી. ઘરમાં ગણેશ ભગવાનની 2 મૂર્તિઓ ન રાખવી જોઈએ. જો ભગવાન ગણેશની મૂર્તિ પાસે અંધારું હોય તો તેવામાં તેમના દર્શન ન કરવા જોઈએ. અંધારામાં ભગવાનની મૂર્તિના દર્શન કરવા અશુભ માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.